કામ માટે ક્યારેક ભટકતા હતા જેઠાલાલ, આજે એક એપિસોડની લે છે આટલી ફી.

એક દાયકાથી પણ વધુ સમયથી ચાલી રહેલો કોમેડી શો તારક મેહતા કા ઉલટા ચશ્માં ઘર ઘરમાં લોકપ્રિય બની ચુક્યો છે. વર્ષોથી ટીઆરપીમાં ટોપ રહેનાર આ શોના પાત્ર જેઠાલાલ, બબીતાજી અને પોપટલાલ ખાસ્સા લોકપ્રિય થઈ ચૂક્યા છે. આ બધા કલાકારોની દેશભરમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. આ કદાચ સૌથી લાંબા સમયથી ચાલતો શો છે, જે દર્શકોમાં આજે પણ પહેલાની જ જ લોકપ્રિય છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી ભજવી રહ્યા છે.આજે આપણે જેઠાલાલની અસલી જિંદગી વિશે જાણીશું. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ગુજરાતના પોરબંદરથી 10 કિમી આગળ આવેલા ગોસા ગામના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ પોતાના સ્ટ્રગલ વિશે વાત કરતા કહ્યું હતું કે એમને એક બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાં એમને 50 રૂપિયા પ્રતિ ભૂમિકાના મળતા હતા. એ સમયે કોઈએ એમને કામ નહોતું આપ્યું.

image source

તો એક હવેનો સમય છે જ્યારે દિલીપ જોશી પોતાના પાત્ર જેઠાલાલને નિભાવવા માટે એક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા ફી લે છે. એ મહિનામાં લગભગ 25 દિવસ શૂટિંગ કરે છે અને એ હિસાબે એ આ શો દ્વારા દર મહિને 36 લાખ રૂપિયા કમાય છે. એ પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. એમને 12 વર્ષની ઉંમરથી થિયેટરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એમને પહેલો રોલ એક સ્ટેચ્યુનો મળ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં એમને જણાવ્યું હતું કે એ આ નાટકમાં સાત આઠ મિનિટ સુધી સ્ટેચ્યુ બનીને ઉભા રહ્યા હતા. એમને બે વાર ઇન્ડિયન નેશનલ થિયેટર એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલીપ જોશીને લકઝરી ગાડીઓનો ઘણો જ શોખ છે. એમની પાસે લગભગ 80 લાખ રૂપિયાની કિંમતની ઓડી કયું 7 કાર છે.એ સિવાય એમને ટોયોટો ઇનોવા એમપીવી ગાડી ચલાવવી પણ ખૂબ જ ગમે છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જેઠાલાલનો રોલ મળતા પહેલા એક વર્ષ સુધી દિલીપ જોશી પાસે કોઈ કામ નહોતું. ખુદ એમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કઈ પણ નક્કી નથી. તમે ભલે ગમે તેટલા મોટા સ્ટાર કેમ ન હોય, જ્યાં સુધી કામ છે તમે ત્યાં સુધી જ ટકી શકો છો.

image source

એક્ટરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો એમને હમ આપકે હે કોન, ફિર ભી દિલ હે હિન્દુસ્તાની, હમરાઝ, દિલ હે તુમ્હારા જેવી 15 ફિલ્મોમાં કામ કર્યું છે. દિલીપ જોશીની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો એક્ટરની પત્નીનું નામ જયમાલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!