ગોલ્ડન ટેમ્પલ સાથે જોડાયેલી આ ખાસ વાતો તેને ઓર વધારે વિશિષ્ટ બનાવે છે.

અમૃતસરનું આ ગુરુદ્વારા પોતાના અપ્રતિમ સૌંદર્ય અને ધાર્મિક એકતા માટે સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. જાણો તેના ઇતિહાસ સાથે જોડાયેલ મહત્વની અજાણી વાતો. ગોલ્ડન ટેમ્પલ અમૃતસરઃ માત્ર સીખ સંપ્રદાય માટે જ નહીં ભારતીય ધરોહરનું પણ અલભ્ય પ્રતીક છે. અમૃતસર સુવર્ણ મંદિર વિશે રસપ્રદ વાતો જાણીને દર્શને જશો તો વધુ મજા આવશે.


અમૃતસરના હ્રદયમાં સ્થિત હોય એ રીતે મધ્યમાં આવેલું આ, સુવર્ણ મંદિર એ દેશમાં સૌથી પ્રસિદ્ધ અને પ્રશંસનીય ગુરુદ્વારા છે. સુવર્ણ મંદિર, શ્રી હરમિંદર સાહેબ મંદિરની કીર્તિ, ભાઈચારો અને સમાનતાના સ્વરૂપ તરીકે અહીં સ્થાપિત છે. શ્રી હરમંદિર સાહેબે પંજાબના સમૃદ્ધ ઇતિહાસમાં અભિન્ન ભૂમિકા ભજવી હતી, જેની સ્મૃતિમાં આ ધાર્મિક વારસાને જાળવી રાખવા શીખ સમુદાય માટેનું પવિત્ર યાત્રાધામ બનેલ છે. ગોલ્ડન ટેમ્પલ જોઈએ તો આપણું મોં ખુલ્લું જ રહી જાય તેવું અદભૂત બાંધકામ અને નક્સીકામ છે, અહીંના સેવાકિય કાર્યકરતાઓ તફથી હૂંફાળું આતિથ્ય જોવા મળે છે અને અહીં પ્રવેશતાં જ મોહક શાંતિનું વાતાવણ આપણાં મનમાં પણ પ્રવેશે છે. ખરેખર તો સુવર્ણ મંદિર વિશે વર્ણાનાત્મક લખાણ કરવા કે વાંચવાને બદલે આ પવિત્ર સ્થળની મુલાકાત કરવાથી જ તેની મૂળભૂત ગરિમાની અનુભૂતિ થાય તેવું છે.


તે વિશ્વના વિવિધ ખૂણાથી આવતા ભક્તોને આકર્ષિત કરે છે જેઓ અહીં ઇશ્વરના આશીર્વાદ અને આધ્યાત્મિક અનુભૂતિ મેળવે છે. ચળકતી સોનેરી દિવાલો અને અદ્વિતિય કોતરણીવાળા આ ભવ્ય સ્થાપત્ય આંખો માટે એક સંપૂર્ણ રીતે એક લિજ્જત છે. વિશાળ તળાવની મધ્યમાં ઊચું બંધાયેલ આ મંદિર આપણાં મનમાં ઘણીવાર એવી ભ્રમણા આપે છે કે અદભૂત સુવર્ણ મંદિર પાણીમાં તરતું હોય છે. અહીં દૃષ્ટિ પડતાં અતિ સુંદર લાગએ છે અને આપણાં મન અને આત્મા પર અમીટ છાપ છોડી દે છે.


શ્રી ગુરુ અમરદાસ જી (ત્રીજા શીખ ગુરુ)ની સલાહ મુજબ, શ્રી ગુરુ રામદાસ જી (ચોથા શીખ ગુરુ) એ1577 ૧૫૭૭ એ.ડી.માં શ્રી હરમંદિર સાહેબને ફરતે અમૃત સરોવર (પવિત્ર પાણીનું સરોવર)ની ખોદકામ શરૂ કર્યું, જે પાછળથી ઈંટથી બાંધવામાં આવ્યું હતું. શ્રી ગુરુ અરજણ દેવ જી (પાંચમા શીખ ગુરુ) ૧૫ ડિસેમ્બર, ૧૫૮૮ના તેમણે શ્રી હરમંદિર સાહિબનું નિર્માણ પણ શરૂ કર્યું. શ્રીગુરુ ગ્રંથ સાહિબ (શીખોનું ગ્રંથ), તેના સંકલન પછી, ૧૬ ઓગસ્ટ, ૧૬૦૪ એ.ડી.ના એક ધર્મિષ્ટ શિખ, શ્રી હરમંદિર સાહિબ ખાતે પ્રથમ સ્થાપિત કરવામાં આવ્યા હતા, બાબા બુધા જીને તેનો પ્રથમ મુખ્ય પૂજારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે વિજય માટે અહીં અખંડ પાઠ કરાવ્યા હતા.


શું તમે નજીકના સમયે સુવર્ણ મંદિરની સફરની યોજના કરી રહ્યા છો? તો અહીં એવા અનેક રસપ્રદ તથ્યો છે જે તમારા ત્યાં દર્શને જવાના વિચારને વધુ પ્રેરશે અને તમને આ પવિત્ર સ્થાનની વધુ એક પગથિયું નજીક લાવશે.

ભગવાન બુદ્ધે આ પવિત્ર સ્થળ પર ધ્યાન ધર્યું હતું.

નોંધપાત્ર સૂત્રો દ્વારા એક એવો ખ્યાલ દર્શાવે છે કે ભગવાન બુદ્ધ ઘણા સમય સુધી સુવર્ણ મંદિરના પવિત્ર સ્થળે રહ્યા હતા. તે સમયમાં, સ્થળ એ ઘટાદાર જંગલોથી ઘેરાયેલું હતું અને અહીં એક એક તળાવ હતું. બુદ્ધે આ સ્થળને સાધુઓ અને સંતો માટે એક આદર્શ ધ્યાન ક્ષેત્ર તરીકે જાહેર કર્યું હતું.

પાંચમા ધર્મ ગુરુએ અહીં મંદિર બંધાવ્યું હતું


ગુરુ નાનક સાહેબને સીખ ધર્મના પહેલા ગુરુ છે. કહેવાય છે કે આ પવિત્ર સ્થળે તેમણે ધ્યાન અને તપ કર્યું હતું. ત્યાર બાદ છેક પાંચમા ગુરુ અર્જને અહીં મંદિરના બાંધકામનો પાયો નંખાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેમણે જ આખા મંદિરની રચના અને બાંધકામની ડિઝાઈન બનાવી હતી. ૧૫૮૧ની સાલથી આ મંદિરને બનતાં આશરે આઠ વર્ષ લાગ્યાં છે.

ગુબ્બજના સુવર્ણ કોતરણી ઉપરથી મંદિરનું નામ પડ્યું હતું…


સુવર્ણ મંદિરનું નામ તેની ઉપર કરાયેલા સુવર્ણ વરખથી બાહ્ય પડ પરને જોઈને રાખવામાં આવ્યું હતું જે આખા મંદિરને આવરી લે છે. ગુરુ ગોવિંદસિંહ સાહેબના મૃત્યુ પછી, આ ગુરુદ્વારા પર સતત ઇસ્લામિક શાસકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૭૬૨માં, આ ધાર્મિક ધરોહરના પ્રતીકને સંપૂર્ણપણે ગનપાવડરથી ઉડાવી દેવામાં આવ્યો. જેના વિનાશ બાદ, બહાદુર શીખ શાસક મહારાજા રણજીતસિંહે આરંભથી સમૃદ્ધ વારસો ફરીથી ઉજાળવા માટે તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો અને તેને સોનાથી મઢીને શણગાર્યો. તેમણે આખા સંકુલને સંભાળી લઈને તેના સંચાલન અને જાળવણીની દેખરેખ માટે દેસાસિંહની નિમણૂક કરી હતી.

સુવર્ણ મંદિરમાં બાબા દીપસિંહનું અવસાન થયું હતું…


બાબા દીપસિંહ ભારતના ઇતિહાસમાં સૌથી માનનીય શહીદ છે. તેમણે શ્રી હરમંદિર સાહિબ ખાતે અંતિમ શ્વાસ લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. વર્ષ ૧૭૫૭માં, જ્યારે અમૃતસર પર જહાં ખાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારે બાબા દીપસિંહે પાંચ હજાર માણસો સાથે યુદ્ધ લડ્યું. ભયંકર યુદ્ધ દરમિયાન તેનું માથુ શરીરથી અલગ થઈ ગયું હતું. જો કે, તેમણે એક હાથથી તેનું માથું પકડી રાખ્યું અને બહાદુરીથી દુશ્મનો સાથે લડ્યા જેથી તે મંદિરમાં પહોંચે અને અહીંની જમીન પર મૃત્યુ પામી શકે.

બધા ધર્મ, જાતિ અને સંપ્રદાય માટે ખુલ્લા છે…


પ્રખ્યાત સુફી સંત મિયાં મીર દ્વારા આ પવિત્ર સુવર્ણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર ગુરુદ્વારા બધા ધર્મ, જાતિ અને સંપ્રદાયની માન્યતાઓ માટે ખુલ્લા છે તેવા સંદેશને ફેલાવવા માટે આમ કરવામાં આવ્યું હતું. મંદિરમાં ચાર પ્રવેશદ્વાર છે દરેક જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના બધા ભક્તો માટે ખુલ્લું છે એમ દર્શાવે છે.

એક પવિત્ર તળાવથી ઘેરાયેલું છે આ સુવર્ણ મંદિર


સુવર્ણ મંદિરની આસપાસનો પૂલ અમૃત સરોવર તરીકે ઓળખાય છે. જેને ભક્તો દ્વારા પવિત્ર તળાવ માનવામાં આવે છે. પ્રાર્થના કરતા પહેલા તેઓ સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરે છે. શિખો માને છે કે આ પવિત્ર તળાવના પવિત્ર જળમાં હાથ – પગ બોળીને ધ્યાન ધરવાથી આધ્યાત્મિક રીતે સમૃદ્ધિ મેળવી શકાય છે. પહેલાની લોક દંતકથાઓ મુજ્બ કહેવાતું હતું કે અમૃત સરોવરમાં સ્નાન કરીને પવિત્ર થયા બાદ શરીરમાંથી દરેક બિમારીઓ અને વિકારો દૂર થઈ જઈ શકે છે.

ભારતીય અને મુઘલ આર્કિટેક્ચરલ શૈલીના મિશ્રણનું એક ઉત્તમ ઉદાહરણ


ઉત્કૃષ્ટ સુવર્ણ મંદિર, હિન્દુ તેમજ ઇસ્લામિક સ્થાપત્યનું એક અનોખું મિશ્રણ છે. આ મંદિરને આરસની શિલ્પો અને પેઇન્ટિંગ્સથી સજાવવામાં આવ્યું છે. જે તાજમહલની જેમ જ અદભૂત દેખાય છે. સુવર્ણ મંદિરના ટોચ પરનું ગુંબ્બજ શુદ્ધ સોનાથી બનાવવામાં આવ્યું છે અને ગુરુદ્વારા પણ નક્કર સોનાના પેનલોથી ઘેરાયેલા છે. છત પણ કિંમતી પત્થરો અને સોનાથી શણગારેલી છે. આંતરિક ગર્ભાશયમાં, પુજારીઓ પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબથી જાપ ચાલુ રાખતા હોય છે જે સુવર્ણ મંદિરના અસ્પષ્ટ વશીકરણમાં વધારો કરે છે. આ મંદિરના નિર્માણ માટે મુસ્લિમ શાસક અકબરે જમીન ભેટ આપી હતી. અહમદ શાહ અબ્દાલીનાસેનાપતિ જહાં ખાને આ મંદિર પર હૂમલો કર્યો હતો, જેના જવાબમાં સિખ સેનાએ તેમના સંપૂર્ણ સૈન્યને નેસ્તનાબૂદ કરી દીધું હતું.

મૂળ મંદિરનું બાંધકામ જમીનના સ્તરથી નીચે બંધાયેલ છે.


આપને જાણીને નવાઈ લાગશે કે મંદિરનો પહેલો માળ અમૃત સરોવરમાં ડૂબેલો છે અને તે સામાન્ય રીતે કાર સેવા દરમિયાન જ દેખાય છે. સુવર્ણ મંદિર ભૂમિની નીચેના સ્તરે વિશિષ્ટ રીતે સ્થાપિત થયેલ હોવાથી, મંદિર તરફ જવા માટેની સીડી નીચે તરફ જાય છે. આ હિન્દુ મંદિરોની તદ્દન વિરુદ્ધ છે જે હંમેશાં જમીનની ઉપરના તરફ જ પાયો નાખવામાં આવે છે. એટલે કે આપણે હંમેશા ઉપર પગથિયાંવાળા મંદિરો જોયાં હશે પરંતુ સુવર્ણ મંદિરમાં આ વિશિષ્ટ સુવિધા નમ્ર જીવનનિર્વાહને સૂચવે છે.

નેવુંના દાયકામાં ચાર વર્ષ સુધી નવીનીકરણ ચાલ્યું!


૧૯૯૦ના દાયકામાં આ પ્રતિકાત્મક ગોલ્ડન મંદિરને પાંચસો કિલોગ્રામ શુદ્ધ સોનાથી મઢીને તેનું નવીનીકરણ કરાયું હતું. ૨૪-કેરેટ સોનાનો ઉપયોગ કરીને ખાસ પ્રકારની પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતી હતી. જે ૨૨ –કેરેટની તુલનામાં ખૂબ શુદ્ધ હોય છે. સોનાની કિંમત આજની તારીખે ૧૩૦ કરોડથી વધુ આલેખાયેલ છે. આ કામ ભારતના જુદા જુદા ખૂણાથી આવેલ કુશળ કલાકારો દ્વારા કરવામાં આવ્યું હતું. અને નવીનીકરણ પૂર્ણ કરવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો, ૧૯૯૫થી ૧૯૯૯ સુધીમાં. એવું માનવામાં આવે છે કે સુવર્ણ મંદિરનો મહિમા ૨૫મી સદી સુધી પહોંચશે.

વિશ્વનું સૌથી મોટું મફત કિચન


અમૃતસરના આ ધાર્મિક અને સામાજિક ધરોહરના પ્રતીક સમા સુવર્ણ મંદિરમાં કરવામાં આવતું લંગર સેવા એ વિશ્વનું સૌથી મોટું મફત રસોડું છે. તે દૈનિક ધોરણે પચાસ હજારથી વધુ લોકોને આ મંદિરના રસોડે ભોજન પીરસાય છે. ધાર્મિક પ્રસંગોએ કાર્યક્રમો પર, આ સંખ્યા વધીને એક લાખ કે તેથી વધુ થાય છે. ભોજન સાદું છતાં સ્વાદિષ્ટ હોય છે અને તેમાં રોટલી, દાળ, શાક અને ખીરનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, અહીંના રસોડે પીરસવામાં આવતા તમામ ભોજન ભક્તો તરફથી આપવામાં આવતા દાનથી ચાલે છે.

સ્વયંસેવકો નિઃશુલ્ક કાર્ય કરે છે


સુપ્રસિદ્ધ સુવર્ણ મંદિર દર મહિને લાખો શ્રદ્ધાળુઓને દર્શન કરવા આવવા આકર્ષે છે. આ પ્રતીકાત્મક ગુરુદ્વારાનું સંચાલન અને જાળવણી સંપૂર્ણ રીતે દાન દ્વારા કરવામાં આવે છે. પરંતુ રસોઈ, સફાઈ તેમજ ભોજન પીરવાનું નિયમિત કાર્ય મંડળમાં વિના મૂલ્યે કામ કરતા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે. અહીં આવતા ભાવિકો પણ શાક સમારવા, રોટલી કરવા કે પીરસવા લાગે છે. અહીંની વ્યવસ્થા જોઈને આપણને નવાઈ લાગે તેવી સ્વચ્છતા અને સ્વયંશીસ્તતા જોવા મળે છે.


સુવર્ણ મંદિર એ અપાર સૌંદર્ય અને ઉત્તમ શાંતિ પ્રાપ્ત કરવાનું સ્થાન છે. આ પરમ પવિત્ર ધર્મસ્થાનની મુલાકાત લેનારા ભક્તો ઘણી વાર શાંતિ અને સંતોષની ભાવના અનુભવે છે. વિનમ્રતા અને સેવાને પ્રોત્સાહન આપીને, આ ધાર્મિક વારસો સમાનતા અને શાંતિનો સંદેશો ફેલાવે છે. કોઈ શંકા નથી કે સુવર્ણ મંદિર પ્રભાવશાળી છે, સાથે સાથે દેશમાં જ નહીં પણ વિશ્વભરમાં એક પ્રેરણાદાયક પર્યટક સ્થળ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ