પોતાની લાંબી ગરદનોનો ઉપયોગ કરીને બે જિરાફ કરી રહ્યા છે લડાઈ, આ વાઈરલ વિડીયો પર એક નજર અવશ્ય ફેરવો

મિત્રો, પ્રવર્તમાન સમયમા સોશિયલ મીડિયા એ એક એવુ માધ્યમ બની ચુક્યુ છે કે, દેશ-વિદેશમા બનેલી નાનામા નાની ઘટના પણ તુરંત જ અહી વાઈરલ થઇ જાય છે. આ માધ્યમ સાથે કરોડો લોકો જોડાયેલા છે. દેશ-વિદેશમા બનતી તમામ ચિત્ર-વિચિત્ર ઘટનાઓ લોકો આ સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરે છે જેથી, દરેક વ્યક્તિ આ ઘટનાને જોઈ શકે.

image source

આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો અનેકવિધ પ્રકારના વિડીયો શેર કરતા હોય છે અને પછી તેમા રહેલી અમુક વિચિત્ર બાબતોના કારણે તે ગણતરીના સમયમા જ આખા વિશ્વમા વાઈરલ થઇ જાય છે. આજે આ લેખમા આપણે આવા જ એક વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કયો છે આ વિડીયો? અને શું છે ઘટના?

image source

સોશિયલ મીડિયા પર તમે ઘણીવાર પ્રાણીઓની લડાઈ કે પ્રેમ દર્શાવતા વિડીયો જોયા હશે ત્યારે તાજેતરમા જ એક વીડિયો સામે આવ્યો છે કે, જેમા બે જિરાફ એકબીજા સાથે અંદરોઅંદર લડી રહ્યા હતા. આ વીડિયો જોયા પછી તમને એવુ જાણવા મળશે કે, જે તમે ક્યારેય જોયુ નહિ હોય. આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદે ટ્વીટ કર્યો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના?

image source

આ વીડિયોમા એવુ જણાવવામા આવી રહ્યુ છે કે, બે જિરાફ કેવી રીતે એકબીજા સાથે લડી રહ્યા છે. આઈ.એચ.એસ. નંદે આ વિડીયો શેર કરતા તેની સાથે જ વિડીયોમા એક કેપ્શનમા એવુ લખ્યુ છે કે, “જિરાફ આવી રીતે પણ લડી શકે છે. નર જિરાફ એ એકબીજા સામે લડવા માટે પોતાની ગરદનનો ઉપયોગ કરે છે કારણકે, તે તેમના શરીર પરનુ સૌથી શક્તિશાળી અને ઘાતક હથિયાર છે.”

image source

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમા જોઈ શકાય છે કે, બંને જિરાફ એકબીજા સાથે કેવી રીતે લડી રહ્યા છે? પહેલા તો આ બંને ઊભા થઈ જાય છે અને અચાનક બંને લડવા લાગે છે. આ બંને જિરાફ એકબીજાને ગળાથી મારી રહ્યા છે. બંને એકબીજા પર ગળાથી હુમલો કરી રહ્યા હતા. ૯ સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં ૬ હજાર કરતા પણ વધુ વખત જોવામા આવી ચુક્યો છે અને લોકોએ આ વિડીયો પર પોતાના જુદા-જુદા મંતવ્યો અને પ્રતિભાવો પણ આપ્યા છે.