23 કલાક હૃતિક રોશન બેસી રહ્યો ખાધા વગર, જેની પાછળનુ આ કારણ છે જોરદાર

દેશની સામાન્ય જનતાની જેમ જ બોલીવુડ સ્ટાર્સ પણ આ લોકડાઉનનું પૂરી રીતે પાલન કરી રહ્યા છે. આ બોલીવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોતાના ફેંસ સાથે સંપર્કમાં રહે છે અને પોતાના વિડિયોઝ અને ફોટોઝને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને પોતાના વિષે ફેંસને જાણકારી આપતા રહે છે. આવામાં અભિનેતા હૃતિક રોશનએ જણાવ્યું છે કે, તેમણે ૨૩ કલાક સુધી કઈપણ ખાધા પીધા વગર રહ્યા છે. અભિનેતા હૃતિક રોશનએ આની પાછળનું ખાસ કારણ પણ જણાવ્યું છે. ચાલો જાણીએ હૃતિક રોશનના ૨૩ કલાક ઉપવાસ કરવા પાછળનું ખાસ કારણ શું છે.

image source

લોકડાઉનમાં પણ હૃતિક રોશન પોતાની ફિટનેસનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે. પોતાને ફીટ રાખવા માટે તેઓ કેટલાક પ્રકારના ઉપાયો પણ અપનાવી રહ્યા છે. શુક્રવારના રોજ હૃતિક રોશનએ એક ખાસ પ્રકારની પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા હૃતિકએ જણાવ્યું છે કે, તેઓ ૨૩ કલાકના ઉપવાસ પર છે. હૃતિક રોશનએ પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક સેલ્ફી પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

આ સેલ્ફીની સાથે તેમણે જણાવ્યું છે કે, તેઓ ઉપવાસ પર છે. તેમણે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ’૨૩ કલાકના ઉપવાસ. #healthyliving #resilience #disciplineequalsfreedom.’ તેમણે સેલ્ફીની સાથે એક એપનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જે હૃતિક રોશનની ફિટનેસ પણ નજર રાખે છે. હૃતિક રોશનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પણ ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.

image source

હૃતિક રોશનના ફેંસ અને સોશિયલ મીડિયા યુઝર્સ તેમની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આના સિવાય હૃતિક રોશનએ હાલમાં જ મુંબઈ પોલીસની મદદ કરવાના લીધે ચર્ચામાં રહ્યા હતા. આ વાતની જાણકારી પોતે મુંબઈ પોલીસએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કોરોના વાયરસ સંક્રમણનો માર સહન કરી રહેલ લોકોની મદદ કરવા માટે મુંબઈ પોલીસએ હૃતિક રોશનની સોશિયલ મીડિયા પર પ્રશંસા પણ કરી.

મુંબઈ પોલીસએ હૃતિક રોશન માટે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘મુંબઈ પોલીસના ઓનડ્યુટી અધિકારીઓ માટે હેન્ડ સેનેટાઈઝર્સ મોકલવા માટે હૃતિક રોશન આપનો ધન્યવાદ. અમારા ફ્રંટલાઈન વોરીયર્સની સુરક્ષા માટે આપના દ્વારા આપવામાં આવેલ યોગદાન માટે અમે આપના આભારી છીએ.’

image source

મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટનો જવાબ આપતા હૃતિક રોશનએ પણ એક ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં હૃતિક રોશન લખે છે કે, ‘અમારા પોલીસ બળનો આભાર, જેમણે અમારી સુરક્ષાના પોતાના હાથમાં લઈ લીધી છે. જેથી અમે સુરક્ષિત રહીએ. અમારી સુરક્ષા માટે મેદાનમાં જોડાયેલ બધા કોરોના યોદ્ધાઓને મારો પ્રેમ અને સલામ.’

Source : અમર ઉજાલા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ