ગરમીમાં બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે કુદરતી સૌંદર્ય નિહાળવા હોય તો આ જગ્યા છે બેસ્ટ, ખર્ચો પણ થશે સાવ ઓછો

આમ તો આપણે ફરવા માટે કોઈને કોઈ જગ્યાએ જતા જ હોઈએ છીએ. ક્યારેક કોઈ હિલ સ્ટેશન તો ક્યારેક કોઈ એવી જ્યાં જ્યાં આપણે થોડા દિવસ ભાગદોડ ભરી જિંદગીમાં આરામ માણી શકીએ અથવા ક્યારેક આપણા સ્નેહીઓ અને પરિવાર સાથે પારિવારિક જગ્યાએ. પરંતુ જો અમે તમને કહીએ કે શું તમે ફરવા માટે કારગિલ જઈ શકો છો ? તો તમારા મનમાં તરત એ સવાલ ઉઠશે કે કારગીલમાં વળી, ક્યાં એવી ફરવા જેવી જગ્યાઓ છે ? વગેરે.. તો આજના આ આર્ટિકલમાં અમે આપને જણાવીશું કે સરકાર કારગીલમાં પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પર કામ કરી રહી છે. અને કારગીલમાં અનેક એવી જગ્યાઓએ છે જ્યાં તમે હરવા ફરવાનો આનંદ લઇ શકો છો. તો ચાલો જાણીએ ત્યાંના ટ્રાવેલ પોઇન્ટ વિષે.

ક્યાં ક્યાં ફરવા જઈ શકો છો ?

image source

અસલમાં કારગિલ એક ખુબસુરત જગ્યા છે. અહીં બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે આ શહેર વસેલું છે. અહીં તમે ફરવા સિવાય અનેક યાદગાર તસવીરો પણ ક્લિક કરાવી શકો છે કારણ કે આ જગ્યા ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ છે કે ત્યાં લીધેલા મોટાભાગના ફોટોગ્રાફમાં લાજવાબ કુદરતી સૌંદર્ય છલકે છે. એ સિવાય અહીં તમને પ્રકૃતિના અનેક મનમોહક નજારાઓ પણ જોવા મળશે. અહીં નદી કિનારે એક ચાદેર ટ્રેક છે જ્યાં તમે એડ્વેન્ચરનો આનંદ લઈ શકો છે. ઉપરાંત અહીં મુલબેખ, ફુખતાલ મોનિસ્ટ્રી, દ્રાસ વેલી, જંસ્કાર વેલી અને કારગિલ વોર મેમોરિયલ પણ છે.

ઉનાળાની સીઝનમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ

image source

અહીં તમે બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે કુદરતી સૌંદર્ય નિહાળવા દ્રાસ પણ આવી શકો છો. આ જગ્યા કારગિલથી ઘણી નજીક છે. જો તમે ક્યારેય સ્વીત્ઝર્લેન્ડ નથી ગયા તો તમને દ્રાસમાં જ સ્વીત્ઝર્લેન્ડ જેવો અનુભવ મળી શકશે. આ જગ્યા સ્વીત્ઝર્લેન્ડ જેવી જ છે. શિયાળામાં ફરવા માટે આ જગ્યા સારી છે પરંતુ તે સમયે અહીંનું તાપમાન માઇનસ સુધી ગગડી જાય છે. હા, ગરમીના દિવસોમાં આ જગ્યાએ ફરવા માટે આવવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

આ રીતે જઈ શકાય છે કારગિલ

image source

કારગિલ જવા માટે તમે શ્રીનગરથી કે લેહથી સીધા કારગિલ જઈ શકો છો. લેહથી તમે બસ દ્વારા પણ કારગિલ જઈ શકો છો. એ સીવ્યા અહીં કારગિલ માટે ટેક્સીની સુવિધા પણ ઉપલબ્ધ થઇ શકે છે. જયારે તમારી પાસે તમારી પોતાની કાર છે તો તેના દ્વારા પણ તમે સીધા જ કારગિલ આવી શકો છે. એ સિવાય દેશની રાજધાની દિલ્હીથી સીધી ફ્લાઇટ દ્વારા પણ તમે લેહ સુધી આવી શકો છો.

આટલા ખર્ચમાં પહોંચી શકાય છે કારગિલ

image source

અલગ અલગ જગ્યોઓથી લેહ સુધી આવવા માટેનું ભાડું અલગ અલગ હોય છે. જેમ કે દિલ્હીથી લેહ સુધી આવવાની ટિકિટ ત્રણથી ચાર હજાર રૂપિયા થાય છે અને લેહથી કારગિલ જવા માટે તમારે 500 થી 700 બસ ભાડું ચૂકવવું પડે છે. જયારે લેહથી કારગીલનું અંતર લગભગ ચાર પાંચ કલાકનું છે. હોટલ માટે તમે અહીં તમારા બજેટ પ્રમાણે હોટલ પસંદ કરી શકો છો અહીં સસ્તા અને મોંઘા એમ બન્ને પ્રકારના હોટલો છે. તમે અહીં મિત્રો, સ્નેહીઓ અને પરિવાર સાથે ત્રણ ચાર દિવસની ટ્રિપનું આયોજન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!