મિત્રો, લાંબા વાળ મેળવવાની ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે અને તેમા પણ સ્ત્રીઓમા તો લાંબા વાળનુ ગાંડપણ ખુબ જ ગજબનુ હોય છે પરંતુ, અમુક ખોટી ટેવોના કારણે વાળ ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે અને વાળ ધીમે-ધીમે ખરવા લાગે છે, જેના કારણે તેના વાળની સુંદરતા પણ બગડી જાય છે.

જો તમે આ આદતો પર નિયંત્રણ નહી રાખો તો તમારે વાળ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ, આજે આ લેખમા અમે તમને અમુક એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીશુ કે, જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને મજબુત અને આકર્ષક બનાવી શકો છો, તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
કલોંજી :

વાળ સાથે સંકળાયેલ તમારી આ સમસ્યાઓને દૂર કરવા માટે આ વસ્તુ ખૂબ જ લાભદાયક છે. તમારે તમારા વાળ લાંબા બનાવવા માટે પાંચ ચમચી કલોંજીને ક્રશ કરીને પીસી લો અને ત્યારબાદ તેને ત્રણ ગ્લાસ પાણીમા ઉકાળો અને ત્યારપછી પાણી થોડુ ગરમ થાય ત્યારે તમારા વાળને આ પાણીથી ધોઈ લો. અઠવાડિયામા ફક્ત બે વાર જ આ ઉપાય અજમાવો અને જુઓ ફરક. થોડા જ સમયમા તમને તમારા વાળમા તફાવત જોવા મળશે, માટે જો તમે પણ વાળ સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો આ ઉપાયને એકવાર અવશ્ય અચૂક અજમાવો.
બદામ ઓઈલ :

જો તમે તમારા વાળ સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યાથી પીડાતા હોવ તો બદામનુ ઓઈલ પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે વાળ સાથેની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આ બદામ ઓઈલને સૌથી પહેલા તો થોડુ ગરમ કરો અને રાત્રે તમે સુવા જાવ તે પહેલા તમારા વાળમા આ ઓઈલથી બરાબર મસાજ કરી લો અને તેને રાત્રે તમારા વાળમા લગાવી રાખો અને સુઈ જાવ.

આખી રાત વાળમા તેલ લગાવ્યા પછી સવારમા વહેલા ઉઠો અને ત્યારબાદ હર્બલ શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો. આમ, કરવાથી થોડા દિવસોમા જ તમે તમારા વાળમાં તફાવત અનુભવવાનુ શરૂ કરી શકો છો. આ ઉપાય ખુબ જ અસરકારક છે તો એકવાર આ ઉપાયને અવશ્ય અજમાવો.

આ સિવાય પણ વાળને મજબુત બનાવવા માટેના અન્ય અનેકવિધ ઉપાયો છે કે જેની મદદથી તમે તમારી વાળની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો પરંતુ, અમુક તારણો પરથી આ ઉપાયોને સર્વશ્રેષ્ઠ જણાવવામા આવ્યા છે. હા, પણ એક વાતનુ અવશ્ય ધ્યાન રાખજો કે, આ ઉપાય અજમાવતા પહેલા કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ અવશ્યપણે લેવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત