ગુજરાતી ફિલ્મોની મશહુર અભિનેત્રી રોમા માણેક હવે લાગે છે આવી, જુઓ તેમની હાલની તસ્વીરો

મિત્રો, હાલ ગુજરાતમા તો પ્રાદેશિક ફિલ્મોનો ટ્રેન્ડ ખુબજ વધારે પડતો ચાલી રહ્યો છે પરંતુ, એક સમય હતો જ્યારે ફિલ્મજગતમા ગામડાની સંસ્કૃતિ પર આધારિત ફિલ્મોનો ડંકો વાગતો હતો. પહેલાના સમયમા ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલતાની ફિલ્મો જોવા માટે લોકો પડાપડી કરતા હતા.

image soucre

ત્યારબાદ હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ગુજરાતી ફિલ્મજગતને એક બાવો જ વળાંક આપ્યો હતો. જોકે, હાલ પ્રવર્તમાન સમયમા આ બધા કલાકારો ફિલ્મજગતના પડદા પર કઈ ખાસ સક્રીય નથી. તેમા પણ ‘દેશ રે જોયા પરદેશ જોયા’ જેવી સુપરહિટ ફિલ્મમા ‘રાધાડી’ના પાત્રથી રાતોરાત ખ્યાતી મેળવી ચુકેલી રોમા માણેક હાલ લાખો લોકોના હૃદય પર રાજ કરે છે.

May be an image of 2 people
image soucre

આ ફિલ્મ પછી તેણીએ ઉપરાઉપરી અનેકવિધ સુપરહિટ ફિલ્મો આપી અને રોમા માણેક ગુજરાતી ફિલ્મજગતમા સંપૂર્ણપણે છવાઈ ગઈ હતી. ઘણા લોકોને તો આ વાતનો ખ્યાલ પણ નથી કે, રોમા એ ગુજરાતની નથી પરંતુ, હિમાચલપ્રદેશની નિવાસી છે. છેલ્લા થોડા સમયથી તેણી રૂપેરી પડદાથી ખુબ જ દૂર છે. હાલ, તેણી પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

May be an image of 2 people and people smiling
image source

૯૦ ના દશકની શરૂઆતમાં તેણીએ ઘણી બધી હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યું હતું. જેમા ૧૯૮૭મા આવેલી ફિલ્મ ‘સાત સાલ બાદ’, ૧૯૯૧મા આવેલી ‘દીલ હૈ કી માનતા નહીં’, ‘પીછા કરો’, ‘હમ કુરબાન’, ‘જમાને સે ક્યા ડરના’ વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.

May be an image of 2 people
image source

ખુભ જ ઓછા લોકોને ખબર હશે કે, ૯૦ ના દાયકામા મહાભારત સિરીયલમાં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનુ પાત્ર આ ગુજરાતી અભિનેત્રીએ ભજવ્યુ હતુ. મહાભારત સિરીયલમા માદરીના પાત્ર માટે ડિરેક્ટરને એક સુંદર યુવતીની તલાશ હતી. આ માટે ડિરેક્ટરે રોમા માણેક પર પોતાની પસંદગી ઉતારી હતી.

May be an image of 1 person and smiling
image source

જોકે, મહાભારત સિરીયલ પછી રોમા માણેક બોલીવૂડ ફિલ્મજગતમા લાંબા સમય સુધી જોવા મળી નહોતી. ત્યારબાદ તેણે ગુજરાતી ફિલ્મજગતમા ઝંપલાવ્યું હતું. અહી તેણે ગુજરાતી ફિલ્મ જગતની એકથી એક સુપરહિટ ફિલ્મ આપી હતી. જેમાં ‘ઉચી મેડીના ઊંચા મોલ‘, ‘દેશ રે જોયા દાદા પરદેશ’ જોયા વગેરે સામેલ છે.

May be an image of 2 people
image soucre

આ અભિનેત્રીની કારકિર્દીની સફળતામા ઢોલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક ગોવિંદભાઇ પટેલનો મોટો હાથ હતો. વર્ષ ૨૦૧૫મા જ્યારે ગોવિંદભાઈ પટલેનુ નિધન થયુ ત્યારે વડોદરા ખાતે તેમના બેસણામાં રોમા માણેક તેમને શ્રધ્ધાંજલી અર્પતા ધ્રુસકે-ધ્રુસકે ચોધાર આંસુએ રડી પડી હતી. તેણી અવાર-નવાર જાહેર કાર્યક્રમોમા પોતાની હાજરી અવશ્યપણે નોંધાવે છે. તેણે ગુજરાતી વિધાનસભા અને લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ