ગુજરાતના મોટા-મોટા મંદિરોમાં દાનની આવકમાં કરોડોનો ઘટાડો થતા કર્મચારીના પગાર…

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાયો છે. એવામાં કોરોનાના કારણે રાજ્યના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે કોરોનાનું સંક્રમણ હળવું થતાં 58 દિવસ પછી બધા મંદિરોના દ્વાર ખૂલતા ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કારણે લોક-અનલોક વચ્ચે ભક્તિની સરવાણી અટવાઇ ગઇ હતી. કોરોનાના કારણે મંદિરોને મળતા કરોડો રૂપિયાના દાન પર અસર પડી છે. કેટલાંક મંદિરોમાં તો એવી પરિસ્થિતિ જોવા મળી કે મંદિરની આવકમાંથી કરાયેલ ફિકસ્ડ ડિપોઝીટને તોડી કર્મચારીઓનો પગાર કરવામાં આવી રહ્યો છે.

image source

અંબાજી મંદિર બંધ રહેતા અંબાજી આવતા ભક્તો પર નિર્ભર બધા જ બજારો ઠપ્પ થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે શક્તિધામ અંબાજી બારેમાસ યાત્રિકો અને પ્રવાસીઓથી ધમધમતું રહેતું હતું પણ છેલ્લાં બે વર્ષથી કોરોનારૂપી મહામારીના લીધે મહિનાઓ સુધી મંદિર રહેતા અંબાજી ધામ જાણે થંભી ગયું હતું. મંદિર બંધ હોવાના કારણે યાત્રાળુઓ આવતા ન હોત જેના કારણે મંદિરની દાન-ભેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
અંબાજી મંદિરની દાન-ભેટની આવકની વિગત:

2019-20માં આવક– 51,63,97,195;

2020-21માં આવક- 27,88,58,030

image source

આ ઉપરાંત બહુચરાજી મંદિરની આવકમાં 2 કરોડથી વધુનો ઘટાડો નોંધાયો છે તો વડતાલ મંદિરની આવકમાં 11 કરોડનો ઘટાડો થયો છે. જ્યારે ખેડબ્રહ્મા મંદિરના 8 લાખના ખર્ચ સામે માત્ર 4 લાખ જ આવક થઈ છે. કરોડોના દાનથી છલકાતી શામળાજી મંદિરની દાનપેટીમાં માસિક માત્ર 4 લાખની જ આવક થઈ છે.

image source

કોરોના આવ્યો એ પહેલાં શામળાજી મંદિરની સરેરાશ મહિને 15 થી 20 લાખ દાનની આવક થતી. પણ કોરોનાની પહેલી લહેરમાં 70 દિવસ અને બીજી લહેરમાં 50 દિવસ કરતાં વધુ સમય ભગવાન શામળિયાના દ્વાર બંધ રહેતા આ સમયગાળા દરમ્યાન મંદિરની આવક થઇ નથી. શામળાજી મંદિરમાંદર મહિને 10 લાખથી વધુના ખર્ચ થાય છે એની સામે આ વર્ષે સરેરાશ માત્ર 4 થી 5 લાખ આવક થઈ છે જેના કારણે એફ.ડી. તોડીને મંદિરના સ્ટાફનો પગાર કરવો પડ્યો છે.

image source

ડાકોર રણછોડરાય મંદિરના સૂત્રોએ જણાવ્યું કે જ્યારે ડાકોરનું મંદિર ખૂલ્લું હોય ત્યારે રોજ 8 થી 10 હજાર દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. તહેવારોમાં 20 થી 25 હજાર દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેતાં હોય છે.

કોરોનાના કારણે યાત્રાળુઓ અને દર્શનાર્થીઓની સંખ્યા ઓછી થઇ ગઇ હતી અને 58 દિવસ મંદિર બંધ રહેતા દાનની આવકમાં પણ એકદમ ઘટાડો આવી ગયો છે. મંદિર બંધ રહ્યું એ દરમ્યાન માસિક અંદાજે 50 હજારનું દાન આવ્યું હતું. કોરોના પહેલાં મંદિરમાં અંદાજે વાર્ષિક 6 થી 7 કરોડ જેટલું દાન આવતું હતું.

image source

ગયા વર્ષે લોકડાઉનમાં ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર 72 દિવસ ભકતો માટે બંધ રહ્યું હતું જ્યારે હાલ કોરોનાના કારણે 2021માં 58 દિવસ બંધ રહ્યું છે. અહીંયા સૌથી વધારે ભકતો નવરાત્રિમાં આવતા હોય છે ત્યારે પણ મંદિર ભકતો માટે બંધ રહેતા માતાજીની દાનપેટીમાં અગાઉના વર્ષ કરતાં ચાલીસેક ટકા દાન ઓછું આવ્યાનો અંદાજ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong