સામાન્ય દેખાતો કટોરો નીલામ થયો ૨ અબજ રૂપિયામાં, આખરે એવી તો શુ વિશેષતા હતી એમા?

મિત્રો, જો તમારી પાસે કરોડો રૂપિયા હોય તો તમે શુ ખરીદો? આ પ્રશ્નના ઉતરમા સામાન્ય રીતે તમે એવુ કહેશો કે, જો મારી પાસે કરોડો રૂપિયા હોય તો સૌથી પહેલા તો હુ મોંઘી કાર , બંગલો અથવા કોઈપણ મિલકત ની ખરીદી કરીશ અને ત્યારબાદ અન્ય અમુક એવી વસ્તુઓ કે, જે આપણા સુખ-વૈભવ ને દર્શાવે છે તેવી વસ્તુઓ પાછળ નાણા ખર્ચ કરીશ પરંતુ, આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા કઈ રહ્યા છીએ કે, જેણે પોતાના ૨ અબજ રૂપિયા એક સામાન્ય એવો બાઉલ ખરીદવા પાછળ ખર્ચી નાખ્યા.

image source

હા, આ એકદમ સાચી વાત છે. આ વાત સાંભળીને તમને થોડીવાર માટે શોક તો અવશ્ય લાગશે કે, આ વ્યક્તિ કોઈક પાગલ જ હશે. કોણ એક સામાન્ય બાઉલ પાછળ અબજો રૂપિયા ખર્ચતુ હશે? એવુ તો શુ વિશેષ છે આ બાઉલમા કે, આ વ્યક્તિ તેના ૨ અબજ રૂપિયા ચુકવવા સુધી તૈયાર થઇ ગયો.

image source

ચીનના આ વ્યક્તિએ બે અબજ રૂપિયામા જે બાઉલ ખરીદ્યો છે, તે રકમમા સુખ-સુવિધાની અનેકવિધ વસ્તુઓ ખરીદી શકાય છે. વિશ્વની તમામ લક્ઝરી અને આરામ ખરીદી શકાય છે. સ્વાભાવિક છે કે, આ ૨ અબજના બાઉલમા કંઇક તો વિશેષ વાત હશે જ તો ચાલો જાણીએ આ વિશેષતા વિશે.

આ છે ચાઇના વંશજનો દુર્લભ બાઉલ :

image source

જો કે, ચીન ના માલસામાન અને ચીજવસ્તુઓ સામાન્ય રીતે સસ્તી માનવામા આવી છે પરંતુ, ચીનના આ બાઉલની કિંમત વિશ્વને આશ્ચર્યમા મૂકી દે તેવી છે. આ બાઉલની હરાજી અને તેની કિંમત હાલ મીડિયામા ચર્ચાનો વિષય બની છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે, આ સરળ દેખાતા બાઉલ ની વિશેષતા છે તેણી ઐતીહાસીક્તા.

image source

આપણે સૌ જાણીએ છીએ કે, વિશ્વમાં જૂની અને પ્રાચીન વસ્તુઓની કોઈ અછત નથી. ઘણીવાર જ્યારે આવી વસ્તુઓની હરાજી થતી હોય છે ત્યારે નાના-નાના દેખાવવાળી વસ્તુઓનુ વેંચાણ પણ કરોડોમા થતુ હોય છે. આ વખતે પણ આવુ જ કઈક થયુ છે. વાસ્તવમા આ બાઉલ સામાન્ય નથી પરંતુ, ચીનના ચિંગ વંશજનો એક દુર્લભ બાઉલ છે, જે હરાજીમા ૩.૪ મિલિયન એટલે કે અંદાજે ૧ અબજ ૯૮ કરોડમા વહેંચ્યો છે.

ચીન ની ચિત્રકલા અને યુરોપની તકનીક નો અદ્ભુત નમુનો :

image source

નીલામ ફર્મ મુજબ, આ વિશેષ વાટકી ચીનના સમ્રાટ કાંગસી માટે બનાવવામા આવી હતી. તેનો ઉપયોગ સમ્રાટ દ્વારા ૧૮ મી સદીમા કરવામા આવ્યો હતો.

આ બાઉલ પરંપરાગત ચીનની ચિત્રકલા અને યુરોપિયન તકનીકીના મિશ્રણનુ અદભૂત ઉદાહરણ છે. આવી સ્થિતિમા જ્યારે આ ઐતિહાસિક બાઉલ માટે બોલી લગાવવાનું શરૂ થયું, ત્યારે એક ચીનીએ આ બોલીની શરૂઆતની પાંચ મિનિટમાં જ તેને ખરીદી લીધો. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે પણ ચીનના સોંગ વંશથી સંબંધિત એક હજાર વર્ષ જૂનુ બાઉલ ૩.૭૭ કરોડમા વહેંચ્યુ હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ