માત્ર બે જ દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 29000 કરોડનો વધારો થયો ! જાણો તે પાછળનું કારણ

અચાનક બે દિવસમાં મુકેશ અંબાણીની સપત્તિમાં થયો છે તોતીંગ વધારો. આ આંકડો લાખોમાં નહીં કરોડોમાં નહીં પણ અબજોમાં છે. તેમની સંપત્તિમાં આ ઉછાળો તેમની તાજેતરમાં થયેલી 42મી એજીએમની બેઠક બાદ આવ્યો છે.

એમ પણ મુકેશ અંબાણીની ગણતરી એશિયાના સૌથી ધનીક વ્યક્તિઓમાં થાય છે અને ભારતના તે સૌથી ધનાડ્ય વ્યવસાયી છે જ. અને તોતિંગ વધારો થતાં તેમની અબજોની સંપત્તિમાં બીજા અબજો રૂપિયાનો ઉમેરો થયો છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે સોમવારે એટલે કે 12-ઓગસ્ટ-2019ના દિવસે તેમની કંપનીની 42મી એજીએમ યોજવામાં આવી હતી અને આ બેઠક બાદ જ સંપત્તિમાં વધારો થયો છે. આ બેઠકમાં તેમણે પોતાની કંપનીને લઈને કેટલીક મોટી જાહેરાતો કરી હતી.

તેમણે જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઇડસ્ટ્રીમાં સાઉદી અરામકો 75 અબજ ડૉલરનું રોકાણ કરશે. ભારત માટે આ એક અત્યંત મોટું રોકાણ હશે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જીયોમાં દર વર્ષે એક કરોડ નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે. આજે રિલાયન્સ એ ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની છે અને જે રીતે તેના ગ્રાહકોમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે તે જોતાં તે વિશ્વની બીજી સૌથી મોટી ઓપરેટર કંપની બની છે.

બીજી બાજુ ઘરેઘરે લેન્ડલાઈન દ્વારા હાઈસ્પિડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે તેમણે ઓપ્ટિક ફાયબર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યાર સુબધીમાં 3.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ જાહેરાતોને ભારતીય શેરમાર્કેટોએ પોઝિટિવ ગણાવી છે અને તેના કારણે જ કંપનીના શેરોમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે.

રિલાયન્સ દ્વારા યોજવામાં આવેલી વાર્ષિક સામાન્ય સભા બાદ મુકેશ અંબાણીને 28,684 કરોડ રૂપિયાનો લાભ થયો છે.

તમને જણાવી દઈએ કે રિલાયન્સે જીયોને માર્કેટમાં ઉતારર્યાને આવતા મહિને ત્રણ વર્ષ પૂર્ણ થશે. એવું કહી શકાય કે જીયોના માર્કેટમાં આવતા જ લોકો માટે ડિજિટલ લાઈફ કનેક્ટીવીટી સરળ બની ગઈ છે. તેમજ કેટલીક મોટી ટેલિકોમ કંપનીઓની ઇજારાશાહિઓનો પણ અંત આવ્યો છે.

આવનારા વર્ષમાં જીયો દ્વારા કંપનીની આવક વધારવાના ઉદ્દેશથી ઇંટરનેટ ઓફ થિંગ્સ, એન્ટરપ્રાઇઝીસ સર્વિસ, હોમ બ્રોડબેન્ડ સર્વિસ અને નાના તેમ જ મધ્યમ કદના વ્યવસાયો માટેના બ્રોડબેંડ પર કેન્દ્રીત થવામા આવશે.

ઘણા વખતથી લોકોમાં ઇંતેજારી હતી કે હવે રિલાયન્સ જિયો ગીગા ફાઈબર નેટવર્કને લોંચ કરશે પણ તેમણે તેના માટે હજુ પણ એક વર્ષ રાહ જોવી પડશે. આવનારા 12 મહિનામાં જીયો ગિગા ફાઈબર નેટવર્ક પૂર્ણ થવાની આશા છે.

મુકેશ અંબાણીએ ખુબ જ સસ્તા ભાવે સારી કનેક્ટિવીટી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દેશને ડિજિટલના માર્ગે આગળ વધારવા માટે રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે માઇક્રોસોફ્ટ સાથે કરાક કર્યો છે.

તેમણે પોતાના વ્યવસાયને લગતી જાહેરાતો સાથે કેટલીક સમાજકલ્યાણને લગતી જાહેરાતો પણ કરી છે જેમાં તેમણે કેરાલા, આંધ્ર પ્રદેશ, તેમજ ઓડિસામાં રિહેબિલિટેશન સેન્ટર સ્થાપવાની વાત કરી છે. તો બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં વિકાસને વેગ આપવા માટે રોકાણ પર પણ ભાર આપ્યો છે.

આ ઉપરાંત જિયો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉચ્ચ શિક્ષા, સ્પોર્ટ્સ અને રિસર્ચ માટે વિશ્વસ્તરીય સંસ્થાઓ પણ ખોલવાની વાત કરી છે. તેમણે જિયો ગીગા ફાયબર વિષે જણાવ્યું કે અત્યાર સુધીમાં 1.5 રજિસ્ટ્રેશન પૂરા થઈ ગયા છે. કુલ 1600 શહેરોમાં ગીગા ફાયબર સેવાઓએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ પાંચ લાખ ઘરોમાં ફાયબર બ્રોડબેન્ડની સેવાઓ આપવામાં આવી રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ