જો બાળકોમાં દેખાય છે આ લક્ષણો તો ન કરશો ઈગ્નોર, હોઈ શકે છે કોરોનાનું સંક્રમણ

દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર કોરોના સંક્રમિતનો આંક એક દિવસમાં 2 લાખને પાર કરી રહ્યો છે. આ નવી લહેરમાં બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હાલમાં જે બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે તેની ઉંમર ખૂબ જ નાની છે. 8 મહિનાથી 12 વર્ષની ઉંમરના બાળકો દિલ્હીમાં કોરોનાનો શિકાર બની રહ્યા છે. પહેલા એવું હતું કે કોરોના સંક્રમણ બાળકો પર અસર કરતું ન હતું તેમને ઓછું નુકસાન થતું હતું પરંતુ આ નવો સ્ટ્રેન બાળકોને પણ પોતાના શિકાર બનાવી રહ્યો છે. માટે તમારે તમારા બાળકોને લઈને વધારે એલર્ટ રહેવાની જરૂર છે.

તમારા બાળકમાં જોવા મળે છે આ લક્ષણો તો ન કરશો ઈગ્નોર

image soucre

જો તમારા બાળકને કોઈ પણ પ્રકારની ખાંસી, તાવ કે ડાયરિયા જેવી ફરિયાદ હોય તો તેને નજરઅંદાજ ન કરો કેમકે તે કોરોનાનું લક્ષણ હોઈ શકે છે. તમારું બાળક કોરોનાની ઝપેટમાં હોઈ શકે છે. તમે તરત જ તેનો રિપોર્ટ કરાવી લો તે જરૂરી છે. આ સમયે ગભરાઓ નહીં. તેના લક્ષણોથી બાળકની કેર કરો તો ઓછું નુકસાન થશે. જો બાળક ડાયરિયા, ઉલ્ટી, પેટમાં દર્દની ફરિયાદ કરે છે અને સાથે જ તેને તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી કે થાકની તકલીફ રહે છે તો તે કોરોનાના લક્ષણો હોઈ શકે છે. બાળકને ભૂક ઓછી લાગવી, સ્વાદનો ખ્યાલ ન આવવો અને આ સિવાય ફેફસા કે કિડની પર પણ પ્રભાવ કેટલાક કિસ્સામાં જોવા મળે છે.

દિલ્હીમાં બાળકોને વધારે અસર કરે છે કોરોનાનું સંક્રમણ

image source

હાલમાં કોરોનાની બીજી લહેરમાં ઉપરના તમામ લક્ષણો સાથેના બાળકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આ બાળકોની ઉંમર 8 મહિનાથી 12 વર્ષની જોવા મળે છે. જ્યારે બાળકો ગંભીર સ્થિતિમાં હોય છે તો ડોક્ટરનો સંપર્ક કરી લેવો. આ સાથે સારવાર માટે ટેસ્ટિંગ પણ કરાવી લેવું. બાળકો કોરોના સંક્રમિત આવે છે તો શરીરમાં ઓક્સીજનનું સ્તર જાણી શકાય છે. આ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

બાળક પોઝિટિવ ન આવે તે માટે શું ધ્યાન રાખશો

image source

બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે તેમને વૃદ્ધોથી દૂર રાખો. સાથે પરિવારના જે પણ સભ્ય બહાર જાય છે તેમનાથી પણ બાળકોને દૂર રાખો. આ સિવાય જો બાળકોમાં સંક્રમણ ફેલાય છે તો તેમને એન્ટી વાયરલ દવાઓ ન આપો. તે આડ આસર કરી શકે છે. આ સમયે જાતે દવા આપવાના બદલે ડોક્ટરની સલાહ પર દવા શરૂ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!