પાટણમાં બન્યો રમુજી બનાવ, લગ્નમાં ઘોડી એવી ભડકી કે લગ્ન કરવા જતા વરરાજાને લઈને જ ભાગી, પછી થયું આવું

લગ્ન જીવનમાં એકવાર થતાં હોય છે. માટે તેને યાદગાર બનાવવા માટે લોકો નવા નવા નુસકા અજમાવતા જોવા મળે છે. કેમ કે બધાને ઈચ્છા હોય કે લગ્નમાં શું સારુ થઈ શકે, એમાં પણ હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે અને રાજ્યભરમાં ઠેરઠેર લગ્ન પ્રસંગો ઊજવાઈ રહ્યા છે. જો કે બદાના લગ્નમાં કંઈક કંઈક તો રમુજી ઘટના બનતી જ હોય છે અને એવી જ કંઈક ઘટના બની છે પાટણ જિલ્લાના રોડા ગામે. ત્યાં એક જોરદાર બનાવ બન્યો હતો, જેમાં ભડકેલી ઘોડી વરઘોડામાં ઘોડી પર સવાર થયેલા વરરાજાને લઈને ફરાર થઈ ગઈ હતી.

image soucre

હાલમાં સોશિયલ મીડિયામાં તમે જ્યાં જુઓ ત્યાં બસ આ જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો હસી રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. કઈ રીતે સમગ્ર ઘટના બની એના વિશે જો વાત કરવામાં આવે તો પાટણના રોડા ગામમાં વરરાજા ઘોડા ઉપર ચડીને નચાવી રહ્યા હતા. એ દરમિયાન વરઘોડામાં અચાનક ઘોડો કાબૂ બહાર થઈ વરરાજાને લઇને ભાગી ગયો હતો. હાલમાં ત્યાં જે પણ કંઈ ઘટના બની છે એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

image soucre

આપણે આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે કે ઘોડી વરરાજાને લઈને ભાગી રહી છે અને તેની પાછળ લોકો દોડી રહ્યા છે. તો આખી વાત અને ઘટના કંઈક એમ હતી કે રોડા ગામમાં એક દેવીપૂજક સમાજના યુવકના લગ્ન રોડા ખાતે યોજાઈ રહ્યા હતા. ત્યારે લગ્નના વરઘોડામાં આ બનાવ બન્યો હોવાનું જોવા મળ્યું છે.

જ્યારે ઘોડી વરરાજાને લઈ ભાગી રહી હતી ત્યારે એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને લોકોએ આખો દિવસ આ જ ચર્ચા કરી હતી. જો કે અમુક તો સૂતા સમયે પણ આ ઘટના યાદ કરીને મજ્જા લેશે. પણ આ ઘટના એટલી પણ મજાકમાં લીધા જેવી નથી, વાત કરવામાં આવે તો હારીજ તાલુકાના રોડા ગામમાં લગ્ન પ્રસંગમાં વરઘોડામાં વરરાજાને ઘોડા પર બેસાડી ઉત્સાહના અતિરેકમાં ઘોડાને ખાટલા પર બળજબરીથી વધુ નચાવતા ભડક્યો હતો.

આ સાથે જ માહિતી મળી રહી છે કે ઘોડીને પકડવા માટે માલિક તેની પાછળ પણ દોડ્યા હતા. પરંતુ ઘોડી હાથમાં ન આવી વરરાજાને અડધો કી.મી દૂર લઇ જઈને પટકતા સામાન્ય ઈજાઓ થઇ હતી. સમગ્ર ઘટનાનો હાસ્યાપદ વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થતાં જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. રોડા ગામે દેવીપૂજક સમાજનાં 32 વર્ષીય યુવક સ્વરુપ નાનજીના લગ્ન લેવાયા હતા. લગ્નનો ઉત્સાહ વધારવા જાન જોડવાના એક દિવસ પૂર્વે શુક્રવારે બપોરના સમયે ગામમા ડી.જે.સાથે વરઘોડો કાઢ્યો હતો.

જો ઓન ધ સ્પોટ ઘટનાની વાત કરીએ તો માહિતી મળી રહી છે કે મહાકાળી માતાજીના મંદિર ચોકમાં પહોંચતા વીરા વિરાલ તારી ઉંમર છે થોડી, નાની ઉમરે ચડવું છે ઘોડી. ગીત પર ડીજેના તાલે આનંદ ઉત્સાહમાં જાનૈયાઓ ખુશીમાં નાચી રહ્યા હતા.

ત્યારે ઘોડી માલિકે ડી.જે.ના તાલે ઘોડીને નચાવી સૌના ઉત્સાહમાં વધારો કર્યો હતો. પરંતુ ત્યારબાદ ઉત્સાહનો અતિરેકમાં ઘોડાને ખાટલા પર ચડાવી વધુ નચાવવા કરતબો કરવાની કોશિશ કરતાં ઘોડી અચાનક ભડકી હતી. ત્યારે કંઈક આ રીતે ઘોડી ભાગી હતી અને વરરાજાને પણ લેતી ગઈ હતી. જેથી લોકો માટે આ વધારે મનોરંજન પુરુ પડ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ