વાસ્તુ અનુસાર ઘરના આંગણામાં આ છોડ લગાવવાથી થશે નુકસાન, જાણીને ન કરશો આ ભૂલ

આમ તો કોઈ પણ છોડને ઓક્સીજનનો મુખ્ય સોર્સ માનવામાં આવે છે. તેને ક્યાંય પણ લગાવી શકાય છે. વાસ્તુમાં કેટલાક એવા છોડ વિશે કહેવાયું છે જેને આંગણામાં ભૂલથી પણ લગાવવા નહીં.

વાસ્તુમાં કહેવાયું છે કે છોડ અને ઝાડ ઘરની ખુશીઓ સાથે સંબંધ રાખે છે. કેટલાક છોડ કે ઝાડને યોગ્ય જગ્યાએ લગાવવામાં આવે તો તે ફાયદો આપે છે અને સાથે જ કેટલાકને ભૂલથી પણ લગાવી લેશો તો તમારુ મોટુ નુકસાન થઈ શકે છે. આ છોડ તમે ખોટી દિશામાં લગાવી લેશો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આ ક્રમમાં ખાસ કરીને પાંચ એવા છોડ છે જેને કોઈપણ કિંમતે ઘરના આંગણામાં લગાવવા નહીં, નહીં તો તમારી અધોગતિ અને સાથે જ દુઃખના દિવસો શરૂ થઈ જશે. તો તમે પણ જાણીને આજથી એલર્ટ રહો.

કાંટાળા છોડ ન લગાવો

image source

વાસ્તુ અનુસાર કોઈ પણ પ્રકારના કાંટાળા છોડ, વેલ કે ઝાડ ઘરના આંગણામાં લગાવવા નહીં. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. તેનાથી પરિવારમાં ક્લેશ વધે છે અને સાથે મુશ્કેલીઓ પણ આવે છે. આર્થિક તંગી વધે છે. આ છોડમાં તમે ગુલાબનો છોડ લગાવી શકો છો.

આમલીનું ઝાડ

image source

ઘરમાં કે ઘરની આસપાસ પણ આમલીનું ઝાડ લગાવવું નહીં. માન્યતા છે કે આમલીનું ઝાડ લગાવવાથી બીમારીઓ વધે છે. સંબંધોમાં ખટાશ આવે છે જેના કારણે પરિવારનો માહોલ બગડે છે. ઘર પરિવારનો વિકાસ અટકી જાય છે.

પીપળાનું ઝાડ

image source

ધર્મમાં કહેવાયું છે કે પીપળાના ઝાડ પર દેવી દેવતાનો વાસ રહે છે. તેની પૂજા પણ કરાય છે. તેના પછી પણ પીપળાના ઝાડને કોઈ ઘરમાં કે ઘરની બહારના ગેટની આસપાસ લગાવવું નહીં. માન્યતા છે કે તેનાથી ધન હાનિ થાય છે. જો કે તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે પીપળાના મૂળ દૂર સુધી ફેલાય છે. આવામાં ઘરની દિવાલો સુધી પહોંચીને તેને નુકસાન કરી શકે છે.

ખજૂરનું ઝાડ

image source

ખજૂરનું ઝાડ સુંદરતા વધારે છે પરંતુ વાસ્તુમાં તેને ઘરમાં લગાવવાનું અશુભ માનવામાં આવે છે. ઘરમાં તેને લગાવવાથી ઘરના સભ્યોનો વિકાસ અટકે છે. આ સાથે પરિવારમાં આર્થિક તંગી પણ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!