પહેલી જ વખતમાં આઈબીપીએસની પરીક્ષા પાસ કરીને આ દીકરીએ પિતાને આપી સાચી શ્રદ્ધાંજલિ, કહાની રડાવી દેશે

હાલમાં એક એવી કહાની વાયરલ થઈ રહી છે કે જે તમને પણ પ્રોત્સાહન આપશે અને દેશની દીકરીઓ પર ગર્વ થશે. તો આવો જાણીએ આ દીકરીના વાત. બિશુનપુર રોડ પર શાસ્ત્રી નગરના રહેવાસી સ્વ. શૈલેન્દ્ર લાલ અને શશી સિન્હાની પુત્રી સાક્ષી શ્રીવાસ્તવની કેનેરા બેંકમાં પી.ઓ.નાં પદ માટે પસંદગી કરવામાં આવી છે. સાક્ષીએ તેના પિતાની સળગતી ચિતાને છોડી અને આઈબીપીએસની પરીક્ષા આપવા ગઈ હતી. સાક્ષીને આ સફળતા પ્રથમ વખતમાં જ સાક્ષીને આ પરીક્ષામાં સફળતાં મળી હોવાનું જાણવાં મળી રહ્યું રહ્યું છે.

image socure

વાત કરીએ સાક્ષીનાં અભ્યાસ અંગે તો તેને પ્રારંભિક શિક્ષણની શરૂઆત સંત વિનોબા સ્કૂલમાંથી કરી હતી. આ બાદ તેણે આગળ આભ્યાસ માટે ડી.એ.વી.માં ધોરણ 12નાં અભ્યાસ માટે પ્રવેશ લીધો હતો. આ પછી રાંચીની સેન્ટ ઝેવિયર કોલેજમાં મેથ્સ ઓનર્સમાં તેણે એડમિશન લીધું હોવાનું જાણવાં મળી રહ્યું છે.

image socure

મળતી માહિતી મુજબ આ અગાઉ સાક્ષીની મોટી બહેન સ્નેહા શ્રીવાસ્તવની વર્ષ 2015માં બેંક ઑફ બરોડામાં પીઓ તરીકે પસંદગી કરવામાં આવી હતી. સાક્ષીનાં પરિવાર વિશે વાત કરવામાં આવે તો સ્વ શૈલેન્દ્ર લાલ અને શશી સિન્હાને ત્રણ દીકરીઓ જ છે. તેમનાં પરિવાર માટે ખુશીની વાત એ છે કે તેમની ત્રણ દીકરીઓએ સાબિત કર્યું કે દીકરીઓ માતાપિતા અને સમાજ પર કોઈ બોજ નથી હોતી. જો માતાપિતા તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે તો દીકરીઓમાં આજે કંઇ પણ કરવાની હિંમત છે.

image socure

આ સાથે જાણવાં મળી રહ્યું છે કે 27 ફેબ્રુઆરીએ સાક્ષીની સૌથી નાની બહેન સમૃદ્ધિ શ્રીવાસ્તવે પિતાને અગ્નિદાહ આપીને એક દીકરા જેવી ફરજ બજાવી હતી અને સમાજ માટે એક નવો દાખલો બેસાડ્યો હતો. પિતાની ચિતાની અગ્નિ પણ હજી ઠંડી નહોતી થઈ અને ત્યારે સાક્ષી પિતાના સપનાને પૂરા કરવા માટે આઈબીપીએસની પરીક્ષાની તૈયારી શરૂ દીધી હતી. હાલમાં તેની કેનેરા બેંકમાં પી.ઓ.ની પોસ્ટ માટે પસંદગી પણ થઈ ચૂકી છે.

image socure

એક તરફ સાક્ષીની સફળતાથી તેના માતાના ચહેરા પર ફરી ખુશી જોવા મળી રહી છે. પિતાનાં અવસાન બાદ શોકમાં ડૂબેલા પરિવારમાં સાક્ષીની આ સફળતા બાદ હવે ખુશીનું વાતાવરણ છે. આ બાબતે તેની માતા શશી સિંહાએ કહ્યું કે તેમને તેમની ત્રણ પુત્રીઓ પર ગર્વ છે. આગળ વાત કરતાં તેમણે કહ્યું કે દીકરીઓને તેમને ક્યારેય એવું અનુભવવા નથી દીધું કે તેઑ દીકરી હોવાને કારણે કઈ પણ કરવા અસમર્થ છે. સાક્ષીએ તેની સફળતાનો શ્રેય તેનાં માતા-પિતાને આપ્યો છે અને પિતાને શ્રદ્ધાંજલિ તરીકે અર્પણ તેની આ સફળતાને અર્પણ કરી છે. જાણવાં મળી રહ્યું છે કે સાક્ષીના પિતા શૈલેન્દ્ર લાલ જેજે કોલેજમાં નોકરી કરતા હતાં અને તેમનું 27 ફેબ્રુઆરીએ નિધન થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!