વિશ્વભરમાં અનેક દેશો એવા પણ છે જે દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન સાથે રહસ્ય જોડાયેલું હોય. દાખલા તરીકે અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની રહસ્યમયી હત્યા.

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં પણ અમે આપને આવા જ એક વડાપ્રધાન વિશે જણાવવાના છીએ જે રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયા હતા. નવાઈની વાત તો એ કે ગાયબ થઈ ગયા બાદ તેમનો મૃતદેહ કે કોઈ અવશેષ કોઈને હાથ લાગ્યો નહીં. તો એ વડાપ્રધાન ક્યા દેશના હતા ? અને ક્યાંથી ગાયબ થઈ ગયા હતા ? આવો જરા વિસ્તારથી જાણીએ…
આ રાષ્ટ્રપતિનું નામ છે હેરાલ્ડ એડવર્ડ હોલ્ટ. તેમણે 26 જાન્યુઆરી 1966 માં ઓસ્ટ્રેલિયાના 17માં પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જે તે સમયે ઓસ્ટ્રેલિયાના તે સમયના વડાપ્રધાન મેનજીસ નિવૃત થતા તેમના સ્થાને હેરાલ્ડ એડવર્ડ બિનહરીફ ચૂંટાયા હતા. હેરાલ્ડે 1966 માં જ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાગ લઈ ભારે બહુમતી સાથે વિજય પણ મેળવ્યો હતો.

હેરાલ્ડ એડવર્ડ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી બન્યાના બીજા જ વર્ષે એટલે કે વર્ષ 1967 ની 17 મી ડિસેમ્બરે વિક્ટોરિયાના શેવીઓટ બીચ પર તરવા ગયા ત્યારથી અચાનક ગાયબ થઈ ગયા હતા. તેને વ્યાપક રીતે શોધવા છતાં તેની કોઈ ભાળ ન મળતા અંતે 20 ડિસેમ્બર 1967 માં તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવ્યા.
પરંતુ મૃત જાહેર કરાયા બાદ પણ તેમની લાશ રહસ્ય બનીને રહી ગઈ કારણ કે તેમનો મૃતદેહ આજદિન સુધી મળી શક્યો નથી.

હેરાલ્ડ એડવર્ડ હોલ્ટના આ રીતે અચાનક ગાયબ થઈ જવા પાછળ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું. અમુક લોકો એવું માનતા હતા કે હેરાલ્ડ એડવર્ડ હોલ્ટ શાર્ક માછલીનો શિકાર થયા હતા તો વળી અમુક એવું માનતા હતા કે તેમણે આત્મહત્યા કરી લીધી હતી કોઈક તો વળી એવું પણ કહેવા લાગ્યા કે હેરાલ્ડ એડવર્ડને યુએફઓમાં પરગ્રહવાસીઓ ઉઠાવી ગયા છે. જો કે આ પૈકી એકેય ચર્ચા સાચી હોય તેવા કોઈ પુરાવા હાથ ન લાગ્યા. અને વડાપ્રધાન ક્યાં ગાયબ થયા તેનું રહસ્ય હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.

હેરાલ્ડ એડવર્ડ હોલ્ટનો જન્મ 1908 ની 5મી ઓગસ્ટે ન્યુ સાઉથ વેલ્સના સ્ટેનમોર ખાતે થયો હતો. બે ભાઈઓમાં મોટા એવા હેરાલ્ડ એડવર્ડ હોલ્ટ પાણીમાં તરવા અને માછલી પકડવાના શોખીન હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ