આ 5 અભિનેતા પોતાના સમયમાં જીવતા હતા રાજા જેવું જીવન, અને ઘરડા થયા એટલે સાવ આવી થઇ ગઇ હાલત

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગત એક એવુ વિશ્વ છે કે, જેની ચમક-ધમક જોઇને લાખો લોકો અહી પોતાનુ ભાગ્ય અજમાવવા માટે અહી આવે છે પરંતુ, તેમાથી અમુક જ એવા લોકો હોય છે કે, જે આ સિનેમાજગતમા પોતાની એક વિશેષ છાપ છોડી જાય છે. આજે આપણે આ લેખમા પહેલા ના સમયના અમુક એવા દિગ્ગજ કલાકારો વિશે માહિતી મેળવીશુ કે, જેમનુ જીવન કોઈ રાજાથી કમ નહોતુ.

દેવ આનંદ :

image source

આ દિગ્ગજ કલાકાર પોતાના સમય નો સૌથી મોટો સુપરસ્ટાર હતો. આ કલાકાર તેમની યુવાવસ્થા દરમિયાન એટલા હેન્ડસમ હતા કે તેમને બ્લેક સૂટ પહેરવા પર પ્રતિબંધ મુકાવ્યો હતો. યુવાવસ્થામા રાજા જેવુ જીવન જીવનારા આ કલાકારને વૃદ્ધાવસ્થામા હાલત ભારે ખરાબ થઈ ગઈ હતી. છેલ્લા દિવસોમા તો તેમને ઓળખવા પણ મુશ્કેલ હતા. વર્ષ ૨૦૧૧ મા ૮૮ વર્ષની ઉંમરે આ કલાકારે આ વિશ્વ ને અલવિદા કહ્યુ .

શ્રી પ્રાણ :

image source

આ દિગ્ગજ કલાકાર એક સફળ બોલિવૂડ અભિનેતા હતા. જેમણે વર્ષ ૧૯૪૦ થી ૧૯૪૭ દરમિયાન ફિલ્મોમા હીરો તરીકે કામ કર્યું હતુ પરંતુ, તે પછી તેમણે મોટેભાગે ફિલ્મોમા વિલન નુ જ પાત્ર ભજવ્યુ હતુ. બોલિવૂડ ફિલ્મજગત ની અનેકવિધ શ્રેષ્ઠ ફિલ્મોમા કામ કરનાર આ દિગ્ગજ કલાકાર ને છેલ્લા દિવસોમા ઓળખવુ પણ મુશ્કેલ સાબિત થઇ ગયુ હતું. ૩૫૦ થી પણ વધુ ફિલ્મો મા કામ કરનાર પ્રાણ સાહેબે ૯૩ વર્ષ ની વયે ૧૨ જુલાઈ, ૨૦૧૩ ના રોજ આ જગત ને અલવિદા કહ્યુ હતુ.

શશી કપૂર :

image source

બોલિવૂડ ફિલ્મજગતમા કપૂર પરિવાર માથી આ દિગ્ગજ કલાકાર એક મહાન અભિનેતા બની ચુક્યો છે. તેણે બોલિવૂડ ફિલ્મજગતની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમા મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યુ હતુ. તેમના જીવનમા તેમને પદમ ભૂષણ અને દાદા સાહેબ ફાલકે એવોર્ડ પણ મળ્યો હતો. છેલ્લા દિવસોમા આ કલાકારની હાલત પણ ઘણી કથળી હતી. આ કલાકાર ૮૧ વર્ષની ઉંમરે ૪ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ મૃત્યુ પામ્યા હતા.

વિનોદ ખન્ના :

image source

આ કલાકાર બોલિવૂડ ફિલ્મજગતમા પોતાના સમયના સૌથી મોટા સુપરસ્ટાર હતા. તેમણે બોલિવૂડ ફિલ્મજગતની ઘણી સુપરહિટ ફિલ્મોમા મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું હતું. આ કલાકારે તેમના જીવનના છેલ્લા તબક્કામા રાજકારણમા સક્રિય ભાગ લીધો હતો પરંતુ, તેના છેલ્લા સમયમા તેમની હાલત પણ વધુ કથળી હતી. ૨૭ એપ્રિલ, ૨૦૧૭ ના રોજ ૭૦ વર્ષની વયે આ દુનિયા થી વિદાય લઇ લીધી હતી.

રાજેશ ખન્ના :

image source

રાજેશ ખન્ના બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પહેલા અભિનેતા હતા જેમણે સુપરસ્ટાર ટેગ મેળવ્યો હતો. તેની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી હતી. ઘણી ઉત્તમ ફિલ્મોમાં કામ કરનાર રાજેશ ખન્ના ની હાલત તેના છેલ્લા દિવસો મા ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. 18 જુલાઈ, 2012 ના રોજ, 69 વર્ષની ઉંમરે, રાજેશ ખન્નાએ આ વિશ્વ ને અલવિદા કહી દીધું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ