હ્યુન્ડાઇની કારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, જે જાણીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

હ્યુન્ડાઇની એક કારે હાઇડ્રોજન સાથે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હાઇડ્રોજન સાથે આ કારે 900 કિલોમીટરનું અંતર કાપી બતાવ્યું હતું. હ્યુન્ડાઇ ઓસ્ટ્રેલિયાની ટીમે રેલી ડ્રાઇવર બ્રેન્ડન રીવસ દ્વારા આ રેકોર્ડ બનાવાયો.હતો. સિંગલ ટેન્ક હાઇડ્રોજન વાળી જે કારે આ રેકોર્ડ બનાવ્યો છે તેનું નામ હ્યુન્ડાઇ નેકસો છે.

image source

નોંધનીય છે કે હ્યુન્ડાઇ નેકસોને ઝીરો ઇમિશન વહિકલનું બહુમાન પણ મળેલ છે. હ્યુન્ડાઇ નેકસોએ હાઇડ્રોજન સાથે મેલબોર્ન થી બ્રોકેન હિલ સુધીનું 900 કિલોમીટરનું અંતર કાપીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ કારે ઉપરોક્ત બન્ને શહેરો વચ્ચેનું ચોક્કસ રીતે 887.5 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

image source

આ પહેલા હાઇડ્રોજન સાથે સૌથી લાંબી યાત્રાનો રેકોર્ડ 778 કિલોમીટરનો હતો જે Bertrand Piccard એ સ્થાપિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે Bertrand Piccard ફ્રાન્સની ઍરોનોટ અને સોલર ઇમપલ્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. ખાસ વાત એ પણ છે કે Bertrand Piccard એ એ રેકોર્ડ પણ હ્યુન્ડાઇ નેકસો કાર સાથે જ બનાવ્યો હતો. પરંતુ હવે બનેલા આ નવો કીર્તિમાન તેનાથી આગળ નીકળી ગયો. ઓસ્ટ્રેલિયામાં હાઇડ્રોજન વડે ચાલતી હ્યુન્ડાઇ નેકસો એકમાત્ર કાર છે.

image source

હ્યુન્ડાઇ નેકસો સત્તાવાર રીતે એક વખત ફૂલ ચાર્જ કરવા પર 660 કિલોમીટરનું અંતર કાપી શકે છે. કંપનીના દાવા મુજબ આ કાર માત્ર 3 થી 5 મિનિટમાં જ રિચાર્જ થઈ જાય છે. બ્રેન્ડન રીવસ નો ઉપરોક્ત નવો રેકોર્ડ ટ્રીપ કોમ્પ્યુટર દ્વારા પણ રેકોર્ડ કરાયો છે જેના મુજબ આ કાર વધુ અંતર પણ કાપી શકે છે.

image source

આ આખી યાત્રા નોન સ્ટોપ 13 કલાક અને 6 મિનિટની હતી અને આ દરમિયાન કારની સરેરાશ સ્પીડ 66.9 કિલોમીટર પ્રતી કલાકની રહી હતી. સત્તાવાર આંકડાઓ મુજબ 686 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ફ્યુલ ઓછું થયાનો મેસેજ મળ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે હ્યુન્ડાઇ મોટર કંપની (Hyundai Motor Company) એક દક્ષિણ કોરિયાઈ બહુરાષ્ટ્રીય મોટર વાહન નિર્માતા કંપની છે જેનું હેડક્વાર્ટર દક્ષિણ કોરિયાના સિયોલમાં આવેલું છે. કંપનીની સ્થાપના 1967 માં કરવામાં આવી હતી અને તેની 32.8 ટકા માલિકી ધરાવતી સહાયક કંપની કિયા મોટર્સ અને 100 ટકા માલિકી ધરાવતી સહાયક કંપની જેનેસીસ મોટર્સ મળીને હ્યુન્ડાઇ મોટર્સ બનાવવામાં આવી હતી. હ્યુન્ડાઇ મોટર્સ એ વિશ્વની ત્રીજી સૌથી મોટી મોટર વાહન નિર્માતા કંપની છે.

image source

હ્યુન્ડાઇ દક્ષિણ કોરિયામાં આવેલા ઉલસાનમાં વિશ્વનું સૌથી મોટું એકીકૃત મોટર વાહન કારખાનું સંચાલન કરે છે. આ કારખાનાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.6 લાખ ઈકાઈ છે. કંપનીમાં વિશ્વભરના અંદાજે 75,000 લોકો રોજગાર મેળવે છે. હ્યુન્ડાઇ પોતાના વાહનોનું 193 દેશોમાં આવેલા 5000 જેટલા ડિલરશીપ અને શોરૂમ દ્વારા વેંચાણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!