જો આવું ના થયું હોત તો, ‘રાજા હિન્દુસ્તાની’ અને ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મમાં જૂહી ચાવલા હોત

બોલીવૂડ કલાકારોની સાથે એવું ઘણીવાર થઈ ચુક્યું છે કે પહેલાં તેઓ કોઈ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દે અને પછીથી તે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હીટ થઈ જાય. અને પાછળથી તેમને પછતાવાનો વારો આવે છે, અને તેમને એવું લાગે છે કે તેમણે એક મોટો અવસર ગુમાવી દીધો. આ ક્રમમાં હવે બોલીવૂડની જણીતી અભિનેત્રી જૂહી ચાવલાએ પણ એક ખુલાસો કર્યો છે. તેમણે પોતાની કેરિયરની બે મોટી ફિલ્મોમાં એક લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની ના પાડી દીધી હતી. અને ત્યાર બાદ તે જ ફિલ્મો બીજી અભિનેત્રી પાસે જતી રહી અને તે સુપરહીટ થઈ.

image source

જૂહીએ બે મોટી ફિલ્મોનું નામ લીધું, અને જણાવ્યું કે તે બન્ને ફિલ્મો માટે સૌથી પહેલાં તેમની પાસે ઓફર આવી હતી, જેમાં તેમણે કામ કરવાની ના પાડી દીધી હતી. અને પોતાની આ ભૂલને તેણીએ પોતાનો મૂર્ખતાપૂર્ણ વ્યવહાર જણાવ્યો હતો. જૂહીએ માધુરી દિક્ષિતના વખાણ પણ કર્યા. તેણીએ કહ્યું કે માધુરી તેમનાથી વધારે મોટી બ્લોકબસ્ટર હતી. જૂહીએ કહ્યું કે માધુરી પોતાના શાનદાર ડાન્સ અને એક્સપ્રેશનના કારણે ખૂબ જ આગળ નીકળી ગઈ.

image source

તેમણે ખુલાસો કર્યો કે તેમને ફિલ્મ રાજા હિન્દુસ્તાની અને દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મો ઓફર થઈ હતી. અને તેમાં તેમણે કામ કરવાની ના પાડી દીધી હતી. અને આપણે જાણીએ છીએ કે આ બન્ને ફિલ્મમાં ત્યાર બાદ કરિશ્મા કપૂરે કામ કર્યું હતું. એવું કહેવાય છે કે તેણી દિલ તો પાગલ હૈ ફિલ્મ એટલા માટે નહોતી કરવા માગતી કારણ કે તેમાં તેણી સેકન્ડ લીડ રોલમાં હતી અને મુખ્ય લીડ તરીકે માધુરી દિક્ષિત હતી. જો કે તેણીને માધુરી દિક્ષિત સાથે કોઈ જ વાંધો નહોતો.

image source

ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ જૂહી હાલ પર્યાવરણ સાથે જોડાયેલા કામ કરે છે. તેમણે કહ્યું કે ભલે લોકડાઉ આર્થિક રીતે લોકો માટે કઠોર સાબિત થયું, પણ પર્યાવરણની દ્રષ્ટિએ તે સૌથી સારી વાત હતી. મેં મારા બગીચામાં એટલી સ્વચ્છ હવા અને આટલા બધા પંખીઓ પહેલા ક્યારેય નથી જોયા. તે ખૂબ સારું હતું જે રીતે પૃથ્વી આપણા માટે બની હતી, પણ જુઓ આપણે તેના માટે શું કર્યું છે.

image source

થોડા સમય પહેલાં જૂહીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેના સંતાનોને તેની ફિલ્મો જોવી જરા પણ પસંદ નથી. તેણી કહે છે તે તેના સંતાનોને તેની ફિલ્મો જોતાં શરમ આવે છે. તમને જણાવી દઈએ કે હાલ જૂહી ચાવલા ફિલ્મોથી દૂર છે અને પોતાના કીચન ગાર્ડન તેમજ પોતાના ખેતરોમાં સમય પસાર કરવાનું વધારે પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ