બ્લેક કોફી પીવાના છે એક નહિં પણ અનેક લાભ, જાણી લો જલદી તમે પણ

બ્લેક કોફીના આ લાભો જાણી તમે આજથી જ શરૂ કરી દેશો તેનું સેવન

image source

બ્લેક કોફીને જો યોગ્ય રીતે લેવામાં આવે તો તે તમને ઘણા બધા લાભો પહોંચાડી શકે છે. હા, તમે સાચું જ સાંભળી રહ્યા છો. બ્લેક કોફીના સેવનના તમારા સ્વાસ્થ્યને અનેક લાભો થાય છે. કારણ કે તેમાં પેષકતત્ત્વો તેમજ એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તો ચાલો બ્લેક કોફી પીવાના કેટલાક મહત્ત્વના સ્વાસ્થ્ય લાભો વિષે જાણીએ.

વર્કાઉટ દરમિયાનનું પ્રદર્શન સુધારે છે

image source

બ્લેક કોફીનો સૌથી ઉત્તમ અને મોટો ફાયદો એ છે કે તે તમારા શારીરિક પ્રદર્શનને નોંધનીય રીતે સુધારે છે અને વર્કાઉટ સેશન દરમિયાનત તમને 100 ટકા આપવામાં મદદ કરે છે. અને તે જ કારણ છે કે તમારો જીમ ટ્રેનર હંમેશા તમારા વર્કાઉટ પહેલાં તમને બ્લેક કોફી પીને આવવાનું કહે છે.

તે તમારા શરીરમાંના લોહીમાં એપાઇનફ્રાઈના સ્તરને વધારે છે અને તેના કારણે તમારું શરીર સઘન શારીરિક કસરતો માટે તૈયાર થાય છે. તે તમારા શરીરમાં જામી ગયેલી ચરબીને તોડવામાં પણ મદદ કરે છે અને તે ચરબીના કોષોને પ્રી ફેટી એસીડ્સના સ્વરૂપે લોહીમાં છુટ્ટા કરે છે જેને તમે તમારી શારીરિક પ્રવૃત્તિઓમાં ઇંધણ તરીકે વાપરી શકો છો.

image source

યાદશક્તિ તીક્ષ્ણ બનાવે છે

જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ જ્ઞાન સંબંધીત કૌશલ્યોમાં ઘટાડો થતો જાય છે અને ડિમેન્શિયા, પાર્કિન્સન્સ તેમજ અલ્ઝાઈમર્સ જેવા રોગોનું જોખમ વધપવા લાગે છે. રોજ સવારે બ્લેક કોફી પીવાથી તમારું મગજ યોગ્ય રીતે કામ કરી શકે છે. બ્લેક કોફી તમારા મગજને પ્રવૃત્તિશિલ રહેવામાં મદદ કરે છે અને આમ કરીને તે તમારી યાદશક્તિને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે જ્ઞાનતંતુઓને પ્રવૃત્તિશિલ રાખે છે જેના કારણે ડીમેન્શિયા પણ દૂર રહે છે. અભ્યાસ જણાવે છે કે બ્લેક કોફીને જો નિયમિત લેવામાં આવે તો અલ્ઝાઈમર્સનું જોખમ 65 ટકા અને પાર્કિન્સન્સનું જોખમ 60 ટકા ઘટી જાય છે.

image source

બુદ્ધિચાતુર્ય વધારે છે

કોફીમાં રાઇકોએક્ટિવ ઉદ્દિપક સમાયેલા હોય છે જે તમારા શરીર સાથે રીએક્ટ કરે છે અને તેમ કરીને તે તમારી ઉર્જા, મૂડ, તમારું જ્ઞાનસંબંધી કાર્યની સક્ષમતાને સુધારે છે અને આ રીતે તે ધીમે ધીમે તમારું બુદ્ધિ ચાતુર્ય વધારે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

image source

જો તમે જીમમાં વર્કાઉટ કરવા જતાં પહેલાં ત્રીસ મીનીટે નિયમિત બ્લેક કોફી પિતા હોવ તો તે તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. બ્લેક કોફી તમારું મેટાબોલીઝમ 50 ટકા સુધી વધારે છે. તે તમારા પેટમાંની ચરબીને પણ બાળે છે કારણ કે આ એક ફેટ બર્નીંગ પીણું છે. તે તમારી નર્વસ સીસ્ટમને પણ ઉત્તેજિત કરે છે જે તમારા શરીરને ચરબીને કોષોમાં તોડવાનો સંદેશ પોહંચાડે છે

એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે

image source

બ્લેક કોફીમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિટન્ડ્સ સમાયેલા છે. તેમાં વિટામીન બી2, બી3, બી5, મેંગેનીઝ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે.

કેન્સરના જોખમને ઘટાડે છે

આજની દુનિયામાં કેન્સર એ એક સૌથી મોટો જીવલેણ રોગ બની ગયો છે. કોફીમાં જે સંયોજકો સમાયેલા છે તે કેટલાક પ્રકારના કેન્સરના જોખમ જેમ કે લીવર, બ્રેસ્ટ, કોલોન અને રેક્ટલ કેન્સરને ઘટાડે છે. આ ઉપરાંત કોફી ઇન્ફ્લેમેશનને પણ ઘટાડે છે જે શરીરમાં ગાંઠો ઉત્પન્ન થવાનું સૌથી મોટા કારણોમાંનું એક છે.

image source

માનસિક તાણ અને અવસાદથી દૂર રાખે છે.

વધારે પડતું કામનું દબાણ અને તેનું ટેન્શન તમને ડીપ્રેશન એટલેકે અવસાદ અને માનસિક તાણ તરફ દોરી જાય છે જે તમારા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. પણ જ્યારે જ્યારે તમે તાણ અનુભવો અથવા તો તમારો મૂડ સારો ન રહે ત્યારે તમે જો બ્લેક કોફીનો એક કપ પીશો તો તરત જ તમારો મૂડ સુધરી જશે અને ધીમે ધીમે બધું સુધરવા લાગશે. કોફી તમારી સેન્ટ્રલ નર્વસ સીસ્ટમને ઉત્તેજિત કરે છે અને ડોપામાઈન, સેરોટોનીન, અને નોરાડ્રેનાલાઈનનું ઉત્પાદન વધારે છે જે તમારા મૂડને સુધારવા માટે મહત્ત્વના ન્યુરોસ્ટરાન્સમીટર્સ છે.

mage source

લીવર (પિત્તાશય) માટે લાભપ્રદ

લીવર એ આપણા શરીરમાંના સૌથી મહત્ત્વના અંગોમાંનું એક છે કાણ કે તે શરીરના ઘણા બધા કાર્યો કરે છે. પણ તમને એ ખબર નહીં હોય કે તમારું લીવર પર બ્લેક કોફીને ખૂબ પસંદ કરે છે. બ્લેક કોફી લિવર કેન્સર, હેપેટાઇટીસ, ફેટી લીવરને લગતા રોગો અને વધારે પડતાં મદ્યપાનના કારણે થતાં યકૃતના રોગોને રોકવામાં મદદ કરે છે. જે લોકો દિવસ દરમિયાન 4 કરતાં વધારે કપ બ્લેક કોફીના પીવે છે તેમને યકૃતના રોગો થવાના 80 ટકા ઓછી શક્યતાઓ છે. કોફી લીવરને નુકસાન કરતાં લોહીમાના એન્ઝાઈમના સ્તરને નીચું લાવે છે.

વાતરોગ – સંધિવાથી રક્ષણ આપે છે

સંશોધનો દર્શાવે છે કે જે લોકો દિવસ દરમિયાન 4 કપ બ્લેક કોફી પીવે છે તેમને સંધિવાનું જોખમ 57 ટકા ઘટી જાય છે. કોફીમાં રહેલા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ તમારા શરીરમાં ઇન્સુલીન અને યુરિક એસીડના સ્તરને ઘટાડીને સંધિવાના જોખમને ઘટાડે છે. અને જો તમારામાં તેના લક્ષણો હોય તો તે તમને તેના લક્ષણોમાં પણ રાહત આપવામાં મદદ કરે છે.

કોફી તમને ખુશ રાખે છે

image source

તેમાં કોઈ જ શંકા નથી કે બ્લેક કોફી પીવાથી તમારો મૂડ સુધરે છે અને તમારો મૂડ સારો હોય તો તમે પણ ખુશ જ રહેશો. કોફી એ ડીપ્રેશનથી લડવાનો સૌથી ઉત્તમ ઉપાય છે. રોજ 2 કપ બ્લેક કોફી પીવાથી ડીપ્રેશન દૂર રહે છે.

ડાયાબીટીસના જોખમને ઘટાડે છે

image source

રોજ નિયમિત બ્લેક કોફી પીવાથી ડાયાબીટીસનું જોખમ દૂર થાય છે અને ગઢપણમાં ડાયાબીટીસ થવાથી તમારા મહત્ત્વના અંગોને નુકસાન થાય છે અને તમને હૃદયના રોગો પણ થઈ શકે છે. એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દિવસની બે કે તેથી ઓછા કપ કોફી પીવે છે તેમનામાં ડાયાબીટીસનું જોખમ વધારે હોય છે. કોફી લોહીમાં ઇન્સુલીનનું ઉત્પાદન વધારીને ડાયાબીટીસને અંકુશમાં રાખવામાં મદદ કરે છે. કેફિનેટેડ કે ડીકેફીનેટેટ કોફી ડાયાબીટીસને દૂર કવરામાં મદદ કરે છે.

તે તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે

image source

આમ તો નિયમિત બ્લેક કોફી પીવાથી તમારા લોહીનું પ્રેશ થોડીવાર માટે વધી શકે છે પણ આ અસર ધીમે ધીમે ઘટતી જાય છે. રોજ 1-2 કપ બ્લેક કોફી પીવાથી તમને કાર્ડીયોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટે છે જેમાં હાર્ટ સ્ટ્રોક્સનો પણ સમાવેશ થાય છે. બ્લેક કોફી તમારા શરીરમાંના સોજાના સ્તરને પણ ઘટાડે છે.

ઉંમરને સ્વસ્થ રીતે વધારે છે

જો ખાંડ વગર બ્લેક કોફી પીવામાં આવે તો તે તમારા શરીર તેમજ મગેજને યુવાન રાખે છે. બ્લેક કોફી શરીરમાં ડોપામાઈનના સ્તરને વધારીને પાર્કિન્સન્સના રોગને પણ દૂર રાખવામાં મદદ કરે છે.

પેટ સાફ કરે છે

image source

કોફી એક મૂત્રવર્ધક પીણું છે અને માટે તેને પીવાથી તમને વારંવાર પેશાબ જવું પડે છે. અને માટે જ્યારે તમે બ્લેક કોફી પીવો છો કે જે ખાંડ વગરની હોય ત્યારે તે તમારા શરીરમાં રહેલા બેક્ટેરિયાને બાહર ફેંકી દે છે અને આમ તે તમારા પેટને સાફ રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ