લ્યો સાંભળો, લગ્ન બાદ વિઝા ન મળ્યા તો પાકિસ્તાની દુલ્હન ભારત ન આવી શકી, બે વર્ષ બાદ તેના દીકરાને મળ્યાં

પાસપોર્ટ અને વિઝાનો ખેલ ભલભલા લોકોને સમજમાં નથી આવતો. આપણે એવા અનેક અજીબ કિસ્સા જોયા જ છે અને હાલમાં એક વધારે કિસ્સો આવો આવ્યો છે કે જેમાં પાસપોર્ટ અને વિઝાનો અટપટ્ટો કેસ સામે આવી રહ્યો છે. તો આવો જાણીએ કે શું છે આ સમગ્ર કેસ. બન્યું એવું કે પાકિસ્તાનની 2 યુવતીઓનું તેમના પતિને મળવાનું સપનું આખરે સોમવારે સાકાર થવા જઈ રહ્યું છે અને તેને લઈને પરિવારમાં અનેરો આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ યુવતીઓના 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા, પરંતુ વિઝા ન મળી શકવાને લીધે બન્ને યુવતીઓ પાકિસ્તાનમાં જ રોકાવાનો વારો આવ્યો હતો.

image source

જો કે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો બાડમેર અને જેસલમરમાં વસવાટ કરતા તેમના પતિ હવે પરત ફર્યાં હતા. ત્રીજી દુલ્હનને હજુ વિઝા મળી શક્યા નથી. પણ આ સમગ્ર કેસમાં નવાઈની વાત એ છે કે તેના દૂધપીતા બાળકને વિઝા આપવામાં આવ્યા છે. આ સંજોગોમાં આ બાળક તેની માતાના સાથ વગર જ ભારત આવી રહ્યું છે અને કેસ લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યો છે. માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સારા અવસરે આ બન્ને યુવતીઓ પોતાના સાસરે જઈ રહી હોવાની વાત સામે આવી હતી. લગ્નના 2 વર્ષના લાંબા સમય પછી બન્ને યુવતીઓને લેવા માટે તેમના પરિવારજનો હર્ષોલ્લાસ સાથે અટારી-વાઘા બોર્ડર પર આવી પહોંચ્યા છે.

image source

જો કે આ લગ્ન અને પતિ પત્ની તેમજ અનોખો કેસ વિશે બાડમેર અને જેસલમેરના સાંસદ અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે, મહિલાનું સાચુ ઘર તો તેનું સાસરુ હોય છે. આજે આ મહિલાઓ બાડમેર અને જેસલમેરની વહુ બનીને પોતાના સાસરે કંકુના પગલા માંડશે. આ ઘટનાને લઈને તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી મહિલાઓને વતન પાછા લાવવાના સતત પ્રયાસો કરી રહ્યા હતા, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રસંગે દુલ્હનો વાધા બોર્ડરથી ભારત પરત ફરશે.

image source

ત્યારે શું માહોલ હતો એના વિશે જો વાત કરીએ તો લગ્ન થયા બાદ બે વર્ષ સુધી રાહ જોયા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાસરે આવી રહેલી બન્ને વહુઓને લેવા પરિવાર અટારી-વાધા બોર્ડર પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં વસતા લોકો આજે પણ પાકિસ્તાનમાં વસતા લોકો સાથે લગ્ન પ્રસંગના સંબંધ ધરાવે એ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે. આ કેસ વિશે વાત કરીએ તો જેસલમેર જિલ્લામાં રહેતા બેઈયા ગામના નેપાલસિંહની સગાઈ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયા હતા. આ સાથે જ કહેવામાં આવે છે કે થાર એક્સપ્રેસમાં જાન લઈ તેઓ પાકિસ્તાન ગયા હતા. નેપાળ સિંહના લગ્ન 26 જાન્યુઆરી 2019ના રોજ થયા હતા.

image source

આ સાથે જ બીજી વાત કરવામાં આવે તો બાડમેર જિલ્લાના ગિરાબ ક્ષેત્રમાં રહેતા મહેન્દ્રસિંહ પણ એપ્રિલ 2019માં જાન લઈ પાકિસ્તાન ગયા હતા. પછી બન્યું એવું કે ત્યારબાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી ગઈ. પાકિસ્તાને પણ બન્ને દેશ વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસ પણ બંધ કરી દીધી. જેના કારણે ઘણા લોકો અટવાઈ ગયા હતા. તેના પગલે ભારત દેશના મૂળ વતની એવા બન્ને વરરાજાઓએ તેમના સાસરામાં જ 3-4 મહિના સુધી રોકાઈ જવાનો વારો આવ્યો હતો. કારણ કે તેમને આશા હતી કે, થોડા સમય બાદ સંબંધ સામાન્ય થઈ જશે અને પછી તેમની પત્નીઓને વિઝા અપાવીને તેઓ તેમની સાથે વતન તરફ પ્રયાણ કરશે. પરંતુ બન્ને દેશોના સંબંધોમાં સુધારો નહી આવતા દુલ્હનો ભારતના વિઝા ન મળ્યા અને તેમની પત્નીઓ ત્યાં જ રોકાઈ ગઈ હતી. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે તેમની પત્નીઓને વિઝા ન મળતા વરરાજાઓ લગ્ને લગ્ને વાઢાંની જેમ પોતાના દેશ પત્ની વગર જ પાછા ફર્યા હતા.

image source

જો કે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 2 વર્ષ પછી 8 માર્ચના રોજ પાકિસ્તાનની નવવધૂઓ વાઘા બોર્ડરથી ભારત પરત ફરશે એ જોઈને પરિવારમાં આનંદનો માહોલ છે. ત્યાં વળી ત્રીજી મહિલાને એટલે કે વિક્રમસિંહની પત્નીને હજુ વિઝા મળી શક્યા નથી એટલે તે ત્યાં જ રોકાઈ જશે. પણ હા તેના એક વર્ષના પુત્ર રાજવીરને વિઝા મળી જતા તે બાળક તેની નાની મોર કંવરની સાથે પિતા વિક્રમસિંહના વતને પાછો ફરશે એવી પણ માહિતી સામે આવી રહી છે અને હાલમાં આ કિસ્સો લોકોની વચ્ચે ભારે ચર્ચાઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ