વાહ ભાઈ વાહ, હવે ગેસ કનેક્શન માટે એડ્રેસ પ્રુફની જરૂર નથી, એમનેમ ઘરે મળશે એલપીજી ગેસ કનેક્શન

જ્યારે પણ નવું એલપીજી ગેસ કનેક્શન લેવા માટે લોકો વિચારી રહ્યાં હોય ત્યારે તેમણે પહેલો સવાલ એ થતો હોય કે એડ્રેસ પ્રૂફ માટે તેઓ શું ડોક્યુમેન્ટસ આપશે અને તેમાં પણ જે લોકો બીજા વિસ્તારમાં કામ માટે રહેવા ગયા હોય તેમના મોટા ભાગના ડોક્યુમેન્ટસ પોતાના વતનનાં હોય છે. હવે આવા લોકો માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે. હવે જો તમારી પાસે એડ્રેસ પ્રૂફ નથી તો પણ તમે સહેલાઇથી ગેસ સિલિન્ડરનો લાભ લઈ શકશો. અત્યાર સુધી એવા જ લોકો પાસે ગેસ સિલિન્ડર હતું જેમની પાસે એડ્રેસ પ્રૂફ હોય પરંતુ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હવે આ નિયમ રદ કર્યો છે.

image source

આ માટેની આવેદન પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ સંપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા છે. આ માટે સૌ પ્રથમ તો તમે વડા પ્રધાન ઉજ્જવલા ગેસ કનેક્શનમાંથી ફોર્મ ડાઉનલોડ કરો. આ પછી તમારો કેવાયસી ફોર્મ નજીકના એલપીજી સેન્ટરમાં સબમિટ કરો. આ પછી ઓનલાઈન સિલિન્ડર બુક કરાવા માટે તમારા બેંકની વિગત આપવી જરૂરી છે. આ સાથે સબસિડીનો લાભ પણ તમે મેડવી શશો જેથી બેંક સાથે જોડાણ કરાવી લેવા સલાહ આપવામાં આવી છે. આ માટે જનધન યોજના હેઠળ અથવા ઘરના બધા સભ્યોના એકાઉન્ટ નંબર જેવી જરૂરી માહિતીને અપડેટ કરો.

image source

મળતી માહિતી મુજબ જો તમે 14.2 કિલોગ્રામ સિલિન્ડર માટે એપ્લાય કરી રહ્યાં છો તો તમારે આ આ માહિતી આપવી ફરજીયાત છે. આ પછી વાત કરવામાં આવે કે તમે કઈ રીતે સિલિન્ડર બુક કરાવી શકો તેના વિશે તો ઇંડિયન ગેસ સિલિન્ડર બુક કરવાની રીત એકદમ સરળ છે. તમે ઘરે બેઠા બેઠા એલપીજી ગેસ સિલિન્ડર બુક કરી શકો છો.

image source

1-ઇન્ડેન એલપીજી સિલિન્ડર બુક કરવા માટે: તમે દેશમાંથી કોઈ પણ જગ્યાએથી આ નંબર પર મિસ્ડ કોલ કરીને ઇંડિયન એલપીજી સિલિન્ડર બુક કરાવી શકો છો. નંબર : 8454955555

image soucre

2 વોટ્સએપ દ્વારા પણ બુક: આ રીતે બુક કરાવા માટે મેસેંજર પર ‘REFILL’ લખો અને તેને 7588888824 નંબર પર મોકલો.

3. એસએમએસ કરીને: તમે ફોન નંબર પર 7718955555 પર એસએમએસ કરીને ગેસ સિલિન્ડર પણ બુક કરી શકો છો.

image source

આ આગાઉ પણ સબસિડી માટે એક જાહેરાત કરવામાં આવી હતી જેમાં એલપીજી સબસિડી હવે આધાર કાર્ડ વિના પણ મળી શકે છે. આ માટે તમે સરળતાથી આવેદન આપી શકશો. મળતી માહિતી મુજબ ગેસ સિલિન્ડરની સબસિડી સીધી ગ્રાહકના બેંક ખાતામાં જાય છે. જો કે સબસિડી મેળવવા માટે આધારકાર્ડ સાથે બેંક ખાતું જોડાયેલ હોવું આજ સુધી ફરજીયાત હતું. પરંતુ જો કોઈ કારણોસર તમે આધાર કાર્ડને બેંક અથવા એલપીજી કનેક્શન સાથે લિંક કરી શક્યા નથી તો પણ તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!