આ છે બોલીવુડની જાણીતી જીજા-સાળીની જોડીઓ, કોમેન્ટમાં જણાવો તમને કઈ જોડી ગમે છે સૌથી વધારે

બોલીવુડમાં પરિવારવાદ અને નેપોટીઝમને લઈને ઘણીવાર અમુક બૉલીવુડ સ્ટાર્સ પર આરોપ લાગતા રહે છે તો બોલીવુડમાં ઘણા પરિવારોના બોન્ડિંગને લઈને પણ ખૂબ જ ચર્ચા થાય છે. આજે અમે તમને જણાવીશું બોલીવુડની અમુક જાણીતી જીજા સાળીની જોડીઓ વિશે જે હંમેશા ચર્ચામાં રહે છે.

કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન.

image source

છોટે નવાબ સૈફ અલી ખાન અને એમની સાળી કરિશ્મા કપૂર વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. જીજા સાલીની આ જોડી ઘણીવાર ઇવેન્ટ્સમાં સાથે દેખાય છે. કરીના કપૂર ખાનના પતિ સૈફ અલી ખાન પોતાની બેગમની જેમ જ પોતાની સાળીનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે અને કરિશ્મા કપૂર પણ પોતાની બહેન કરિનાની જેમ જ એમના પતિ સૈફ પર જીવ લૂંટાવે છે. સૈફ અલી ખાને જ્યારે કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા તો એમને પોતાની સાળી કરિશ્મા કપૂરને સુંદર ઈયરરિંગસ ગિફ્ટમાં આપ્યા હતા. સોશિયલ મીડિયા પર કરીના અને કરિશ્મા અને સૈફના એકસાથે ઘણા ફોટા દેખાય છે. જેના પરથી એમના વચ્ચેની બોન્ડિંગ દેખાઈ આવે છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂરના સંજય કપૂર સાથે ડિવોર્સ થઈ ચૂક્યા છે અને એમને બે બાળકો છે. સૈફ અને કરિશ્માએ ફિલ્મ હમ સાથ સાથ હેમા એકસાથે કામ કર્યું હતું.

પરિણીતી ચોપરા અને નિક જોનસ.

image source

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના વિદેશી પતિ નિક જોનસને પોતાની સાળી પરિણીતી ચોપરા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. પ્રિયંકા ચોપરાની કઝીન સિસ્ટર પરિણીતી ચોપરા અને નિક જોનસની ઇન્ટરનેશનલ જીજા સાળીની જોડી છે. પરિણીતી ચોપરાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નિક જોનસ એમની બહેન પ્રિયંકા માટે પરફેક્ટ પતિ અને એમના ખૂબ જ સારા જીજુ છે. પરીનીતિએ એ પણ કહ્યું હતું કે નિકનો વ્યવહાર ખૂબ જ મિલનસાર છે અને એ પરિવાર સાથે હળીમળીને રહેનાર ખૂબ જ સારા માણસ છે

શમિતા શેટ્ટી અને રાજ કુન્દ્રા.

image source

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોતાની સાળી શમિતા શેટ્ટી સાથે ખૂબ જ સારી બોન્ડિંગ છે. જીજા સાળીની આ પ્યારી જોડી ઘણીવાર એકસાથે દેખાય છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા શમિતા શેટ્ટી એક પંજાબી મ્યુઝિક વીડિયોમાં દેખાઈ હતી જેને રાજ કુન્દ્રાએ ડાયરેકટ કર્યો હતો. ત્યારે એમને ખબર પડી કે એમનામાં ઘણી બધી ખૂબીઓ છે. જીજા સાળીની આ જોડી સોશિયલ મીડિયા પર પણ પોતાના ફોટા શેર કરતી રહે છે. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને શમિતા શેટ્ટી ખૂબ જ પ્રેમથી રહે છે અને તહેવાર, પાર્ટી કે ફંક્શનમાં એકસાથે જ દેખાય છે.

તનીષા મુખર્જી અને અજય દેવગન.

image source

બોલીવુડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ કાજોલના મલ્ટી ટેલેન્ટેડ પતિ અજય દેવગન પણ પોતાની સાળી સાથે ખૂબ જ સારું બોન્ડિંગ ધરાવે છે. તમને જણાવી દઈએ કે તનીષા મુખર્જી અને અજય દેવગન ફિલ્મ ટેંગો ચાર્લીમાં એકસાથે કામ કરી ચુક્યા છે. તનીષા પોતાના જીજુ અજય દેવગનને પ્રેમથી જય કહીને બોલાવે છે. તનીષા પોતાના જીજુની લાડકી છે અને ઘણીવાર બહેન કાજોલ અને જીજુ અજય દેવગન સાથે ઇવેન્ટ્સ અને સોશિયલ મીડિયા પર દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!