ગુજરાત બાદ સમગ્ર દેશમાં શરૂ થશે સી પ્લેન સર્વિસ, જાણો ક્યાં સ્થળોનો થશે સમાવેશ

પીએમ મોદીના હસ્તે અમદાવાદથી કેવડિયા સુધી પ્લેનની શરૂઆત કરવામાં આવી હતી. જો કે હવે સરકાર આ સેવાનું વિસ્તરણ કરવા માગે છે અને દેશના વિવિધ શહેરમાં પણ આ સી પ્લેન સેવા શરૂ કરવાની યોજના છે. આ વાતની પૂષ્ટૂ ખુદ મંત્રી મનસુખ માંડવીયાએ કરી હતી. આ સેવા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, પ્રસ્તાવિત રૂટમાં દિલ્હી-બદ્રીનાથ, દિલ્હી-જોધપુર, દિલ્હી-જયપુર, દિલ્હી-ઉદયપુર ઉપરાંત બીજા પણ રૂટને આવરી લેવામાં આવશે.

આ સ્થળોએ શરૂ થશે સી પ્લેના સેવા

image soucre

આ અંગે મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, પ્રસ્તાવિત સર્વિસમાં અંદમાન અને નિકોબારના ઘણા ટાપુ ઉપરાંત ટિહરી, અસમમાં ગુવાહાટી રિવરફ્રન્ટ, લક્ષદીપ, અને ઉમરાંસો રિઝર્વેયર, યમુના રિવરફ્રન્ટ/દિલ્હી(હબ)થી અયોધ્યા, શ્રીનગર(ઉત્તરાખંડ), ચંદીગઢ અને બીજા ફરવા લાયક સ્નો સમાવેશ થાય છે.તમને જણાવી દઈએ કે આ અંગે સરકારે CPSE સાગરમાલા ડેવલોપમેન્ટ કંપની લિમિટેડે(SDCL) સીપ્લેન સર્વિસ માટે વિમાન કંપનીઓ પાસે અભિરૂચિ પત્ર(EOI) માંગ્યું છે.

મુસાફરો માટે જેટી બનાવવાનો અનુરોધ

image soucre

તો બીજી તરફ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં સીપ્લેન સર્વિસ માટે વધારાનું કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી. નોંધનિય છે કે EOIનો ઉદેશ્ય એ સમજવાનો છે કે, વિમાન કંપનીઓ SDCLની સાથે સીપ્લેન સેવાના વિકાસ અને પરિચાલન કરવા માટે કેટલો ઈન્ટ્રેસ્ટ ધરાવે છે. નોંધનિય છે કે, આ પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, રીજનલ કનેક્ટિવિટી સ્કીમ-ઉડે દેશનો સામાન્ય નાગરિક(RCS-UDAN) અંતર્ગત સમગ્ર દેશમાં 14 બીજા વોટર એરોડ્રામ બનાવવાની યોજના છે. તો બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને MOCAએ ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(IWAI)થી હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવા માટે અનુરોધ કર્યો હતો. તે પછી તેણે મુસાફરોની અવર-જવર માટે જેટી બનાવવામાં મદદ કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

સાબરમતીથી શેત્રુંજ્ય ડેમ સુધી સી પ્લેન ચલાવવાની યોજના

image soucre

નોંધનિય છે સાબરમતિથી કેવડિયાની સી પ્લેના શરૂ થયા બાદ રાજ્યના ધાર્મિકસ્થળોને પણ જોડવાની યોજના છે. તેમા સૌ પ્રથમ નામ આવે છે પાલિતાણાનું, તમને જણાવી દઈએ કે પાલિતાણા એક ધાર્મિક સ્થળ છે, જૈનોનું યાત્રાધામ છે. ત્યારે સાબરમતીથી શેત્રુંજ્ય ડેમ સુધી 250 કિ.મી. સુધી સી પ્લેન ચલાવવાની યોજના છે અને આ રૂટનો હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ થઇ ગયો છે. પહેલા તબક્કામાં સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને બીજા તબક્કામાં સાબરમતીથી શેત્રુંજી ડેમ, પાલિતાણા સુધી સી પ્લેન ચલાવવાની યોજના છે.

1 ઓક્ટોબર 2020ના રોજ સીપ્લેન સર્વિસનું ઉદ્ધાટન

image source

નોંધનિય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2020ના રોજ દેશની પ્રથમ સીપ્લેન સર્વિસનું ઉદ્ધાટન કર્યું હતું. તમને જણાવી દઈકે કે હાલમાં આ સર્વિસનું સંચાલન ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાની પાસે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટની વચ્ચે કરવામાં આવ્યું હતું. જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી ત્યારે જ એ વાત સામે આવી હતી કે આગામી સમયમાં આ સેવા દેશના અન્ય ભાગોમાં પણ શરૂ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ