દારુથી દૂર રહેજો, નહિંતર કોરોનાની રસી નહિં કરે અસર, વાંચી લો આ વિશે વધુમાં તમે પણ

કોરોના વાયરસની અસરદાર વેક્સિનને જોવા જઈએ તો દારૂથી દુર રહેવું પડશે, જાણીશું આવું કેમ હોય છે?

રશિયા દેશની સરકાર દ્વારા કોરોના વાયરસની વેક્સિનને લગાવતા પહેલા અને વેક્સિનને લગાવી લીધાના બે મહિના સુધી દારૂનું સેવન નહી કરવાની સલાહ આપવામાં આવી છે. રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તાતિયાના ગોલીકોવા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, સ્પુતનિક V કોરોના વાયરસ વેક્સિનની અસર ૪૨ દિવસ દરમિયાન થાય છે. એટલા દિવસ સુધી દારૂથી દુર રહેવાનું જરૂરી છે. રશિયા દેશની સરકારએ સ્પુતનિકને લઈને આ સાવચેતી જાહેર કરી છે, જો કે, આ સાવચેતી કોરોના વાયરસની તમામ વેક્સિન પર લાગુ પડે છે.

શું કહેવામાં આવ્યું છે રશિયાની એડવાઈઝરીમાં?

-કન્ઝ્યુમર રાઈટ્સ પ્રોટેક્શન અને હ્યુમન વેલ બીઈંગ પર સર્વિલાંસ માટે રશિયન ફેડરલ સર્વિસના પ્રમુખ એના પોપોવાના નિવેદનથી વિવાદ સર્જાઈ ગયો છે. પોપોવાનાએ રશિયાના એક રેડિયોને આપવામાં આવેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ વેક્સિનના પહેલા ડોઝ લેવાના બે અઠવાડિયા પહેલા અને બીજા શોટ લઈ લીધાના ત્રણ અઠવાડિયા સુધી તે વ્યક્તિએ દારૂનું સેવન કરવું જોઈએ નહી. કોરોના વાયરસની વેક્સિનના બે ડોઝની વચ્ચે ત્રણ અઠવાડિયાનું અંતર રાખવામાં આવી રહ્યું છે. એટલે કે, કોરોના વાયરસ વેક્સિનનો તમામ સમયગાળો ૮ અઠવાડિયા એટલે કે બે મહિના સુધી દારૂથી દુર રહેવું પડશે.

image source

કેમ ખરાબ છે દારૂ?

-રશિયાના ચીફ સાયન્ટિસ્ટ એલેકઝાન્ડર ગિંટસબર્ગ મોસ્કોમાં ગામાલેયા નેશનલ સેન્ટર ઓફ એપીડેમીયોલોજી અને માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ છે. આ સંસ્થા દ્વારા સ્પુતનિક V વેક્સિન તૈયાર કરવામાં આવી છે. તેઓનું કહેવું છે કે, કોરોના વાયરસની વેક્સિન લગાવી લીધા પછી દારૂનું સેવન કરવામાં આવે છે તો ઈમ્યુન રિસ્પોન્સ નબળો થઈ શકે છે તેના કારણે કોરોના વાયરસની વેક્સિનની અસર પણ સમાપ્ત થઈ શકે છે. એટલા માટે રશિયાના ચીફ સાયન્ટિસ્ટ એલેકઝાન્ડર અને તેમની ટીમ દ્વારા સલાહ આપવામાં આવી છે કે, કોરોના વાયરસની વેક્સિનના ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી દારૂનું સેવન કરવું જોઈએ નહી.

image source

-દારૂ, વેક્સિન માટે કેટલી હદ સુધી ખરાબ છે એના વિષે જાણવા માટે વર્ષ ૨૦૧૨માં સ્વીડન દેશમાં રીસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં દારૂનું સેવન કરનાર વ્યક્તિઓને બેક્ટેરીયલ નિમોનિયાની વેક્સિન આપવામાં આવી હતી પરંતુ તે દારૂનું સેવન કરેલ વ્યક્તિઓના શરીરમાં વેક્સિનનો ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો હતો નહી. રિસર્ચર્સ દ્વારા એવરેજ ૩૦ મિલી દારૂનું સેવન કરવાના કારણ છે તેવું જણાવ્યું હતું. ત્યાં જ ગિંટસબર્ગ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ૩૦૦ મિલી વોડકા આપના શરીરમાં એંટીબોડી બનવાના કાર્યને નબળું પાડે છે. પરંતુ જો આપ એક ગ્લાસ શેમ્પેઇનનું સેવન કરો છો તો આ આપના માટે હાનિકારક બનશે નહી.

-ગિંટસબર્ગ એવું કહે છે કે, રશિયામાં અમે બધા વેક્સિનેશન કરવા દરમિયાન દારૂબંધી કરવા વિષે વાત કરતા નથી. અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે, કોરોના વાયરસની વેક્સિન લઈ લીધા પછી જ્યાં સુધી આપના શરીરમાં કોરોના વાયરસની સામે લડવા માટે ઈમ્યુન રિસ્પોન્સ વિકસિત ના થઈ જાય ત્યાં સુધી વ્યક્તિ દ્વારા દારૂનું સેવન મર્યાદિત કરી દેવામાં આવે તો સારા પરિણામ પ્રાપ્ત થાય છે.

image source

-સ્પુતનિક V કાર્યક્રમને ફંડિંગ આપી રહેલ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના CEO કિરિલ દિમિત્રેવએ કહ્યું છે કે, ‘આ વાત એકદમ સાચી છે એ, વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરવાથી વ્યક્તિની ઈમ્યુનીટી નબળી થઈ જાય છે. એના કારણે વેક્સિનની અસર એકદમ જ ધીમી થઈ જાય છે. જો કે, આ બાબત ફક્ત સ્પુતનિક પર જ લાગુ નથી પડતી, પરંતુ બધી જ વેક્સિન પર લાગુ પડે છે.’

ટ્રાયલ્સ દરમિયાન શું કોઈ માહિતી સામે આવી?

image source

-સ્પુતનિક V વેક્સિનના ટ્રાયલ્સ કરવા દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે, ફક્ત ૧૦% વ્યક્તિઓની ઈમ્યુનીટીમાં વધારો થયો હતો નહી. જો કે, અન્ય વેક્સિનની બાબતે પણ આવા પ્રકરના આંકડાઓ સામે આવ્યા છે. પરંતુ આમ થવાના કારણો અત્યાર સુધી જાણી શકાયા નથી. જો કે, આમ થવાનું એક કારણ દારૂનું સેવન કરવું પણ હોઈ શકે છે આ બાબતે તપાસ કરવાની જરૂરિયાત છે.

-જો કે, અત્યાર સુધીમાં દારૂનું સેવન અને ઈમ્યુન સિસ્ટમ સાથે સંબંધિત જેટલા પણ અભ્યાસ કરવામાં આવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરવાથી ઇન્ફેકશન થવાનો ખતરો પણ વધી જાય છે. જેના કારણે આપની ઈમ્યુનીટી નબળી થઈ જાય છે. યુકેમાં યુનીવર્સીટી ઓફ એડીનબરાના ઈમ્યુનોલોજીસ્ટ એલીએનોર રાઈલી દ્વારા કહેવામાં આવ્યું છે કે, વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરનાર વ્યક્તિઓને ઘણી બધી સમસ્યાઓ થવા લાગી છે અને આવી વ્યક્તિઓના ઈમ્યુન ફંક્શન નબળા થઈ જવા એમાંથી એક છે.

image source

-ઓક્સફોર્ડ યુનીવર્સીટીના પ્રોફેસર પોલ ક્લેનરમેને જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ઘણા લાંબા સમયથી વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરે છે તો આ વાત નિશ્ચિત છે કે, તેની સીધી અસર તે વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ પર અસર કરે છે. જો કે, તે વાત સ્પષ્ટ નથી થઈ શકી કે, ઓછા માત્રામાં દારૂનું સેવન કરવાથી પણ ઈમ્યુનીટી પર કેવી અસર કરશે.? આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી આવશ્યક થઈ જાય છે. જો કે, જુદા જુદા દેશોમાં વેક્સિનને લઈને અલગ અલગ ગાઈડલાઈન લાગુ કરી શકે છે.

-જો કે, હવે ભારત દેશ વિષે વાત કરીએ તો ભારતમાં એકપણ વેક્સિનની ટ્રાયલ્સ કરવા દરમિયાન દારૂનું સેવન કરવાની કે પછી નહી કરવાની સાવધાની વોલન્ટીયર્સને આપવામાં આવી નથી. અત્યારના સમયમાં ભારત દેશમાં ઓક્સફોર્ડ યુનીવર્સીટી અને એસ્ટ્રાજેનેકાની વેક્સિનના ફેઝ- ૩ની ટ્રાયલ્સ સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી જ રીતે ભારતમાં બાયોટેક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી, જેનેવા ફાર્મા, ઝાયડસ કેડિલા, બાયોલોજીકલ E જેવી કંપનીઓ દ્વારા પણ પોતપોતાની વેક્સિન પર ટ્રાયલ્સ કરી રહ્યા છે.

image source

ભારત દેશના એક્સપર્ટ શું કહી રહ્યા છે?

-ભારત દેશના એક્સપર્ટસનું કહેવું છે કે, દારૂનું સેવન કરવું હાનિકારક છે એટલું જ નહી દારૂનું સેવન કરવાથી વ્યક્તિને ગંભીર બીમારીઓ પણ થવાની શક્યતા છે, જો કે, આ વાતમાં કોઈ નવી વાત નથી. રશિયા દેશ દ્વારા જે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે તે સામાન્ય રીતના છે. જેનું ધ્યાન સાધારણ રીતે રાખવું જ જોઈએ. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગના ડાયરેક્ટર અને મુખ્ય ડૉ. પ્રવીણ ગુપ્તાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કહ્યું છે કે, વેક્સિનની આ અસરની જાણકરી બે મહિના પછી ધ્યાનમાં આવશે. એના લીધે જ સાવચેતી રાખવાની ઘણી આવશ્યકતા છે.

image source

-ત્યાં જ શ્રી બાલાજી એક્શન મેડીકલ ઇન્સ્ટીટયુટ નવી દિલ્લીના માઈક્રોબાયોલોજી સબ્જેક્ટના સીનીયર કન્સલટેન્ટ ડૉ. જ્યોતિ મટ્ટા દ્વારા કહેવામાં આવ્યું છે કે, રશિયા દેશમાં જે નિવેદન સામે આવ્યા છે, તે વેક્સિન લઈ લીધા પછી શરીરના મજબુત ઈમ્યુન રિસ્પોન્સને વધારવા માટે આપવામાં આવ્યા છે. તેમ છતાં અત્યાર સુધીમાં અમારા દ્વારા સ્પુતનિક વેક્સિનના સાઈડ ઈફેક્ટસ વિષે કોઈ જાણકારી મળી નથી. આ વિષે અમારે આ બાબતે વિસ્તારથી એ પણ જોવું પડશે કે, દારૂ પીવાના લીધે વેક્સિનની અસર કેટલી હદ સુધી સમાપ્ત થઈ શકે છે.?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ