પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે મોટો ફાયદો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જે કમાણી કરી રહ્યો છે તેમાંથી કેટલાક રૂપિયા ભવિષ્યને માટે બચાવી શકે. બજારમાં અનેક પ્રકારના જોખમના કારણે વ્યક્તિ હવે શેરબજારમાં રોકાણ કરવાથી ડરી રહ્યો છે. એવામાં લોકો સરકારી સ્કીમ પર વધારે ભરોસો કરી રહ્યા છે. સરકારની તરફથી પોસ્ટ ઓફિસની પણ અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેનાથી તમે તમારા રૂપિયાને સુરક્ષિત રાખી શકો છો અને તેને વધારી પણ શકો છો. ખાસ વાત તો એ છે કે પોસ્ટ ઓફિસની સ્કીમમાં તમારા રૂપિયા ડૂબી જવાની શક્યતા નથી. તો જાણો શું છે આ સ્કીમ અને કઈ રીતે મળશે તેનો લાભ.

image source

પોસ્ટ ઓફિસની આ રિકરિંગ ડિપોઝિટ સ્કીમને તમે 100 રૂપિયાથી પણ શરૂ કરી શકો છો. જો તમે 1000 રૂપિયા મહિને જમા કરાવો છો તો તેની પર હાલમાં તમને 5.8 ટકાનું રિટર્ન મળી રહ્યું છે. જો તમે 60 મહિના માટે તેમાં રૂપિયા જમા કરો છો તો તમે 60000 રૂપિયા ભરો છો, તેની પર તમને 5.8 ટકા વ્યાજના આધારે 9696.73 રૂપિયાનું વ્યાજ મળશે. મેચ્યોરિટી સમયે તમને 69696.73 રૂપિયા મળશે.

કોણ કોણ કરી શકે છે રોકાણ

image soucre

ભારતનો કોઈ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે.

માઈનરના ગાર્ડિયન પણ તેમના બાળકોના નામે રોકાણ કરી શકે છે.

image source

10 વર્ષથી ઉપરના બાળકોના નામે આ ખાતું ખૂલી શકે છે.

100 રૂપિયા મહિને જમા કરીને પણ ખાતું ખોલાવી શકાય છે.

ઈમરજન્સીમાં મળી શકે છે લોન

image source

પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટની ખાસિયત એ છે કે જો તમે 12 હપ્તા જમા કર્યા છે તો તમે તમારી જમા રકમ પર લોન લઈ શકો છો. લોનની રકમ જમા થયેલી કુલ રકમના 50 ટકાની રહેશે. લોન પર 2 ટકા વ્યાજ આપવાનું રહેશે.

જો તમારી પાસે રૂપિયા ન હોય તો ખાતું કરાવી શકાશે બંધ

image source

માની લો કે તમે 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કર્યું છે. હવે તમારી પાસે રૂપિયા નથી તો તમે તેને 3 વર્ષ પૂરા થતાં પણ વચ્ચેથી બંધ કરાવી શકો છો. પ્રી ક્લોઝર કરાવવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસ જવાનું રહેશે અને ત્યાં ફોર્મ ભરીને આપવાનું રહે છે કે તમે સમય પહેલાં આ એકાઉન્ટ બંધ કરવા ઈચ્છો છો. તમને તમારા વ્યાજ સહિતના રૂપિયા પરત મળી જશે.

image source

તો હવે તમે પણ યાદ રાખી લો પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમ અને તમારી જરૂરિયાત અને સુવિધા અનુસાર તેમાં નાનું રોકાણ કરીને પણ મોટો ફાયદો મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ