ઘડી બે ઘડીનો મહેમાન નથી કોરોના, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી રહેશે

હાલમાં કોરોના પહેલાં કરતાં ઘણો મોળો પડ્યો છે અને હવે સમગ્ર વિશ્વમાં ઓછા કેસ સામે આવે છે. એમાં પણ ગુજરાતમાં તો હવે 900થી પણ ઓછા પોઝિટીવ કેસો નોંધાય છે. ત્યારે હાલમાં રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે અને હવે ભારતમાં પણ રસીકરણ શરૂ થાય એટલી જ વાર છે. ગુજરાતમાં પણ વેક્સિનને લઈ તૈયારી અંતિમ તબક્કે ચાલી રહી છે. પણ આ બધાની વચ્ચે એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. કારણ કે વિશ્વભરમાં કોરોનાના નવા અને વધુ ખતરનાક સ્ટ્રેનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફાઈઝરની સાથે કોરોના વેક્સિન બનાવનારી કંપની બાયોએનટેકના CEO ઉગર સાહિને કહ્યું કે વાયરસ ઓછામાં ઓછો 10 વર્ષ સુધી ખતમ નહીં થાય.

image source

જો મળતી વિગતે વાત કરીએ તો એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સાહિનને પૂછવામાં આવ્યું હતું કે વાયરસ ક્યારે ખતમ થશે અને લોકોની લાઈફ સ્ટાઈલ ક્યાં સુધી પરત પાટા પર આવશે? જેના જવાબમાં તેઓએ કહ્યું કે- આપણે નોર્મલની નવી પરિભાષા સમજવાની જરૂર છે. આ વાયરસ આગામી 10 વર્ષ સુધી આપણી સાથે જ રહેશે. આગળ વાત કરતાં સાહિને એમ પણ કહ્યું હતું કે બ્રિટનમાં મળેલા વાયરસના નવા સ્ટ્રેનની દ્રષ્ટીએ વેક્સિનમાં 6 અઠવાડિયામાં ફેરફાર કરવામાં આવી શકે છે.

image source

આ વિશે ખાસિયત વિશે વાત કરતાં તેઓએ કહ્યું કે- મેસેન્જર ટેકનિકની ખાસિયત એ જ છે કે અમે નવા મ્યૂટેશન મુજબ વેક્સિનને તે રીતે જ એન્જિનિયરિંગ કરી શકીએ છીએ. ટેકનિકલ રીતે અમે 6 અઠવાડીયામાં નવી વેક્સિન તૈયાર કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે હાલમાં ફાઈઝરની સાથે મળીને બનાવવામાં આવેલી બાયોએનટેકની કોરોના વેક્સિનને અમેરિકા અને બ્રિટન સહિત 45થી વધુ દેશોમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. તેઓએ વિશ્વાસ અપાવ્યો કે UKમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેનથી વેક્સિનની અસરને કંઈ જ ઈફેક્ટ નહીં પડે. ત્યારે જોવાનું એ રહ્યું કે રસી કેટલી કારગર નીવડે છે અને લોકોને કેટલી રાહત રહે છે.

image source

આ સાથે જ જો વાત કરવામાં આવે તો WHOનાં મુખ્ય વિજ્ઞાની ડૉ. સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે. તેમણે એક ન્યૂઝ પેપર સાથે વાત કરતાં જણાવ્યું કે ભારત સહિત દુનિયાભરમાં બની રહેલી વેક્સિન વાઇરસના નવા સ્વરૂપ સામે પણ તેટલી જ કારગત છે. વાઇરસમાં 9-10 મહિનામાં જેટલા ફેરફાર થયા છે તે સામાન્ય છે. વાઇરસમાં સંભવિત ફેરફારોને ધ્યાનમાં રાખીને જ વેક્સિન તૈયાર કરાય છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર, દુનિયામાં વેક્સિન જુદા-જુદા કોમ્પોનન્ટ્સથી બની રહી છે. ભારતમાં બની રહેલી વેક્સિન પ્રોટીન આધારિત છે. વાઇરસનું સ્વરૂપ ઘણું બદલાઇ જાય તોપણ ડરવાની જરૂર નથી, કેમ કે પ્રોટીન આધારિત વેક્સિનને 4-6 અઠવાડિયાંમાં અપડેટ કરી શકાય છે.

image source

સાથે જ સમાચાર મળી રહ્યા છે કે કોરોના વેક્સિન આગામી સપ્તાહે ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. એ સ્થિતિમાં તેના વિતરણ અને રસીકરણ અંગે કેન્દ્ર સરકારે જે યોજના બનાવી છે તેની ગ્રાઉન્ડ લેવલે ચકાસણી કરવા આગામી સોમવારે અને મંગળવારે મોકડ્રીલ કરાશે. આ ડ્રીલ ગુજરાત, આસામ, પંજાબ અને આંધ્રપ્રદેશમાં યોજાશે. મોકડ્રીલમાં વાસ્તવિક રસી લગાવવા માટે જે પ્રક્રિયા અપનાવાશે તે તમામ પ્રક્રિયાનું પાલન કરાશે. આ દરમિયાન જો કંઈ ખામી જણાશે તો તેનો ઉકેલ લાવવા પ્રયત્નો થશે. ફાઈઝર, સિરમ અને ભારત બાયોટેકે ભારતમાં ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી માંગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ