જે પણ કપલને નાની નાની વાતે ઝઘડા થતા હોય તેમની માટે આ સમજવા જેવી વાતો…

દરેક કપલ ઇચ્છે છે કે, તેમના સંબંધોમાં હંમેશા પ્રેમ અને વિશ્વાસ બની રહે. આ સાથે જ દરેક કપલ વિચારે છે કે, તેમના સંબંધો બીજા કરતા મજબૂત બને અને રિલેશનશિપમાં મીઠાશ આવે.


જો કે સંબંધોમાં આ બધુ જળવાઇ રહે તેના માટે વ્યક્તિએ અનેક ઘણી કોશિશ કરવી પડે છે. પરંતુ આજની આ ફાસ્ટ લાઇફમાં એકબીજા માટે સમય કાઢવો કોઇ પણ કપલ માટે થોડુ મુશ્કેલ છે.


આમ, એકબીજા માટે સમય ના કાઢી શકવાને કારણે કપલ વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા થવા લાગે છે. જો તમારી લાઇફમાં પણ કંઇક આવા જ પ્રોબ્લેમ્સ થતા હોય તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે.


આ ટિપ્સની મદદથી તમે તમારા જૂના સંબંધોને ફરીથી તાજા કરી શકશો અને લાઇફ જીવવાની મજા પણ આવશે. સાથે જ આ ટિપ્સથી તમારા જીવનમાં ખુશીઓની રેલમછેલ થઇ જશે.


માફી માંગવી પણ જરૂરી

આમ તો સંબંધોમાં થેક્યુ અને સોરી કહેવાની કોઇ જરૂરિયાત હોતી નથી પરંતુ સત્ય એ છે કે, દરેક રિલેશનમાં આ બે શબ્દો બોલવાથી સંબંધોમાં મીઠાશ આવે છે અને સંબંધો સ્ટ્રોગ પણ બને છે.


જો તમારાથી કોઇ ભૂલ થઇ ગઇ હોય અથવા કોઇ કારણોસર તમે તમારા પાર્ટનરને રજાના દિવસે સમય નથી આપી શકતા તો તેમની માફી માંગી લો. માફી માંગવાથી સંબંધોમાં પ્રેમ વધે છે અને લાઇફ જીવવાની મજા પણ આવે છે.


એકબીજા સાથે વાતચીત કરો

મોટાભાગના કપલની ફરિયાદ હોય છે કે, તેઓ એકબીજા માટે સમય નથી કાઢી શકતા અને તેમની વચ્ચે વાતચીત કરવા માટે કોઇ ટોપિક પણ હોતો નથી. પરંતુ તમને જણાવી દઇએ કે, જો તમે તમારા પાર્ટનરને દિલથી પ્રેમ કરો છો તો તમે દુનિયાના કોઇ પણ ટોપિક પર એકબીજા સાથે વાતચીત કરી શકો છો.


મ્યૂઝિક, મુવી, ઓફિસ, મિત્ર, પોલિટિક્સ, સંબંધીઓ તેમજ તમારા શોખ વિશે અને તમારા સપનાઓને તમે એકબીજા સાથે શેર કરી શકો છો. જો તમે એકબીજા સાથે વાત કરવાની આદત પાડશો તો તમારી લાઇફમાં ઝઘડા પણ નહિં થાય અને તમને લાઇફ એન્જોય કરવાની મજા પણ આવશે.


પ્રેમ વ્યકત કરો

જરૂરી નથી કે તમે તમારા પાર્ટનરને માત્ર આઇ લવ યૂ કહીને જ પ્રેમ દર્શાવો. આ 3 મેજિકલ શબ્દો સિવાય તમારા હાથના સ્પર્શથી પણ તમે તમારા પાર્ટનરને પ્રેમ કરી શકો છો. સ્પર્શ એક એવી વસ્તુ છે જે દરેક કપલને ખુશ કરી દે છે.

આ સિવાય તમે ફોરહેડ કિસ, સવારે અથવા રાત્રે ઊંઘી જાવો એ પહેલા એકબીજાને હગ કરીને પણ તમારા પ્રેમભર્યા સંબંધોને મજબૂત બનાવી શકો છો.


સાથે ફરવાનુ પ્લાનિંગ કરો

દરેક કપલની લાઇફમાં કામનુ જેટલુ મહત્વ હોય છે તેટલુ જ મહત્વ એકબીજા માટે ટાઇમ કાઢીને સાથે ફરવાનુ હોવુ જોઇએ. આજની આ વ્યસ્ત લાઇફમાં દરેક કપલ કામને બહુ મહત્વ આપે છે જે એક ખોટી બાબત છે.


જો તમે વિકએન્ડમાં કે પછી થોડી રજાઓનુ સેટિંગ કરીને ફરવા જવાનુ પ્લાનિંગ કરો છો તો તમે રિફ્રેશ થઇ જાઓ છો અને એકબીજા માટે સમય પણ આપી શકો છો. આ સાથે તમે મનગમતી રેસ્ટોરાંમાં જઇને ડિનર પણ લઇ શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ