દેશનું પહેલુ શહેર જ્યાં સોમવારથી શરૂ થશે ડોર-ટૂ-ડોર વેક્સિનેશન

રાજસ્થાનનું બીકાનેર દેશનુ પ્રથમ શહેર બનવા જઈ રહ્યુ છે, જે ડોર-ટુ-ડોર COVID રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. સોમવારથી શરૂ થતુ આ અભિયાન 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે હશે. બિકાનેરમાં બે એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઇલ ટીમો લોકોના દરવાજા સુધી પહોંચવા માટે તૈયાર છે અને લોકોના નામ અને સરનામાં સાથે રસી ડોઝ માટે નોંધણી કરવા માટે જિલ્લા વહીવટીતંત્રએ એક વોટ્સએપ નંબર દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરી છે.

image source

ઓછામાં ઓછા 10 લોકોની નોંધણી પછી, રસી વાન તેમના ઘરે જવા માટે રવાના થશે. રસીનો બગાડ ઓછો કરવા માટે મોબાઇલ વાન શરૂ કરતા પહેલાં ઓછામાં ઓછા 10 નોંધણીઓની જરૂર છે. રસીની એક શીશી 10 લોકોને ડોઝ આપવા માટે વાપરી શકાય છે.

IMAGE SOURCE

જ્યારે રસી વેન રસી આપ્યા બાદ એક સરનામાંથી બીજા સરનામાં પર જશે, તબીબી ટીમ નિરીક્ષણ માટે તે વ્યક્તિની સાથે જશે. રાજ્યની રાજધાની જયપુરથી આશરે 340 કિમી દૂર બીકાનેર શહેરમાં 16 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે અને આ કેન્દ્રોના ડોકટરોને તેમના વિસ્તારમાં કોને રસી અપાય છે તે અંગે માહિતી આપવામાં આવશે જેથી તેઓ પણ કોઈ પ્રતિકૂળ અસરો પર નજર રાખી શકે.

IMAGE SOURCE

બિકાનેર કલેકટર નમિત મહેતાએ જણાવ્યું હતું કે, 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરની વસ્તી સાત લાખથી વધુ છે અને હજી સુધી તેની 60-65 ટકા વસ્તીને રસી અપાઇ છે. મહેતાએ જણાવ્યું હતું કે “નિષ્ણાંતોએ કોવિડ ચેપના ત્રીજા લહેરની આગાહી કરી છે. આને ધ્યાનમાં રાખીને, અમે 45 વર્ષ કેટેગરીમાં 75 ટકા રસીકરણનું લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ. આ વય જૂથ, ખાસ કરીને વૃદ્ધ અને મહિલાઓને રસીકરણ કેન્દ્રોમાં જવા માટે ઘણા અવરોધો છે. તેથી જ લોકોએ તેમના ઘરે આપવાની આ પહેલને લોકોએ આવકારી છે.

image source

બીકાનેરમાં અત્યાર સુધીમાં 3,69,000 થી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આજે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કોવિડ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 40,118 કેસ નોંધાયા છે અને 527 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 453 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનમાં કોરોનાના 368 નવા કેસ સામે આવ્યા છે અને 16 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 8,400 સક્રિય કેસ છે.

રાજસ્થાનમાં 45 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ સફળ બનાવવાના લક્ષ્ય સાથે ગુરુવારે બીડીઓ મુકેશ મશુઆની અધ્યક્ષતામાં બ્લોકની તમામ પંચાયતોના વડા અને ગ્રામ વડાની ઉપસ્થિતિમાં બ્લોક કચેરીમાં બેઠક મળી હતી. બીડીઓએ જણાવ્યું હતું કે શુક્રવારથી રવિવાર દરમિયાન યોજાનારી સપ્તાહના અંતમાં કોવિડ રસીકરણ કાર્યક્રમમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે.</>

image source

આબેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તમામ લોકપ્રતિનિધિઓ ગામડા અને વિસ્તારોમાં ડોર-ટુ-ડોર ઝુંબેશ ચલાવીને લોકોને જાગૃત કરશે. પાત્ર લાભાર્થીઓને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવા પ્રેરણા આપશે. ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો.સૂંદરલાલ મર્ડીએ જણાવ્યું કે રસી સંપૂર્ણ સલામત છે. રસીકરણ એ કોરોના અટકાવવાનો એકમાત્ર રસ્તો છે. લોકોએ કોઈપણ પ્રકારની ભ્રમણા હેઠળ ન આવવું જોઈએ. રસી અવશ્ય લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong