અહિં સરકારે મુકી ખાસ ઓફર, માત્ર 12 રૂપિયામાં તમે બની શકો છો ઘરના માલિક, જાણો વધુમાં

ઘર ખરીદવું દુનિયાના દરેક વ્યક્તિનું સપનું હોય છે. પોતાના ઘરમાં રહેવાની અનુભૂતિ અલગ જ હોય છે. લોકો જીવનભરની કમાણી અને બચત ઘર ખરીદવામાં ખર્ચ કરી દેતા હોય છે. જ્યારે ઘણા લોકો નાની વયથી પોતાનું ઘર ખરીદવા માટે પૈસા જમા કરતા હોય છે. જો કે તેમ છતાં વધતી મોંઘવારીના કારણે લોકોનું ઘર લેવાનું સપનું પુરું થઈ શકતું નથી. ભારતના જ કેટલાક શહેરોમાં ઘર અને જમીનની કિંમત કરોડોની થઈ ચુકી છે. તેવામાં ઘરનું ઘર લેવું કેટલાક લોકો માટે અશક્ય થઈ જાય છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો છે જ્યાં તમે માત્ર 12 રૂપિયામાં ઘર ખરીદી શકો છો.

image source

જાણીને નવાઈ લાગશે પરંતુ ક્રોએશિયાના એક શહેરમાં માત્ર 12 રૂપિયામાં ઘર ખરીદી શકાય છે. ક્રોએશિયાના ઉત્તરી વિસ્તારમાં આવેલા લેગ્રાડ શહેરમાં માત્ર 12 રૂપિયામાં ઘર ખરીદી શકાય છે. ત્યાંની કરેંસીમાં હિસાબ કરીએ તો 16 સેંટમાં અહીં ઘર ખરીદી શકાય છે. આ વાત મજાક નથી વાસ્તવિકતા છે. અહીં ઘર આટલા સસ્તા હોવાનું કારણ છે કે સરકાર લોકોને ઘર ખરીદવા મદદ કરી રહી છે.

image source

ક્રોએશિયાનું આ શહેર ક્યારેય ગીચ વસ્તી ધરાવતું શહેર હતું પરંતુ અનેક કારણોના લીધે અહીંથી લોકો ધીરે ધીરે અન્ય જગ્યાએ સ્થળાંતરીત થવા લાગ્યા. આ કારણોમાં સૌથી મોટું કારણ છે કે આ શહેરની અહીંના મુખ્ય શહેરો સાથે કનેક્ટીવીટી નથી. તેથી અગાઉ અહીં રહેતા લોકો મુખ્ય શહેરોમાં સ્થાયી થઈ ગયા છે. હવે આ શહેરને ફરીથી માનવવસ્તીથી ભરવા માટે સરકારે અહીં સસ્તામાં ઘર વેંચવાનો નિર્ણય કર્યો છે. જેથી લોકો અહીં આવે અને અહીં વસવાટ કરે.

image source

લેગ્રાડ નામના આ શહેરમાં પ્રોપર્ટી કોઈપણ ખરીદી શકે છે. પરંતુ તેના માટે સરકારની એક શરત માનવી પડે છે. ક્રોએશિયા સરકારે એક શરત રાખી છે કે જે અહીં ઘર ખરીદે તેણે એક કરાર કરવો પડશે. આ કરાર એવો છે કે તે વ્યક્તિ ઘર ખરીદ્યા બાદ 15 વર્ષ ત્યાં રહે. ઘર ખરીદી અને તેને ખાલી છોડી શકાશે નહીં, ખરીદનારે અહીં સ્થાયી થવું પડશે. જે વ્યક્તિ આ શરત માનવા તૈયાર થાય છે તે 12 રૂપિયામાં ઘર ખરીદી શકે છે.

image source

જો કે આ શરત હોવા છતાં સરકારે વેંચવા મુકેલા 19 ઘરમાંથી માત્ર બે ઘર બાકી બચ્યા છે. અન્ય 17 ઘરનું વેચાણ થઈ ચુક્યું છે. આ ઓફર ક્રોએશિયા સરકારે દરેક દેશના નાગરિક માટે ખુલ્લી મુકી હતી. તેમની શરત માત્ર એટલી હતી જે તે 15 વર્ષ આ શહેરમાં રહે તેને પાણીના ભાવે પોતાનું ઘર મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong