OMG! આ ગામમાં 12 વર્ષ પછી દીકરીના શરીરમાં થાય છે આવા ફેરફારો અને પછી બની જાય છે છોકરીમાંથી છોકરો…

દુનિયાભરના દેશોમાં વર્તમાન સમયમાં દિકરા અને દીકરીમાં ફરક રાખવામાં આવતો નથી. કારણ કે આપણા સમાજમાં દીકરા દીકરીને સમાન ગણવામાં આવે છે. તેમ છતાં એક ગામ એવું છે જ્યાં વર્તમાન સમયમાં પણ જ્યારે કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે તો ત્યાં ઉદાસી છવાઈ જાય છે. આ ગામ આવેલું છે ડોમિનિકલ રિપબ્લિકમાં. આ ગામનું નામ લા સલિનાસ છે. આ ગામને લોકો શ્રાપિત પણ માને છે.

image source

લા સલિનાસ ગામમાં કુલ વસ્તી આશરે 6 હજાર જેટલી છે. અહીં એવી ઘટના બને છે જે વિશ્વભરના સંશોધનકારો માટે પણ પડકાર છે. આ ઘટનાના કારણે જ અહીં જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે લોકોમાં ઉદાસી છવાઈ જાય છે. આ જ કારણે આ ગામને વિશ્વનું રહસ્યમયી ગામ ગણવામાં આવે છે. સ્થાનિકોનું માનવું છે કે ગામમાં કોઈ અદ્રશ્ય શક્તિ છે. આ કારણે ગામ લોકો અહીં દીકરીનો જન્મ થાય તો ચિંતામાં પડી જાય છે.

image source

આ ગામની દીકરીઓ સાથે સમસ્યા એ થાય છે કે તેઓ મોટી થાય એટલે છોકરો બની જાય છે. આવું શા માટે અહીંની દીકરીઓ સાથે થાય છે તે વાત વૈજ્ઞાનિકો માટે પણ પ્રશ્ન છે. સ્થાનિકો આમ થવાનું કારણ કોઈ શ્રાપ હોય તેમ માને છે. જો કે આ ગામની દીકરીઓ સાથે જે થાય છે તે એક સમસ્યા છે. જેના કારણે જ્યારે છોકરીઓની ઉંમર વધે છે તેમ તેમ તેમનામાં પુરુષના જનનાંગ વિકસીત થવા લાગે છે. આવું સામાન્ય રીતે 12 વર્ષની ઉંમર પછી થવા લાગે છે. એટલે કે 12 વર્ષ પછી દીકરીનો અવાજ તેના અંગ બધું જ પુરુષ જેવું થવા લાગે છે.

image source

આ બાળકોને ગ્વેડોચે કહેવામાં આવે છે. અહીંના બાળકો જે બીમારીથી પીડાય છે તેને સુડોગોર્માફ્રાડાઈટ કહેવામાં આવે છે. આ બીમારી પર ઘણા સંશોધન પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેનો ઉપાય શોધવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં સફળતા હજુ સુધી મળી નથી. સંધોન અનુસાર આ ગામમાં જન્મ લેતા 90 બાળકોમાંથી 1ને આ સમસ્યા 12 વર્ષની ઉંમરથી થવા લાગે છે. તેથી જ અહીં જ્યારે દીકરીનો જન્મ થાય છે તો માતાપિતા ચિંતામાં પડી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ