International Women’s Day 2020: વાંચો તમે પણ શોભા દીદી વિશે, જે દર વર્ષે હજારો લોકોના પરિવારને એક કરીને બચાવે છે તૂટતા

International Women’s Day 2020 (આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2020):- આ દીદી પરિવારોને જોડે છે, દર વર્ષે હજારો પરિવારોને તૂટતાં બચાવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: શોભા સક્સેના પર પરામર્શ અને મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલતી ફોન સેવાની જવાબદારી છે. આ સેવા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આવતા ફોન પર મહિલાઓને મદદ કરવામાં આવે છે.

મધ્યપ્રદેશમાં ખાખી વર્દીનો એક ચહેરો કે એક નામ શોભા દીદી પણ છે. આ ચહેરો એટલે જ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે, તેમને કારણે જ દર વર્ષે 1200 થી વધુ પરિવારો તૂટવાથી બચે છે. એમનું કાર્ય જ એવું છે કે, જેના કારણે તેઓ વર્ષોથી એક જ સ્થળે કાર્યરત રહ્યા છે. ઘણી વખત તેના ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના જેવું વ્યક્તિત્વ હજુ સુધી આ વિભાગમાં મળ્યું જ નથી. શોભા દીદી પરિવારને જોડવાનું આ ઉમદા કાર્ય એક કે બે વર્ષથી નહીં પણ, ત્રણ દાયકાઓથી કરી રહ્યા છે. પોતાના પરિવારની જવાબદારી સાથે તેમણે ભોપાલના ઘણા તૂટેલા પરિવારોની જવાબદારી પણ ખૂબ ઉમદા રીતે નિભાવી છે.

image source

અહીં આપણે વાત કરી રહ્યા છીએ. ભોપાલના મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી સહાયક સબ ઇન્સ્પેકટર એવા શોભા સક્સેના ની. આખા પોલીસ વિભાગમાં તેમની એક અલગ જ ઓળખ છે. તેમની લગભગ 36 વર્ષની સેવા દરમ્યાન, પોતાના પદની જવાબદારીની સાથે સાથે, તેમણે ભોપાલ મહિલા પોલીસ સ્ટેશનમાં અધિકારી તરીકે રહીને મહિલા કુટુંબ પરામર્શ કેન્દ્ર સફળતાપૂર્વક ચલાવવામાં વિશેષ સહયોગ આપ્યો હતો. તેમને પોલીસ સ્ટેશન આવતા લોકો શોભા દીદીના નામથી ઓળખે છે. વર્તમાનમાં શોભા દીદી મહિલા પરિવાર પરામર્શ કેન્દ્રના પ્રભારી છે. તેમના પર પરામર્શ કેન્દ્રની સાથે મહિલાઓની મદદ માટે શરૂ કરવામાં આવેલી ફોન સેવા માટેની જવાબદારી પણ છે.

દર વર્ષે 1200 તૂટેલા પરિવારો જોડે છે.

image source

દર વર્ષે ભોપાલ મહિલા પોલીસ મથકે આવા 1200 થી વધુ કેસ પહોંચતા હતા, જેમાં પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોને લઈને વિવાદની સ્થિતિ સર્જાય છે. આ વિવાદ ઘણીવાર એટલો વધી જાય છે કે સંબંધ તૂટવાની આરે પહોંચી જાય છે અને ઘણી વખત તેમના બાળકો પતિ-પત્નીની લડાઈ વચ્ચે ફસાઈ રહે છે. આ તૂટેલા પરિવારોને શોભા દીદીનો સહારો છે. ત્રણ દાયકામાં, આવા સેંકડો સંબંધો કે જે ભંગાણની આરે પહોંચ્યા હતા, પરંતુ શોભા દીદી આ સંબંધોને સંચાલિત કરવામાં સફળ રહ્યા. દીદીની સમજાવટની રીત અને સલાહકારની વાતચીતને લીધે તે પરિવારોને હિંમત મળી અને પછી ફરીથી એમનું જીવન પાટા પર પાછું ચઢ્યું.. પણ છેલ્લાં 36 વર્ષોથી, કૌટુંબિક પરામર્શ કેન્દ્રની ધરી બની ચૂકેલી શોભાની ઘણી વખત બદલી પણ થઈ છે. પરંતુ શોભાને પરામર્શ કેન્દ્રથી કોઈ પ્રસ્થાન મળ્યું નહિ. તેમની પાસે તેનો બીજો કોઈ વિકલ્પ નહોતો.

દીદીનો ફોન આવ્યા પછી કોઈ આવવાની ના પાડતું નથી

image source

મહિલા પરામર્શ કેન્દ્રની સલાહકાર કલ્પના વિજયે જણાવ્યું હતું કે કાઉન્સેલિંગ દરમિયાન મહિલાઓ તો તુરંત પહોંચી જાય છે, પરંતુ ઘણી વખત તેમના પતિ, સાસુ, સસરા, નણંદ, જેઠ અન્ય સભ્યો સાથે આવતા નથી, પરંતુ જ્યારે શોભા દીદી પોતાના મોબાઈલ ફોનથી તેમને ફોન કરે છે ત્યારે, કોઈ આવવાની ના પાડવાની હિંમત કરી શકતું નથી. તેમણે એ પણ કહ્યું કે શોભાની કડકતા અને તેમની સતત દેખરેખને લીધે કાઉન્સલિંગ સેન્ટર યોગ્ય રીતે ચાલી રહ્યું છે. કાઉન્સેલિંગ પહેલાં અને પછી ઘણાં કાગળો પર પ્રક્રિયા થાય છે, જે ફક્ત શોભા જ પૂર્ણ કરે છે. શોભા જ ફક્ત કાઉન્સેલિંગ માટે આવતા પરિવારના બધા સભ્યોને જ બોલાવવાનું કાર્ય કરે છે. લાંબા સમયથી પરામર્શનું કાર્ય કરતા હોવાને કારણે દરેક તેને ભોપાલમાં જાણે છે.

પરામર્શ કેન્દ્રમાં રાહત મળે છે.

image source

ભોપાલ ઓલ્ડ સિટીના ટિલાજમાલપુરાથી આવેલી મહિલાએ જણાવ્યું હતું કે, છ મહિના પહેલા જ તેના લગ્ન થયાં હતાં. તેણે આરોપ લગાવ્યો કે લગ્નના થોડા મહિનાઓ સુધી બધુ સારું ચાલ્યું. પરંતુ આ પછી તેના પતિ એ તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. તેને ખર્ચ માટે પણ પૈસા આપતો નોહતો. આ સાથે, તેને ઘરે રાખવાને બદલે, તે બેઘર થઈ ગયો છે. શોભા સક્સેનાએ પતિ અને પત્ની બંનેને કાઉન્સલિંગ માટે બોલાવ્યા. બંને સાથે એક કલાક સુધી વાત કરી. આ વાતચીતમાં બંનેની સમસ્યાઓને સાંભળવામાં આવી. આ પછી તેમના માતા-પિતાને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. બધી બાજુની વાતચીત સાંભળ્યા પછી બંને પક્ષોએ એકબીજાના દોષ માન્યા. આ પછી બંને પરિવારો વચ્ચે પરસ્પર સમજૂતી થઈ હતી. કેટલીક બાબતો પર પરસ્પર સમજૂતી થઈ હતી અને આ કુટુંબ ફરીથી ખુશહાલ સાથે રહેવા લાગ્યું હતું.

પરામર્શ સાથે સાથે ફોન સેવાની પણ જવાબદારી

image source

શોભા સક્સેના પર પરામર્શ ની સાથે સાથે, મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલતી ફોન સેવાની જવાબદારી પણ છે. આ સેવા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આવતા ફોન પર મહિલાઓને મદદ કરવામાં આવે છે. તેઓને ફોન પર સલાહ કે કાઉન્સેલિંગ આપવામાં આવે છે અને ઘણી વાર પોલીસ જાતે જ તેમના ઘરે જાય છે અને તેમને મળે છે. આ ફોન સેવા પણ શોભા સક્સેના દ્વારા જ ચલાવવામાં આવી રહી છે. શોભા સક્સેનાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આવતી ફરિયાદોને કાઉન્સેલિંગ સેન્ટરને કાઉન્સલિંગ માટે મોકલવામાં આવે છે. આ ફરિયાદોનો અભ્યાસ કર્યા પછી, બંને પક્ષોને પરામર્શ માટે બોલાવવામાં આવે છે. કાઉન્સલિંગ ત્રણ વખત કરવામાં આવે છે. મોટાભાગના કેસોમાં, કાઉન્સિલિંગ દ્વારા કેસોનું સમાધાન કરવામાં આવે છે. જો વારંવાર પરામર્શ કર્યા પછી પણ મામલો ઉકેલાતો નથી, તો ઘણીવાર એક ટકા કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર પણ નોંધાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ