જીવનમાં દોષ લાવવા પાછળ ઘરનું કબાટ છે જવાબદાર, જાણો આ ઉપાય અને મેળવો દોષમુક્ત જીવન

મિત્રો, પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ પોતાના જીવનમા એટલો વ્યસ્ત બની ચુક્યો છે કે, તે પોતાની આજુબાજુની વસ્તુઓ પર યોગ્ય રીતે ધ્યાન આપી શકતો નથી. આપણા વાસ્તુશાસ્ત્રમા એવુ જણાવવામા આવ્યુ છે કે, ઘરની દરેક વસ્તુ એ વાસ્તુ મુજબ હોય તો આપના જીવન પર અથવા તો આપના ઘર પર ક્યારેય પણ સંકટ આવતુ નથી. તે પછી કપડા હોય, પુસ્તકો હોય કે અન્ય કોઈપણ વસ્તુ હોય વાસ્તુ મુજબ રાખવામા આવે તો તે આપના માટે ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે.

image soucre

આપણા ઘરના લગભગ દરેક સદસ્ય પાસે ઘરના દરેક રૂમમા વસ્તુઓ મુકવા માટે એક નાનો એવો કબાટ હોય છે. આમાં, તેઓ તેમની બધી વસ્તુઓ રાખે છે. પરંતુ સામગ્રી રાખવા સાથે તેને સાફ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, ફક્ત આ જ નહીં, પરંતુ કપડાને લગતી ઘણી વસ્તુઓ છે જે વિશે જાણવાનું વધુ મહત્વનું છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ શું છે?

image soucre

વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે હમેંશા એ વાત ધ્યાનમા રાખવી જોઈએ કે, કબાટનો દરવાજો એ હંમેશા બંધ રાખવો જોઈએ. અમુક ઘરોમા કબાટ ખુબ જ નાનો હોય છે અને તેમા દરવાજો પણ નથી હોતો. આવા ઘરમાં રહેતા લોકોના જીવનમા અનેકવિધ સમસ્યાઓ આવી શકે છે. માટે જો આ લોકો પોતાના જીવનમા કોઈપણ પ્રકારની સમસ્યા ઈચ્છતા ના હોય તો તેમણે કબાટને એક ગ્લાસ ડોર આપી દેવો જોઈએ.

image soucre

આ સિવાય કબાટમા કોઈપણ પ્રકારનુ નુકશાન ના થાય તેની વિશેષ સાવચેતી રાખવી. વાસ્તુ નિષ્ણાંતના જણાવ્યા મુજબ જો તૂટેલો કબાટ ઘરમા હોય તો તેના કારણે આપણે ઘરમા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવુ માનવામા આવે છે કે, આવા તૂટેલા કબાટમા કપડા કે નાણા રાખવા આપણા માટે અશુભ સાબિત થઇ શકે છે અને તેના કારણે આપને અનેકવિધ સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે.

image source

કબાટને ઘરે રાખતી વખતે એ વાત હમેંશા ધ્યાનમા રાખવી કે, તેને ક્યારેય સીધો જમીન પર ના રાખવો જોઈએ. તેની નીચે તમે કાપડ, ફ્લોરલ અથવા લાકડાના બોર્ડ પણ મૂકી શકો છો. એવુ માનવામા આવે છે કે, જમીન પર કબાટ રાખવાથી ઘરમા વાસ્તુદોષ થઇ શકે છે.

image source

આ સિવાય હંમેશાં દક્ષિણ તરફની દિવાલની બાજુમા અથવા તો પશ્ચિમ દિશા તરફ જ કબાટની ગોઠવણી કરવી જોઈએ તો જ તે લાભદાયી સાબિત થાય છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રમા એમ પણ જણાવવામા આવ્યુ છે કે, ઘરમા તૂટેલા ફર્નિચર ક્યારેય નહીં રાખવુ. જો આવુ થાય તો તેને તુરંત જ ઠીક કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ