ગણેશ જયંતિ પર આ રીતે કરો ગણેશજીની આરાધના, મનોકામના થશે પૂર્ણ

ભગવાન શ્રી ગણેશના અવતરણના દિવસને ગણેશ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ ગણેશ જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે. આજે આ ગણેશ જયંતિનો પર્વ છે. ગણેશ જયંતિ પર ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે કરેલી તેમની આરાધનાથી વર્ષભર તેમના આશીર્વાદ જાતક પર રહે છે. ગણેશ જયંતિને વરદ ચતુર્થી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું ઘણું મહત્વ છે. આ ગણેશ જયંતિનું વ્રત કરવાથી, ગણેશજીના દર્શન કરવાથી ભગવાન ગણેશ તેના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

image source

દક્ષિણ ભારતીય માન્યતા મુજબ આ દિવસ શ્રીગણેશનો જન્મદિવસ છે. તેથી આ દિવસે કરવામાં આવતી ગણેશ પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. અગ્નિપુરાણમાં પણ આ ચતુર્થીના વ્રતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રતને મોક્ષ પ્રદાન કરનાર પણ કહેવામાં આવે છે. ગણપતિ બાપાએ બધા જ દેવતાઓમાં પ્રથમ પૂજનીય છે. દરેક શુભ કાર્યની શરુઆત પહેલાં તેમની પૂજા કરવામાં આવે છે. પરંતુ ગણપતિ બાપાની પૂજા કરવામાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ચાલો જાણીએ ભગવાન ગણેશ પૂજામાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

image source

– દુર્વા ગણપતિ ભગવાનને ખૂબ જ પ્રિય છે. ગણેશજીની પૂજા સમયે ચોક્કસપણે દુર્વા ચઢાવવી જ જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશજીના આશીર્વાદ મળે છે.

– ભગવાન ગણેશને મોદક પણ પ્રિય છે. તેથી આજના દિવસે તેમની પૂજામાં મોદકનો ઉપયોગ પણ ચોક્કસપણે કરવો.

– ભગવાન ગણેશની પૂજામાં લાલ ફૂલો ચઢાવો, જો લાલ ફૂલોમાં પણ જાસૂદનું ફુલ મળે તો તે ઉત્તમ માનવામાં આવે છે.

image soucre

– હંમેશા ધ્યાનમાં એ વાત રાખવી કે ભગવાન ગણેશની ઉપાસનામાં તુલસીનો ઉપયોગ કરવો નહીં.

– ગણપતિજીને સિંદૂર પણ ખૂબ ગમે છે. ભગવાન ગણેશજીને સ્નાન કરાવ્યા બાદ તેમને સિંદૂર લગાવવું જોઈએ. ત્યારબાદ તેમના ચરણોમાંથી સિંદૂર લઈ પૂજા કરનારે પોતાના કપાળ પર પણ સિંદૂર લગાવવું.

આ મંત્રનો કરવો જાપ

image source

ભગવાન ગણેશ તમને આર્થિક, સામાજિક સહિત દરેક ક્ષેત્રની મુશ્કેલીઓમાંથી મુક્ત કરે છે. તેમની વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ગણેશજીને સિંદૂર ચઢાતી વખતે આ મંત્રનો 108 વખત જાપ કરવો.

image source

સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યં સુખવર્ધનમ. શુભદં કામદં ચૈવ સિન્દૂરં પ્રતિગૃહ્યતામ. ઓમ ગં ગણપતયે નમ:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ