સાઉથની ફિલ્મનું સીન તાજું થઈ જશે, જેલમાંથી છૂટેલા ગેંગસ્ટરને લેવા માટે આવ્યો ધડાધડ 500 કારનો કાફલો

જો તમને સાઉથના ફિલ્મો જોવાની આદત હોય તો એવું સીન જોયું હશે કે જેલમાંથી છૂટેલા કઈ ગેંગસ્ટરને લેવા માટે 500 કારનો કાફલો પહોંચ્યો હોય. કારણ કે સાઉથના દરેક ફિલ્મમાં લગભગ આ સીન તો હોય જ છે. પણ આ વાત સાચી બની ગઈ અને હવે વાયરલ પણ થઈ રહી છે. પૂણેના નામચીન ગેંગસ્ટર ગજાનન મારણેના છુટતા વખતે કંઈક આવી ઘટના જોવા મળી હતી. તેને હત્યાના બે કેસમાં કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યો છે. પણ મુંબઇની તલોજા જેલમાંથી તે જેવો જ છૂટ્યો કે તેના સમર્થકોએ શક્તિપ્રદર્શન કર્યું અને તેને લેવા માટે જેલની બહાર 500 કારનો કાફલો પહોંચ્યો હતો.

image source

જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ વેળાએ સમર્થકોએ પૂણે-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાયદેસર કોઈ પરણતું હોય એ રીતે જાન કાઢી હતી. એટલું જ નહીં ફટાકડાં ફોડ્યા અને ડ્રોન કેમેરાથી તો શૂટિંગ કરવામાં આવતું હતું. જો કે હવે આ ડોન ભાઈને થોડું મોંઘુ પડ્યું છે અને વારો ચડી બેઠો છે. કારણ કે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. ગજાનન સામે 2014માં થયેલી બે હત્યાના ગુના હતા, જેથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. 500 કાર સાથે તેને લેવા આવેલા તેના સમર્થકોએ પહેલાં મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર ભેગા થયા બાદ જુલૂસ કાઢ્યું.

લોકોને એ વાત જાણવાની ખાસ ઉત્સુકતા હતી કે ગજાનનની એન્ટ્રી કઈ રીતે થઈ હતી તો જણાવી દઈએ કે ગજાનન એક ખુલ્લી કારમાં ઊભો રહીને નેતાની જેમ સમર્થકોનું અભિવાદન ઝીલી રહ્યો હતો. હાથ ઉંચા કરીને લોકો સામે હસી રહ્યો હતો જાણે કોઈ સારા કામ કરીને આવતો હોય એ જ રીતે.

image source

જો સરઘર દરમિયાનના નજારા વિશે વાત કરીએ તો આ દરમિયાન તેના સમર્થકોએ ફટાકડા ફોડ્યા અને ડ્રોનથી જુલૂસનું શૂટિંગ પણ કર્યું. તેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો. બાદમાં જુલૂસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે ગજાનન અને તેના સમર્થકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો. પણ આ બધાની વચ્ચે વિચારવા જેવી વાત એ હતી કે જુલૂસ દરમિયાન ગજાનનના સમર્થકોએ હાઇવે પર ટોલ ટેક્સ પણ નહોતો ભર્યો.

image source

બધી કાર સ્પીડમાં ગજાનનના કોથરુડ સ્થિત ઘરે પહોંચી હતી. ત્યારે હવે લોકો અલગ અલગ સવાલ કરી રહ્યા છે અને પોલીસને પણ પૂછી રહ્યા છે કે ખરેખર આટલા લોકો ટોલ ટેક્સ ન ભરે તો કેવી રીતે ચલાવી લેવાય તેમના પર કાયદેસર કાર્યવાહી પણ થવી જ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ