આ હોટલની અંદર જતા જ લોકો એક દેશમાંથી પહોંચી જાય છે બીજા દેશમાં, આ હોટલ વિશે વધુમાં વાંચીને તમને પણ થઇ જશે ત્યાં જવાની ઇચ્છા

વિશ્વભરમાં ઘણી હોટલો છે જે તેમના વિશિષ્ટ કારણોસર અને સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. એવી ઘણી હોટેલો છે જેમા તમને કોઈ વિશિષ્ઠ વસ્તુઓ જોવ મળશે, કોઈ હોટલો પાણીની વચ્ચે આવેલી છે તો કોઈ હોટલમાં તમારે બોલીને નહિ પરંતુ ઈશારો કરીને ઓર્ડર આપવાનો હોય છે.

image source

ઘણી હોટલો તેના ફર્નિચર માટે પણ જાણીતી છે. આ હોટલોની બનાવટ પણ ખૂબ વૈભવી હોય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ એવી હોટલ વિશે સાંભળ્યું છે જ્યાં લોકો પલંગ પર પડખું ફરતા જ લોકો એક દેશથી બીજા દેશમાં ચાલ્યા જાય. હા, આ કોઈ મજાક નથી પણ એક સંપૂર્ણ વાસ્તવિકતા છે. આ હોટલનું નામ અર્બેસ હોટલ છે. તો ચાલો આ હોટલની ખાસિયતો વિશે જાણીએ.

આ હોટલ બન્ને દેશોમાં આવે છે

image source

આ હોટલને અર્બેજ ફ્રાંકો-સુઈસે હોટલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની સરહદ પર લા ક્યોર વિસ્તારમાં સ્થિત છે. આ હોટલ બંન્ને દેશોમાં આવે છે, માટે આ હોટલના બે-બે સરનામા છે.

image source

આ હોટલની ખાસિયત એ છે કે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની સરહદ આ હોટલની વચ્ચો-વચથી પસાર થાય છે. આ હોટલના અંદર જતા જ લોકો એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી જાય છે. આ હોટલ બન્ને દેશોમાં આવે છે. જેથી આ હોટલને બે-બે એડ્રેસ આપવામાં આવે છે.

આ હોટલમાં દરેક રૂમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

image source

આ હોટલની ખાસિયત એ છે કે ફ્રાંસ અને સ્વિટ્ઝરલેન્ડની સીમા આ હોટલની વચ્ચો-વચ્ચથી પસાર થાય છે. આ હોટલની અંદર જતા જ લોકો એક દેશથી બીજા દેશમાં પહોંચી જાય છે. અર્બેઝ હોટલનું વિભાજન બન્ને દેશોની સીમાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ હોટલનું બાર સ્વિટ્ઝરલેન્ડમાં છે તો બાથરૂમ ફ્રાંસમાં છે. આ હોટલમાં દરેક રૂમને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

પહેલા અહીં એક કરિયાણાની દુકાન હતી

image source

આ હોટલમાં તમામ રૂમોને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. રૂમોમાં ડબલ બેડ કંઈક એ રીતે સજાવવામાં આવ્યા છે કે આ અડધા ફ્રાન્સમાં તો અડધા સ્વિટ્ઝરલેન્ડમાં છે. સાથે જ રૂમોમાં તકીયા પણ બંન્ને દેશોના હિસાબેથી અલગ-અલગ લગાવવામાં આવ્યા છે. આ હોટલ જે જગ્યાએ બનેલી છે, તે વર્ષ 1862માં અસ્તિત્વમાં આવી હતી. પહેલા અહીં એક કરિયાણાની દુકાન હતી. બાદમાં વર્ષ 1921માં જૂલ્સ-જીન અર્બેજે નામના શખ્શે આ જગ્યાને ખરીદી લીધી અને અહીં હોટલ બનાવી દીધી. હવે આ હોટલ ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ બંન્ને દેશોની ઓળખ બની ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ