શું તમે જનધન ખાતાધારક નથી? તો જલદી કરો આ એક કામ, થશે અનેક ફાયદાઓ

Jan Dhan Khata Latest News : પ્રધાનમંત્રીએ વર્ષ 2014 માં લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ગરીબ પરિવારોને મદદ કરવા માટે જન ધન ખાતા ખોલવાની શરૂઆત કરી હતી. જન ધન ખાતા યોજના અંતર્ગત ગરીબ લોકોનું એકાઉન્ટ ઝીરો બેલેન્સમાં કોઈપણ બેન્ક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયયાકૃત બેંકોમાં ખાતું ખોલી શકાય છે. સરકાર જયારે પણ કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરવા માંગે ત્યારે તે જન ધન એકાઉન્ટમાં જ ટ્રાન્સફર કરવામાં આવે છે. એ સિવાય પણ અમુક સરકારી યોજનાનો લાભ લેવા માટે જન ધન બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના સ્કીમ

image source

જો તમારી પાસે એક સામાન્ય બેન્ક એકાઉન્ટ છે પરંતુ તમે ક્યારેય પ્રધાનમંત્રી જન ધન એકાઉન્ટ નથી ખોલાવ્યું તો અમે આપને આ આર્ટિકલમાં જણાવીશું કે તમે કઈ રીતે જુના બેન્ક એકાઉન્ટને જન ધન અકાઉન્ટમાં કન્વર્ટ કરી શકો છો.

જુના બેન્ક એકાઉન્ટને કઈ રીતે જન ધન એકાઉન્ટમાં કન્વર્ટ કરવું

image source

જો તમારી પાસે બેન્ક એકાઉન્ટ છે અને તમે તેને જન ધન એકાઉન્ટમાં બદલવા માંગો છો તો તમારે સૌથી હેલ તમારી બેંકમાં જઈને રૂપે કાર્ડ માટે એક અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમારી બેન્ક પાસેથી એક ખાતું ફેરવવા માટેનું ફોર્મ લેવાનું રહેશે જેમાં તમારે તમારી અને તમારા ખાતાની અમુક વિગતો આપવી પડશે. ત્યારબાદ તમારું જૂનું બેન્ક એકાઉન્ટ જન ધન એકાઉન્ટમાં પરિવર્તિત થઇ જશે.

જન ધન બેન્ક એકાઉન્ટના ફાયદાઓ

image source

જન ધન બેન્ક એકાઉન્ટના અનેક ફાયદાઓ છે. આ અકાઉન્ટમાં ફ્રી મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ આપવામાં વહે છે. જો તમારી પાસે જન ધન બેન્ક એકાઉન્ટ છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી વધારાના 10000 રૂપિયા સુધીની રકમ કાઢી શકો છો. પરંતુ આ સુવિધા જન ધન ખાતામાં અમુક મહિનાના રેગ્યુલર લેવડ દેવડ થયા બાદ જ મળે છે.

image source

એ ઉપરાંત જન ધન ખાતા ધારકોને 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ કવર પણ મળે છે. 30000 રૂપિયા સુધીનું લાઈફ કવર, જે લાભાર્થીની મૃત્યુ બાદ શરત પૂર્ણતાએ મળે છે. સાથે જ જન ધન એકાઉન્ટ ખોળનારને રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે જેના દ્વારા તે ખાતામાં રહેલા પૈસા કાઢી શકે છે અને શોપિંગ પણ કરી શકે છે.

image source

જો કોઈ નિયમ અનુસાર આવક ધરાવતા વ્યક્તિ પાસે જન ધન બેન્ક એકાઉન્ટ છે તો તે તેના દ્વારા પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી મહત્વપૂર્ણ આર્થિક યોજનાઓમાં પેંશન માટે પણ ખાતું ખોલાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!