Gold Price : ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં આવ્યા ફેરફાર, જાણો શું છે આજનો 22 કેરેટ સોનાનો ભાવ

લગ્નની સીઝનની વચ્ચે આજે સર્રાફા બજારમાં સોનાની ચમક પહેલાથી વધી છે તો ચાંદી પણ મજબૂત બની છે. આજે 29 એપ્રિલે 24 કેરેટ સોનાનો ભાવ 168 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યો છે અને સાથે તે 47027 રૂપિયા સાથે ખૂલ્યો છે. તો અન્ય તરફ ચાંદી 867 રૂપિયા પ્રતિ કિલોના ઉછાળા સાથે 68867 રૂપિયા સુધી પહોંચી છે.

image source

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ અનુસાર આજે સર્રાફા બજારમાં 23 કેરેટ સોના 46839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું છે. તો અન્ય તરફ 22 કેરેટ સોનાનો ભાવ 43077 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સિવાય 18 કેરેટ સોનાનો ભાવ 35270 રૂપિયા સુધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશને જાહેર કરેલા રેટ અને શહેરમાં ભાવમાં 500-1000 રૂપિયા સુધીનું અંતર આવી શકે છે.

IBJA ના રેટ દેશભરમાં રહેશે માન્ય

image source

ઉલ્લેખનીય છે કે IBJAના ભાવ દેશમાં માન્ય રહે છે. આ વેબસાઈટ પર જાહેર કરાયેલા રેટમાં જીએસટીને સામેલ કરાયો નથી, સોનું કે ચાંદીની ખરીદી સમયે તમે IBJAના રેટને મદદ માટે લઈ શકો છો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના આધારે IBJA દેશમાં 14 સેન્ટરથી સોના ચાંદીના કરંટ રેટને લઈને તેનું ઔસત મૂલ્ય આપે છે. સોના ચાંદીના કરંટ રેટ કે હાજર ભાવ અલગ અલગ જગ્યાઓએ અલગ હોઈ શકે છે પરંતુ સાથે જ તેની કિંમતોમાં થોડું અંતર હોય છે.

image source

સોનું ખરીદવા માટે અત્યારનો સમય સારો છે. કેમકે લગ્નની સીઝન શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ સતત ચાલી રહ્યા છે. અત્યાર સુધી સોનાના ભાવમાં 9000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સોનાનો વાયદા 0.4 ટકા વધીને 47265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુો છે. જ્યારે ચાંદીના વાયદા 1.1 ટકા વધવાની સાથે 68534 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. સોનામાં 0.42 ટકાનો ઘટાડો થયો હતો તો ચાંદીમાં 1.75 ટકાનો ઘટાડો આવ્યો છે.

શું કહે છે એક્સપર્ટ્સ

image source

એચડીએફસી સિક્યોરિટીના સિનિયર એનાલિસ્ટ તપન પટેલ કહે છે કે અઠવાડિયાની શરૂઆતમાં 2 દિવસમાં સોનાનો ભાવ સ્થિર રહ્યો છે. અમેરિકામાં યીલ્ડમાં મંગળવારે વધારો જોવા મળ્યો છે. આજે સોનાની કિંમતમાં આંતરરાષ્ટ્રિય બજારમાં પણ ઘટાડો આવ્યો છે. તેની અસર ભારતીય બજારોમાં પડી રહી છે. મોતીલાલ ઓસવાલ ફાયનાન્શિયલ સર્વિસના વીપી કોમોડિટી રિસર્ચ નવનીત દમાણીએ કહ્યું કે કારોબારી અને રોકાણકારોને અમેરિકી ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના પરિણામની રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!