રસી વિવાદ બાદ 250થી વધુ લોકો ભેગા કરીને ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી, ફોજદારી ગુનો દાખલ

લોક ગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં આવ્યા છે. નોંધનિય છે કે, દેશ-વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ભુજ શહેરના જોડિયા ગામ માધાપરના લોકગાયિકા ગીતા રબારીએ ગત શનિવારે ટ્વિટર પર પોતાના ઘરે કોરોના રસી લીધાની પોસ્ટ મૂકી હતી, ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં વિવાદ થતાં તેમણે પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. જો કે આ વિવાદ હજુ તા જો છે ત્યાં ફરી બીજો વિવાદ સામે આવ્યો છે.

image source

આ અંગે મળતી માહિત પ્રમાણે ભુજ તાલુકાના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી અને કાર્યક્રકમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યાર બાદ બનાવમાં પદ્ધર પોલીસ મથકે ડાયરાનું આયોજન કરનાર ગાંધીધામના સંચાલક અને કોરોના મહામારી વચ્ચે ડાયરામા ભાગ લેનાર ગીતા રબારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

image source

આ અંગે દાખલ ફરિયાદ મુજબ રેલડી ગામે આવેલા લક્કી ફાર્મ પર પેડીનો કાર્યક્રમ સંજયભાઇ પ્રતાપભાઇ ઠક્કર (રહેવાસી. ગાંધીધામ) અને લોકગાયિકા ગીતાબેન રબારી (રહેવાસી. અમદાવાદ)એ કોરોના મહામારીમાં મોટા રાજકીય કે ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધો હોવા છતા લોકોના જીવ જોખમમાં મુકાય એવું બેદરકારીભર્યું કૃત્ય કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

image source

આ અંગે સામે આવેલી વધુ માહિતી અનુસાર 21મી જૂનની રાત્રે રેલડી ફાર્મહાઉસ પર સંજયભાઇ ઠક્કરે ડાયરો યોજવાની વાત અગાઉથી ગીતાબેન રબારીને કરી હતી, આ અંગે ગીતાબેન રબારીએ સહમતી પણ દર્શાવી હતી ત્યાર બાદ પોતાના ગ્રુપ સાથે હાજર રહી લોકડાયરો યોજ્યો હતો. નોંધનિય છે કે કોરોના મહામારીમાં આટલુ મોટુ આયોજન કરવા બદલ કલેકટરના જાહેરનામા તેમજ આઇપીસી 188, 269, 270 સહિતની કલમો હેઠળ બંને સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

image source

સામે આવેલી વિગતો અનુસાર આ ડાયરામાં 250થી વધુ લોકો હાજર રહ્યા હતા અને કોરોનાના નિયમોના ધડાગરા ઉડાવ્યા હતા. તો બીજી તરફ આ લોકડાયરામાં ભાજપના પદાધિકારી પણ હાજર હોવાનું મનાઇ રહ્યું છે આ ઉપરાંત સામે આવેલી વિગતો અનુસાર જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જેલમાં રહેલા જયંતી ઠક્કર પેરોલ પર આવ્યા હોવાથી તેઓ પણ આ ડાયરામાં હાજર હોવાની વાત થઈ રહી છે.

image source

રસી વિવાદ મામલે પણ લોકોએ ગીતી રબારી સામે અને તંત્ર સામે સવાલો ઉભા કર્યા હતા. નોંધનિય છે કે, એક બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ લોગ ઈન થાય એ પહેલાં લોગ આઉટ કરી દેવાય છે, તો બીજી બાજુ સેલિબ્રિટીઓને વગર રજિસ્ટ્રેશને તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી આપવામાં આવે છે જેથી લોકોમાં ભારે રોષ છે. લોકગાયિકા ગીતા રબારી અને તેમના પતિ સહિત પરિવારજનોને ઘરે જઈને રસી આપવાની સુવિધા આપવામાં આવતા લોકોએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong