હેલિકોપ્ટર પર વરરાજા પહોંચ્યા લગ્ન મંડપમાં, અનોખો વરઘોડો જોવા ઉંમટ્યું આખું ગામ…

લગ્ન સમારોહની તૈયારીઓ લોકો મહિનાઓથી કરતાં હોય છે. જેમાં ભોજન સમારોહ, ડેકોરેશન, કપડાં અને બેંડબાજા, સંગીત, મહેંદી અને કોંકોતરી પાછળ કેટલાંય આયોજન કરે છે. દુલ્હન – દુલ્હાને ચોરીમાં પહોંચાડવાની એન્ટ્રી અને વરમાળા માટેનું અનોખું સ્ટેજ બનાવવાના કેટલાય આઈડિયા કરે છે. પરંતુ કોઈ વરઘોડામાં ઘોડી પર બેસીને આવવાને બદલે આકાશમાંથી ઊડીને આવે તો ચોક્કસ નવાઈ લાગે. આવી જ કંઈક હટકે જાન નીકળી હતી એક ખેડૂત પુત્રની, જે હેલિકોપ્ટરમાં બેસીને પરણવા નીકળ્યા હતા.

છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં આવેલ ઘોરપુરા ગામમાં થોડા સમય પહેલાં એક અનોખાં લગ્ન થયાં.  એક ખેડૂત પુત્રએ વરરાજાના વસ્ત્રો પહેરી હેલિકોપ્ટર પર લગ્ન કરવા પહોંચ્યા હતા. આ સમાચાર ગ્રામવાસીઓએ જાણ્યા ત્યારે એને જોવા મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી ગયા હતા.

આ શુભવિવાહ પ્રસંગે વરરાજા અને કુટુંબીજનો ખૂબ જ ખુશ થયાં હતાં. તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયાં હતાં. હેલિકોપ્ટર પર બેસીને આવેલ વરરાજાને જોવા માટે દુલ્હનનો પરિવાર બહુ જ આતુર હતો. મુંગેલી જિલ્લના નિવાસીઓએ આવો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. ઘોરપુરા ગામના અંકુશના લગ્ન અને સતના જિલ્લાના કુમારી આદર્શિતા સિંહ સાથે લગ્ન થોડા સમય પહેલાં જ થયાં હતાં.

આ બનાવ પાછળ હકીકત એવી હતી કે અંકુશના દાદા ધર્મરાજસિંહ ઇચ્છતા હતા કે તેમના પૌત્ર અંકુશ હેલિકોપ્ટરથી તેમની પત્ની આદર્શિતા સિંહને લગ્ન કરીને ઘરે લઈ આવે. અંકુશ તેમના દાદાના ઇચ્છાને પૂર્ણ કરવા માટે હેલિકોપ્ટરથી શાહદોલ લગ્ન કરવા પહોંચી ગયા.

લગ્ન બાદ અંકુશ તેની નવીનવેલી દુલ્હનને લઈને હેલિકોપ્ટરમાં બેસીને મુંગેલી લઈ આવ્યો. આ જોઈને તેના ગામના લોકો પણ સુખદ આશ્વર્ય સાથે અનોખા લગ્ન આયોજનને જોઈ રહ્યા. અંકુશે કહ્યું મેં મારા દાદાજીની ઇચ્છા પૂરી કરી, તેનો મને ખૂબ આનંદ છે. એક ખેડૂત પૂત્ર આ રીતે લગ્ન કરવા હેલિકોપ્ટરમાં પહોંચ્યો એ જોઈને આસપાસના વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બની રહ્યો અને આ નવદંપતીના લગ્ન યાદગાર બની ગયાં.

બન્યું એવું કે હેલિકોપ્ટર એમણે હૈદ્રાબાદથી ભાડે કરવું પડ્યું હતું. જેના ઉતરાણ અને ટેકઓફ માટે વિભાગીય પરવાનગીઓની જરૂર હતી. તેમણે અધિકારીઓને મળ્યા અને તેમની પરવાનગી મેળવી. અંકુશ લગ્ન કરવા ખુબ ખુશ છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તમે પહેલીવાર ગામમાં હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું હતું.