હરિયાણાના આ બે ભાઈઓએ યુટ્યુબ અને ગૂગલમાંથી કેસરની ખેતી શીખી લીધી, અને હવે કરે છે લાખોની કમાણી, વાંચો તમે પણ આ આઇડિયા

હરિયાણાના હિસાર ખાતે રહેતા બે યુવાન ખેડૂતોએ પોતાના ઘરની છત પર કેસરની ખેતી કરી સૌ કોઈને આશ્ચર્યમાં નાખી દીધા છે. કારણ કે સામાન્ય રીતે કેસરની ખેતી કરવા માટે યોગ્ય હવામાન બધે ઉપલબ્ધ નથી હોતું. હાલમાં પણ ભારતમાં કેસરની ખેતી ફક્ત જમ્મુ અને કાશ્મીરમાં જ થાય છે. પરંતુ આ સાહસિક ખેડૂતોએ એક અનોખી પ્રક્રિયા દ્વારા કેસરનો ઉછેર કરી અંદાજે 6 થી 9 લાખ રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો છે.

image source

લોકડાઉનના સમયગાળા દરમિયાન આ બન્ને ખેડૂતોએ એયરોફોનિક પદ્ધતિ દ્વારા કેસરનો ઉછેર કરી સફળતા મેળવી હતી. નોંધનીય છે કે હજુ સુધી આ પદ્ધતિનો ઉપયોગ ઈરાન, સ્પેન અને ચીનમાં કેસર ઉગાડવા માટે કરવામાં આવે છે. જ્યારે આપણા દેશમાં કેસરની સૌથી વધુ ખેતી જમ્મુ કાશ્મીરમાં થાય છે અને ત્યાંથી ઉગેલ કેસરની સપ્લાય ફક્ત ભારત જ નહીં પણ વિદેશમાં પણ થાય છે. પરંતુ હરિયાણાના ઉપરોક્ત બન્ને યુવા ખેડૂતોએ પોતાની મહેનત અને નિષ્ઠા દ્વારા એ સાબિત કરી બતાવ્યું છે કે કામમાં સફળતા મેળવવા પરિશ્રમ અને આશાવાદી હોવું અનિવાર્ય છે.

image source

હરિયાણાના ઉપરોક્ત બન્ને યુવાનોના નામ નવીન અને પ્રવીણ છે અને બન્ને સંબંધમાં સગા ભાઈઓ છે. તેઓએ કેસરની ખેતી સંબંધિત બધી માહિતી ગુગલ અને યુટ્યુબ દ્વારા મેળવી હતી અને ત્યારબાદ બન્ને ભાઈઓ 250 રૂપિયે કિલોના ભાવે જમ્મુ કાશ્મીરથી કેસરના બીજ લઈ આવ્યા હતા. લોકડાઉનમાં ટ્રાયલ માટે તેઓએ આઝાદ નગર ખાતે આવેલા તેમના મકાનમાં 15×15 ના એક ઓરડાની છત પર કેસરની ખેતી કરવાનું શરૂ કર્યું અને આ પ્રોજેકટને ઓગસ્ટથી નવેમ્બર 2020 સુધીમાં પૂરો કરી નાખ્યો.

image source

ટ્રાયલ દરમિયાન નવીન અને પ્રવીણે 100 કિલોથી પણ વધુ કેસરની ખેતી કરી જેમાં લગભગ દોઢ કિલો કેસરનું ઉત્પાદન થયું. પ્રથમ વખત કેસરની ખેતી કરવા છતાં બન્ને ભાઈઓને અંદાજે 6 થી 9 લાખ રૂપિયાની આવક થઈ. આ બન્ને ભાઈઓના કહેવા મુજબ આ પ્રોજેકટ લગાવીને હરિયાણાના ખેડૂતો તેની આવક બે ગણી વધારી શકે છે.

image source

નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે 7 થી 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે જેમાં અનેક પ્રકારના મશીનો પણ લગાવવામાં આવે છે. આ પ્રોજેકટ ખેડૂતો પોતાના ઘરમાં લાગેવીને વાર્ષિક 10 થી 20 લાખ રૂપિયાની આવક કરી શકે છે. નવીન અને પ્રવીણની હરિયાણા સરકાર સમક્ષ એ માંગ છે કે કેસરની ખેતી કરવા માંગતા ખેડૂતોને સબસીડી ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી ખેડૂત પણ આર્થિક રીતે મજબૂત બની શકે. એટલું જ નહીં જો કોઈ ખેડૂત આ પ્રોજેકટ સંબંધીત કોઈ માહિતી મેળવવા ઈચ્છે તો તે માહિતી આપવા પણ બન્ને ભાઈઓએ તૈયારી બતાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ