વિશ્વભરના ક્રાઇમ ઇતિહાસમાં એવા ઘણા સીરિયલ કિલર્સ નામ નોંધાયેલા છે, જેમણે સતત કરેલી હત્યાઓના કારણે લોકોમાં મનમાં ડર પેદા કરી દીધો હતો. સીરીયલ કિલર એ એક ભયાનક શબ્દ છે કે લોકો તેનું નામ સાંભળતાની સાથે જ ધ્રૂજી ઉઠે છે. વર્ષો પહેલા ભારતમાં પણ આવો જ સિરીયલ કિલર હાજર હતો, જેમણે હત્યાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હોવાનું કહેવાય છે.
આ સીરિયલ કિલરનું નામ છે ‘ઠગ બેહરામ’

આ સીરિયલ કિલરનું નામ છે ‘ઠગ બેહરામ’. બેહરામને કિંગ ઓફ ઠગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1790 અને 1840ની વચ્ચે કુખ્યાત ઠગ બેહરામથી બ્રિટિશરો પણ ડરતા હતા. કારણ કે તે લૂંટના ઇરાદે લોકોને તેનો શિકાર બનાવતો હતો અને ખૂબ જ અનોખી રીતે પીડિતોનું ગળું દબાવીને તેમની હત્યા કરતો હતો.

એવું કહેવામાં આવે છે કે એકવાર બેહરામ જે રસ્તેથી નિકળતો ત્યાં લાશોનો ઢગલો થઈ જતો હતો. તેની પાસે એક મોટી ગેંગ હતી, જે તેની સાથે વેપારી અને પ્રવાસીઓની વચ્ચે વેશ બદલીને રહેતી હતી અને મોકો મળતા જ લોકોની હત્યા કરી દેતો હતો અને ત્યારબાદ તેમનો તમામ સામાન લૂંટી લેતો હતો.
900થી વધુ લોકોની હત્યા કરી હતી

એક અંગ્રેજ જેમ્સ પેટનના કહેવા મુજબ, બેહરામે તેની આખી જિંદગીમાં 931 લોકોની હત્યા કરી હતી અને તેણે આ હત્યાની કબૂલાત આપી હતી. બેહરામ તેની સાથે એક રૂમાલ રાખતો હતો અને તે જ રૂમાલથી ગળું દબાવીને 900થી વધુ લોકોની હત્યા કરી હતી. ઠગ બેહરામ વિશે એવું કહેવામાં આવે છે કે તેનું નામ પણ તેના ગુના બદલ ગિનીસ બુકમાં નોંધાયેલું છે.

બેહરામના ડરથી દિલ્હીથી લઈને ગ્વાલિયર અને જબલપુર સુધી વ્યાપારીઓ, પર્યટકો, સૈનિકો અને તીર્થયાત્રીઓ એ રસ્તા પર ચાલવાનું બંધ કરી દીધું હતું. કારણ કે તેનો આખો કાફલો માર્ગથી પરથી રહસ્યમય રીતે ગાયબ થઈ થઈ જતો હતો. આશ્ચર્યની વાત એ છે કે પોલીસને તેમના મૃતદેહ પણ મળતા ન હતા.
બેહરામની ગેંગમાં 200 જેટલા ઠગ અને હત્યારાઓ હતા

1809ની સાલમાં કેપ્ટન સ્લીમેન નામના અંગ્રેજી અધિકારીને અદૃશ્ય થઈ રહેલા લોકોનું રહસ્ય શોધવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. પાછળથી તેની તપાસમાં તેણે ખુલાસો કર્યો હતો કે ઠગ બેહરામની ગેંગ લોકોની હત્યા કરતી હતી અને તેમની લાશ ગાયબ કરી દેતી હતી. કેપ્ટન સ્લિમનના જણાવ્યા મુજબ, બેહરામની ગેંગમાં 200 જેટલા ઠગ અને હત્યારાઓ હતા.

કેપ્ટન સ્લેઇમે ઘણા વર્ષો સુધી બેહરામની શોધ કરી અને આખરે 10 વર્ષ પછી તેમને સફળતા મળી. બેહરામની ધરપકડ કરવામાં આવી. તે સમયે તે લગભગ 75 વર્ષનો હતો. બેહરામને વર્ષ 1840માં તેના ગુના બદલ ફાંસી આપવામાં આવી હતી.