શું તમે રોજ સેનેટાઈઝરનો ઉપયોગ કરો છો? તો જાણી લો તમારા શરીર પર શું થાય છે તેની વિપરીત અસર

રોજ સેનીટાઇઝર વાપરનારા લોકો માટે અત્યંત જરૂરી લેખ – ધ્યાન નહીં રાખો તો થઈ શકે છે આ નુકસાન, જ્યારે તમે રોજ સેનીટાઇઝરનો ઉપયોગ કરો છો ત્યારે તમારા શરીર પર તેની આ અસરો થાય છે

image source

આજકાલ કોરોના વાયરસના કારણે આપણે ક્યારેય નહોતું વાપર્યું તેના કરતાં પણ ક્યાંય વધારે સેનીટાઇઝરનો ઉપયોગ હાલ કરી રહ્યા છે. કેટલાક સંજોગોમાં તમારા માટે સાબુથી હાથ ધોવા શક્ય નથી હોતા અને માટે જ આવા સંજોગોમાં સેનીટાઇઝરનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે તમે બહાર હોવ, ગાડી ચલાવી રહ્યા હોવ, પાર્કમાં રમી રહ્યા હોવ અથવા તો ખરીદી કરવા ગયા હોવ, ત્યારે દરેક વખતે એ શક્ય નથી હોતું કે તમે સાબુનો ઉપયોગ કરીને તમારા હાથ ધુઓ. અને આવા સમયે આપણે આલ્કોહોલ આધારીત સેનીટાઇઝર પર નિર્ભર રહેવું પડે છે. અને આવા સમય દરમિયાન તો ખાસ કે જ્યારે આપણે કોવીડ-19ની મહામારીનો સામનો કરી રહ્યા હોઈએ. સરકાર દ્વારા જ આપણને વારંવાર સેનીટાઇઝરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. પણ તમને જણાવી દઈએ કે તેને રોજ ઉપયોગ કરવાની કેટલીક આડઅસરો પણ છે. અને તે જ બાબતે અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

સેનીટાઇઝરનો વધારે પડતો ઉપયોગ બેક્ટેરીયાને મજબૂત બનાવી શકે છે

image source

સેન્ટર ઓએફ ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન પ્રમાણે, તેવા હેન્ડ સેનીટાઇઝર કે જેમાં એન્ટિ બેક્ટેરિયલ સામગ્રીઓ સમાવવામાં આવી હોય તે એન્ટિબાયોટિક-પ્રતિકાર બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. અને માટે તે નુકસાનકારક માઇક્રોબ્સના નિર્માણને અટકાવવા માટે તમારે સેનીટાઇઝરની બોટલની જગ્યાએ સાબુનો જ ઉપયોગ તમારા હાથને સ્વચ્છ કરવા માટે કરવો જોઈએ. એન્ટીબાયોટીક-રેસિસ્ટન્ટ બેક્ટેરીયા એવી સક્ષમતા વિકસાવી શકે છે જે દવાઓને પણ સહન કરી શકે કે જેનો ઉપયોગ તેને મારવા માટે કરવામાં આવ્યો હોય.

સેનીટાઈઝરનો વધારે પડતો ઉપયોગ તમારા માઇક્રોબીયમ્સમાં ભંગાણ પાડે છે

image source

સેનીટાઇઝર એ ખરેખર બેક્ટેરીયાને મારવામાં મદદ કરે છે અને તે રીતે આપણે વિવિધ પ્રકારની બમારીઓથી પણ સુરક્ષીત રહી શકીએ છીએ, પણ બીજી બાજુ આજ સેનેટાઇઝર આપણા શરીરના માઇક્રોબીયમને પણ કેટલીક રીતે અસર કરે છે, જે આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સેનીટાઇઝર તે બેક્ટેરિયા પણ મારી નાખે છે જે આપણા શરીર માટે લાભદાયક હોય, અને આ રીતે તે આપણી સ્વસ્થ બેક્ટેરિયલ કોમ્યુનીટીમાં ભંગાણ ઉભુ કરે છે. અને માટે જ લોકોએ હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ સાવચેતી સાથે કરવો જોઈએ અને તેનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે તમે સાબુથી હાથ ધોવાની સ્થિતિમાં ન હોવ.

જો તમે કેમીકલ સાથે કામ કરતા હોવ તો હેન્ડ સેનિટાઇઝર તમારા માટે અત્યંત જોખમી સાબીત થઈ શકે છે.

image source

જો તમારે આખો દિવસ કેમિકલ સાથે કામ કરવાનું રહેતું હોય તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દીવસના અંતે તમારા હાથ સંપૂર્ણ રીતે સ્વચ્છ એટલે કે કેમિકલ મુક્ત હોય. જો તમે અલ્ટ્રા સ્ટ્રોન્ગ ક્લીનીંગ, ડી-ગ્રીઝીંગ એજન્ટ અને પેસ્ટીસાઇડ્સ સાથે કામ કરતા હોવ તો તમારે હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ બીલકુલ ન કરવો જોઈએ. કારણ કે લિક્વીડ જેલ તેમજ કેમિકલનું સંયોજન તમારા શરીર માટે નુકસાનકારક નિવડી શકે છે. એક અભ્યાસ પ્રમાણે ખેતરમાં કામ કરતા કામદારો કે જેઓ હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ નથી કરતાં તેમની સરખામણીએ તેવા કામદારો કે જેઓ હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કરે છે તેમના શરીરમાં પેસ્ટીસાઇડ્સનું સ્તર વધેલું જોવા મળ્યું છે.

હેન્ડ સેનીટાઇઝરનો વધારે પડતો ઉપયોગ તમારી ત્વચાને રુક્ષ બનાવી શકે છે

image source

જો તમે હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ રોજ કરતા હોવ તો તમે નોંધ્યું હશે કે તમારા હાથ પહેલાં કરતાં વધારે પડતાં શુષ્ક રહેવા લાગ્યા હશે. સેનીટાઇઝરમાં જે આલ્કોહોલ વાપરવામાં આવ્યો હોય છે તે તમારી ત્વચાને રુક્ષ બનાવે છે, જો કે તેને તમે મોઇશ્ચરાઇઝર વાપરીને તેમજ હાઇડ્રેટ રહીને સુધારી શકો છો. અથવા તો હાથને સાબુ વડે જ ધોવાનું રાખો.

હેન્ડસેનીટાઇઝર તમારા હાથમાં લાગેલી ગંધકી તેમજ ચીકાસને દૂર કરવા માટે અસરકારક નથી

image source

જો તમારા હાથ પર ઘણી બધી ધૂળ લાગેલી હોય તો હેન્ડ સેનીટાઇઝર તેના પર કામ નહીં કરે. હેન્ડ સેનીટાઇઝર તમારા હાથ પરની ગંદકીને દૂર નથી કરી શકતું અને જ્યારે તમારા હાથ પર ધૂળ લાગી હોય અને તેવા સંજોગોમાં તમે હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કરો તો તે હાથ પરના બેક્ટેરિયાને પણ મારવા માટે સક્ષમ નથી હોતું. આ નિયમ બધે લાગુ પડે છે, તમે ડાયપર બદલી રહ્યા હોવ ત્યારે, કચરો ફેંકી રહ્યા હોવ ત્યારે, ઘરની ગંદકી હાથ વડે સાફ કરી રહ્યા હોવ ત્યારે પણ.

સેનિટાઇઝરને ગળી જવું અને તેને શ્વાસમાં લેવાથી તે તમને આલ્કોહોલ પોઇઝનીંગના જોખમમાં મુકી શકે છે

જો તમે સેનીટાઇઝરને ગળી જતા હોવ જે એક અત્યંત ખરાબ વિચાર છે, તો તમને જણાવી દઈએ કે તમે આલ્કોહોલ પોઇઝનીંગના જોખમમાં છો. જો તમે અકસ્માતે જ સેનીટાઇઝર વાળા હાથને તમારા હોઠ પર આડાડી દેતા હોવ તો તેમાં કશો જ વાંધો નથી, પણ જો તમે તેને ગળી જતા હોવ તો તમારા માટે સમસ્યા ઉભી થઈ શકે છે. સેન્ટ્રલ ફોર ડીસીઝ કંટ્રોલના ધ્યાનમાં આવ્યું છે કે બાળકો પર આ જોખમ સતત તોળાતુ રહે છે, કારણ કે તેઓ સેનીટાઇઝર ગળી જાય તેવી શક્યતાઓને નકારી ન શકાય. માટે જ તેને બાળકોથી દૂર રાખવું જોઈએ અને જો વાપરવાની જરૂર પડે તો પણ મોટાઓની હાજરીમાં જ તેમને તે વાપરવા માટે આપવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ