આ સાસુમાં તો ખરા કહેવાય, જમાઇને ભેટમાં આપી AK-47, વિડીયો જોઇને તમારી આંખો પણ થઇ જશે પહોળી

લગ્ન દરમિયાન, લોકો વર- વધુને કોઈને કોઈ ભેટ જરૂર આપે છે. કેટલાક મહેમાનો તો ભેટ તરીકે ખૂબ ક્રિયેટીવ ભેટ પણ આપે છે. પરંતુ શું તમે ક્યારેય લગ્નમાં કોઈને ભેટ તરીકે એકે -47 આપવાનું સાંભળ્યું છે. ખરેખર, લગ્ન અથવા અન્ય સમારોહમાં હવાઈ ફાયરિંગની ઘટનાઓ તો ખૂબ જોવા મળે છે, પરંતુ ભેટ તરીકે એકે-47 એસોલ્ટ રાઇફલ આપવી એ અસામાન્ય અને ખૂબ જ વિચિત્ર માનસિકતા છે. પાકિસ્તાનમાંથી આજકાલ આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીંના લગ્નમાં વરને તેની સાસુ દ્વારા એકે -47 ભેટ આપવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ બહુ ગર્વ વાત હતી

image source

વાસ્તવમાં પાકિસ્તાનના કરાચીમાં રહેતા આદિલ અહસન નામના ટ્વિટર યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. આદિલ અહસાને ખાતાના બાયોમાં પોતાને સમા ટીવીનો પત્રકાર ગણાવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન સમારોહ દરમિયાન એક મહિલા વરરાજાના કપાળ પર ચુંબન કરે છે અને પછી તેને ભેટમાં એકે -47 આપે છે. વીડિયોમાં લોકોનો અવાજ સાંભળ્યા પછી એવુ લાગી રહ્યું હતુ કે તેના માટે આ બહુ ગર્વ વાત હતી. સમારોહમાં હાજર લોકો વારંવાર રેહાન નામના વરરાજને કેમેરામાં વારંવાર બંદૂક બતાવવા માટે કહેતા જોવા મળ્યા હતા.

વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

image source

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોને લોકો પાકિસ્તાનનો હોવાનું કહી રહ્યા છે. આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તમને જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો ઉપર કમેન્ટ કરી રહ્યા છે. મોહમ્મદ તાહિર નામના યુઝરે લખ્યું કે, પાકિસ્તાન હવે અંત તરફ છે, જ્યારે આખું વિશ્વ આગળ વધી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનીઓ પાછળ જઈ રહ્યા છે. હવે તેઓ પ્રથમ મધ્યકાલીન યુગ સુધી પહોંચી ગયા, થોડા વર્ષોમાં પાથ્થર યુગમાં પહોંચી જશે.

ભારતના આઈપીએસ ઓફિસરે પાકિસ્તાનની માનસિકતા પર ઉઠાવ્યા સવાલો

image soucre

તો બીજી તરફ આ વીડિયો સામે આવ્યા બાદ ભારતમાંથી પણ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)નાં અધિકારી અરૂણ બોથરા હંમેશાં તેના રસિક ટ્વીટ્સ માટે સોશિયલ મીડિયા પર રહે છે. આ વખતે તેમણે પાકિસ્તાનમાં યોજાયેલા એક લગ્નનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વરરાજાને લગ્નમાં ભેટ તરીકે એકે-47 એસોલ્ટ રાઇફલ મળી છે. આ જોઈને દરેક દંગ રહી જાય છે. આ વિડિઓ 24 કલાકમાં 33 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આઈપીએસ બોથરાએ આ ભેટને પાકિસ્તાનમાં જોવા મળતી આતંકવાદ અને આતંકને ટેકો આપતી માનસિકતા ગણાવી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, ‘ભેટ અને ખુશી’ અમારા પાડોશીની માનસિકતા, જેણે અમારી ચારે બાજુ ઘણો ખુનખરાબો કર્યો છે.

ઈમરાન ખાને ગયા વર્ષે અરબના સુલ્તાનને રાઈફલ ગીફ્ટ કરી હતી

image soucre

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જાન્યુઆરીમાં અરબના પ્રિન્સ ફહાદ બિન સુલતાન બિન અબ્દુલ અઝીઝને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ગોલ્ડ પ્લેટેડ ક્લેનિશ્કોવ રાઇફલ અને બુલેટ ગિફ્ટ આપી હતી. જો કે, આ રાઇફલ વિશે સ્પષ્ટ નથી થઈ શક્યું કે તે ફક્ત એક પ્રદર્શન તરીકે બનાવવામાં આવી હતી અથવા તે ચાલુ પણ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ