ગુજરાતમાં 604 બાળકો બન્યા નોંધારા, 501 બાળકોએ માતા કે પિતા તો 103 બાળકોએ માતા-પિતા બન્ને ગુમાવ્યાં

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેટલાય પરિવારનો માળો વિખાઈ ગયો છે. જો કે હવે કોરોનાની બીજી લહેર તેના પુરા થવા પર છે અને મોતનો આંકડો પણ ઘટી રહ્યો છે. પરંતુ તેમ છતાં ઘણા બાળકો અનાથ થયા અને ઘણા બાળકોએ પોતાના માતા કે પિતા ખોવાનો પણ વારો આવ્યો છે. ત્યારે આંકડો મળી રહ્યો છે કે કોરોના સંક્રમણના કારણે ગુજરાતનાં 604 જેટલાં બાળકો પરથી માતા પિતાની છત્રછાયા જતી રહી છે. યુવાનોના એક સંગઠને કરેલા સરવેમાં આ વાત બહાર આવી છે.

image source

મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં 103 બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધા છે, જ્યારે 501 બાળકે માતા કે પિતાને ગુમાવી દીધા છે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિમાં વિશ્વાસ નહીં રાખતા આ યુવાનોના જૂથે હવે આ પ્રકારના બાળકોનો જીવનનિર્વાહ યોગ્ય રીતે થાય તેના માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ગૃપમાંથી જ એક યુવક કહે છે કે, અમારી સામે જે પણ માહિતી આવી છે, તેના કરતા વધુ બાળકો નિરાધાર થઈ ગયા હોઈ શકે છે. કારણ કે આ સરવે હેઠળ રાજ્યના મોટાભાગના જિલ્લામાંથી માહિતી ભેગી કરવામાં આવી છે તેમ છતા હજુ માહિતી બાકી પણ રહી ગઈ હોય શકે છે.

image source

આ સરવેમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં સૌથી વધુ 235 બાળકે માતા-પિતા કે બેમાંથી એકને ગુમાવ્યા છે. એવી જ રીતે, રાજકોટમાં 46, બનાસકાંઠામાં 30, ગાંધીનગરમાં 29 અને સુરતમાં 27 બાળક આવા છે. હજુ પણ આ ગૃપ માહિતી એકઠી કરી રહ્યું છે. પરંતુ હાલમાં જે માહિતી સામે આવી છે એમાં ઉંમર પ્રમાણે જો વાત કરીએ તો 1થી 5 વર્ષના 72 બાળકો, 6થી 10 વર્ષના 132 બાળકો, 11થી 15 વર્ષના 163 બાળકો, 16થી 18 વર્ષના 107 બાળકો, 18 વર્ષથી વધુ ઉમરના 130 બાળકોની છત્રછાયા નોંધારી થઈ ગઈ છે. 604 બાળકો તેમના માતા-પિતા કે બેમાંથી એક ગુમાવી ચૂક્યા છે. તેમાં 347 છોકરા અને 257 છોકરી હોવાની પણ વિગત સામે આવી રહી છે.

image source

જો કે કાલે અમદાવાદમાંથી એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. શાળા-સંચાલકો તરફથી વાલીઓને મોટી રાહતના સમાચાર આપ્યા છે. કારણ કે જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે શાળા-સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફી માફીની જાહેરાત કરવામાં આવી છે, જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરાવામાં આવશે. આ નિર્ણયને લોકોએ ખુબ જ વધાવ્યો છે અને આખા ગુજરાતમાં આવું કરવા માટે માગ કરવામાં આવી છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન “સંગાથ’ શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમણે કોરોનાકાળમાં પોતાનાં માતા અથવા પિતા ગુમાવ્યાં છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.

image source

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર તેવા દરેક બાળકને સહયોગ તથા સંરક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે જેમણે કોવિડ-19ના કારણે પોતાના માતા-પિતાને ગુમાવી ચૂક્યા છે. રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી જાણકારી આપવામાં આવી છે કે, એપ્રિલથી 577 બાળકોના માતા-પિતાનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, જે બાળકોના માતા-પિતા અથવા અભિભાવકનું કોરોના વાયરસના કારણે મોત થયુ છે તેઓને ‘પીએમ કેર ફોર ચિલ્ડ્રેન ફંડ’ અંતર્ગત મદદ કરવામાં આવશે. આ અંતર્ગત તે બાળકોને 18 વર્ષની ઉંમર થયા બાદ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. સાથે જ તેમને 23 વર્ષના થઇ ગયા બાદ 10 લાખ રૂપિયા આપવામાં આવશે. એ જ રીતે રાજ્ય સરકાર પણ દર મહિને 4000 રૂપિયા અને પુખ્ચ વયના બાળકને 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!