Jio Phone: યુઝર્સને મળશે શાનદાર ફીચર્સ, જાણી લો આનાથી તમને શું થશે મોટો ફાયદો

આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી ઘણા ખરા વાંચકોને ભારતમાં આધુનિક મોબાઈલ ફોન અને સિમ કાર્ડનો પ્રારંભિક યુગ યાદ હશે. ત્યારે હચ, આઈડિયા અને વોડાફોન જેવી કંપનીઓ મેદાનમાં હતી અને તે એમનો સુવર્ણ યુગ હતો. શરૂઆતમાં તો મોબાઈલ ફોન પર આવતા ઇનકમિંગ કોલ માટે પણ યુઝરે ચાર્જ ચૂકવવાનો રહેતો.

image source

બાદમાં ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ જૂથે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને અન્ય મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ માટે મજબૂત પ્રતિસ્પર્ધીનો યુગ આવ્યો. લગભગ તે સમયથી જ રિલાયન્સ જૂથ આ ક્ષેત્રે સમયાંતરે પ્રગતિ કરતું આવ્યું છે અને તેના કારણે અમુક મોબાઈલ સર્વિસ પુરી પાડતી કંપનીઓએ મર્જ થવું પડ્યું છે તો અમુકને બંધ થવું પડ્યું.

image source

ઘણા ખરા યુઝરો રિલાયન્સના પ્રારંભિક યુગમાં આવેલા જિયો ફોન્સ વાપરતા હતા અને ફક્ત વાપરતા હતા એમ જ નહીં પરંતુ આજના સમયમાં પણ આ ફોન વાપરનારા હજુ છે અને તેમને કદાચ એ ફોન જ માફક આવે છે.

image source

Jio ફોનના યુઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે તમે પણ ઓછા ભાવમાં અનેક નવા અપડેટનો ફાયદો ઉઠાવી શકશો. અસલમાં જિયો ફોન યુઝર્સ છેલ્લા કેટલાય સમયથી નબળા UI અને પરફોર્મન્સ વિશે ફરિયાદ કરી રહ્યા હતા અને હવે સમાચાર મળી રહ્યા છે કે વર્ઝન નંબર 0258 થી જિયો ફોનમાં 36.39MB નું અપડેટ આવી રહ્યું છે. જેના કારણે આ ફીચર ફોનનું પરફોર્મન્સ ઘણું સુધરી જશે.

ટીપ્સટર અભિષેક યાદવે તાજેતરમાં જ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક પોસ્ટ લખીને આ માહિતી જાહેર કરી હતી. માહિતીમાં જણાવ્યા મુજબ જિયો ફોન યુઝર્સ માટે એક નવું અપડેટ આવનાર છે. અભિષેકે આ પોસ્ટમાં બે સ્ક્રીનશોટ પણ શેયર કર્યા છે.

image source

તેમાં કહેવામાં આવ્યું છે કે નવું વર્ઝન જિયો ફોનના સોફ્ટવેરને અપડેટ કરવાની સાથે જ પરફોર્મન્સને પણ સારું બનાવશે. અપડેટ બાદ યુઝર્સનો ડેટા પણ ડીલીટ નહીં થાય. નવા અપડેટની સાઈઝ 36.39 MB હશે જે ફીચર ફોનમાં યુઝર્સને શાનદાર પરફોર્મન્સનો અનુભવ આપશે. જો કે હજુ સુધી કંપની તરફથી આ બાબતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

ઓછી કિંમતમાં વધુ ફીચર્સ

image source

રિલાયન્સ જિયોના ફ્રી ઇન્ટરનેટ અને કોલિંગ સુવિધાથી સજ્જ આ ફીચર ફોન જિયો ફોન્સ લોન્ચ કરીને બજારમાં તહેલકો મચાવી દીધો હતો. લોકોએ જિયો ફોન્સને હાથોહાથ ખરીદ્યો.હતો અને આ રીતે 4G સિમની જેમ આ ફીચર ફોન પણ બજારમાં સારી રીતે છવાઈ ગયો હતો. હવે 5 વર્ષ બાદ આ ફોનમાં નવું અપડેટ થનાર છે અને તેને લેટેસ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જિયો ફોન્સની કિંમત હાલ 1799 રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!