શરીરમાં જણાય આ લક્ષણો તો સમજી લો તમારા પેટમાં છે કીડા, આ રામબાણ ઇલાજથી કરી દો દૂર

કેટલીકવાર અચાનક જ પેટમાં દુખાવો શરૂ થઈ જાય છે. ડોકટરને મળ્યા પછી ખબર પડે છે કે પેટમાં કીડા પડ્યા છે.

આ કીડા મોટાભાગે બાળકોના પેટમાં મળી આવે છે. પેટમાં કીડા પડવા એ સામાન્ય વાત છે. પેટમાં કીડા પડવાથી તેને સંબંધિત બીમારિયો જેવી કે ભૂખ ના લાગવી, જીવનું મચલવું, ઉલટીઓ થવી અને શરીરમાં નબળાઈ લાગ્યા કરે છે.

જ્યારે આ કીડાની લાળ ફેફસા સુધી પહોંચી જાય છે તો દમા કે અસ્થમા જેવી બીમારી પણ થઈ શકે છે.

image source

બાળકો દ્વારા માટી ખાવી, દૂષિત ભોજન ખાવું, ગંદા કપડાં પહેરવા, શરીરની યોગ્ય સફાઈ ના કરવી, બહારનું દૂષિત ખાવાનું ખાવું, વધારે પ્રમાણમાં માંસ-માછલી, ગોળ, દહીં, વિનેગર વગેરેનું સેવન કરવાથી પેટમાં કીડા થઈ જાય છે.

હવે અમે આપને જણાવીશું પેટમાં કીડા હોવાના લક્ષણો અને પેટના કીડાને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો વિશે પણ જણાવીશું.

પેટમાં કીડા હોવાના લક્ષણો:

image source

-જીભ સફેદ અને આંખો લાલ થઈ જવી.

-હોઠ સફેદ, ગાલ પર ધબ્બા પડવા અને શરીરમાં સોજો આવવો વગેરે લક્ષણો જોવા મળે છે.

-ગુદાદ્વાર અને તેની આસપાસની ત્વચા પર ખંજવાળ આવવી.

image source

-મળમાં લોહીનું આવવું અને ઊલટીઓ થવી.

ઘરેલુ ઉપાયો:

-પેટને કીડાથી બચાવવા માટે સૌથી સારો ઉપાય છે.: સ્વચ્છતા. કોઈપણ વસ્તુ ખાતા પીતાં પહેલા હાથને બરાબર ધોઈ લેવા જોઈએ, ઢાંકેલું ભોજન ખાવાનો જ આગ્રહ રાખવો, રસ્તાની લારીઓ પર મળતા કાપેલા ફળોથી દૂર રહેવું જોઈએ.

-છાશમાં મીઠું અને કાળા મરચાનું ચૂર્ણ ચાર દિવસ સુધી પીવું જોઈએ.

image source

-અડધી ચમચી હળદરને તવી પર સૂકી જ શેકી લેવી. ત્યારપછી આ હળદરને રાત્રે સૂતા સમયે પાણી સાથે પી જવી.

-એક ચમચી કારેલાના રસને ગરમ પાણી સાથે ભેળવીને પીવો.

-અજમાના સત્વના ચાર પાંચ ટીપા પાણીમાં નાખીને તેનું સેવન કરવું.

image source

-બે ચમચી દાડમનો જ્યુસ રોજ પીવાથી પેટના કીડા મરી જાય છે.

-બાળકોને અડધી ચમચી ડુંગળીનો રસ બે ત્રણ દિવસ સુધી આપવાથી લાભ થાય છે.

-દહીંમાં મધ ભેળવીને ત્રણ ચાર દિવસ સુધી સવાર સાંજ ખાવાથી પેટના કીડા મરી જાય છે.

image source

-લસણની ચટણી બનાવીને તેમાં થોડું સિંધવ મીઠું નાખીને સવાર સાંજ ખાવાથી આરામ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ