શેમ્પેઇન ગોલ્ડ સાડીમાં ઇશા અંબાણી લાગી એટલી સ્માર્ટ કે નહિં હટે તમારી નજર તેની આ તસવીરો પરથી..

સિક્વિન કોકટેઈલ સબ્યસાચી સારીમાં ઇશા અંબાણી ગજબની લાગી રહી છે, તમે પણ તેણીનો લૂક ફોલો કરવા મજબૂર બની જશો

અંબાણી કુટુંબના ભવ્ય લગ્નો બાદ હવે અરમાન જૈનના લગ્નએ સમગ્ર મુંબઈને ઘેલુ કર્યું છે. આ લગ્નમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી અને મુંબઈની જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. ત્રણ દિવસના ભવ્ય સેલિબ્રેશન બાદ અરમાન જૈનના લગ્ન બાદ અરમાને ભવ્ય રિસેપ્શન હોસ્ટ કર્યું હતું જેમાં શાહરુખ, ગૌરી ખાન, કરિના કપૂર ખાન, કરિશ્મા કપૂર, રનબીર કપૂર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર આહુજા વિગેરેએ હાજીર આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ami Patel (@stylebyami) on

આ ભવ્ય રીસેપ્શન પાર્ટીમાં ઇશા અંબાણીએ પોતાના કુટુંબ સાથે હાજરી આપી હતી, તેણીએ આ રિસેપ્શન માટે શેમ્પેઈન ગોલ્ડ સારી પહેરી હતી જે તેણીના માનીતા ડિઝાઈનર સબ્યસાચી દ્વારા એસેમ્બલ કરવામા આવી હતી અને તેમાં તેણી અત્યંત એલિગન્ટ અને રોયલ લાગી રહી હતી. આવો જ સેમ આઉટફીટ દીપિકાએ પોતાની ફિલ્મ છપકના પ્રિમયર વખતે પહેર્યો હતો.

image source

ઇશા અંબાણીએ આ શેમ્પેઇન ગોલ્ડ સાડી સાથે ડાયમન્ડ જ્યુલરી પહેરવાનું પસંદ કર્યુ હતું. પોતાના લગ્નની ઉજવણી વખતે તેણી માથાથી પગ સુધી સોનામાં સજેલી જોવા મળી હતી. અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાની સંગીત સંધ્યામાં તેણીએ ગોલ્ડ સિક્વીન સારીને ખુબ જ એલિગન્ટલી પહેરી હતી, તેણીએ તેની સાથે સ્લિવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. તેની સાથે તેણીએ ડાયમન્ડ ચોકોર નેકલેસ પહેર્યો હતો અને આંગળીમા નેકલેસને મેચ થતી કોકટેઈલ રીંગ્સ પહેરી હતી. તેણીએ પોતાના વાળ પણ ખુલ્લા સ્ટ્રેઇટ રાખ્યા હતા. મેકઅપમાં તેણીએ બ્રોન્ઝ શેડ પસંદ કર્યો હતો.

image source

સબ્ચસાચીની આ સાડી તમને બીજા ડીઝાઈનરની પણ મળી રહેશે જે પ્રમાણમાં ઘણી સસ્તી હશે. સબ્યસાચીની આ સાડીની મૂળ કીંમતની તો કોઈ માહીતી નથી પણ તેની સાડી રેંજ પ્રમાણે આ સાડી 1.5 લાખથી 2.5 લાખની હોઈ શકે છે. કોમલ સૂદની ડીઝાઈન કરેલી આ પ્રકારની એક સાડી માર્કેટમાં 32,000માં અવેલેબલ છે, ઇશા જેવી જ્યુલરીની વાત કરીએ તો નેકલેસ તમને 7200માં મળી રહેશે અને કોકટેઈલ રીંગ તમને 7500માં મળી રહેશે. તો બસ થઈ ગયો તમારો લૂક કંપ્લીટ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ