મહારાષ્ટ્રમાં ભયંકર અકસ્માત: જલગાંવની પાસે મજૂરોને લઈ જઈ રહેલી ટ્રક ઉંધી પડતા 15ના કરુણ મોત, બાળકો અને મહિલાઓ પણ સામેલ

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યાવલ તાલુકામાં એક ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક સાથે 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર એક ટ્રક જે પપૈયાથી ભરેલો હતો તે પલટી જવાથી અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે જ્યારે 5 ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

image source

આ અકસ્માતની વિસ્તૃત જાણકારી અનુસાર યાવલ નજીક કિંગાઓ ગામ પાસે પૈપયા ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. આ ટ્રક ધુલેથી રાવલ તરફ જઈ રહ્યો હતો. આ ટ્રકમાં પપૈયા ભરેલા હતા. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી. ટ્રક પપૈયાથી ભરેલો હતો અને તેમાં કેટલાક મજૂરો પણ સવાર હતા. ટ્રક અચાનક પલટી મારી જતાં મજૂરો દબાઈ ગયા અને તેમના ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

Image result for track accident at jalgau
image source

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરુ કર્યું હતું. પોલીસ આ મામલે પુછપરછ કરી તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું કે ટ્રક ડ્રાઈવરને મોડી રાત્રે ઊંઘનું જોકું આવી જતા તેણે ટ્રક પરથી કાબૂ ગુમાવ્યો અને ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રક પહેલાથી જ પપૈયાથી ભરેલો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો હતો. આ અવાજ સાંભળી આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને પોલીસને આ અંગે જાણ કરી. આ ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા હતા. પોલીસે તમામ મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા.

image source

નજરે જોનારા લોકોનું કહેવું હતું કે ટ્રક રાવેલ તરફ જઈ રહ્યો હતો અને અચાનક તે અનિયંત્રિત થઈ ગયો અને ધડાકાભેર પલટી મારી ગયો. આ ટ્રક પપૈયાથી ભરેલો હતો અને તેમાં કેટલાક લોકો પણ સવાર હતા. તેથી જ્યારે આ ટ્રક સામાન સહિત પલ્ટી ખાઈ ગયો ત્યારે તેમાં સવાર મજૂરો પણ દબાઈ જવાથી મોતને ભેટ્યા. અકસ્માત એટલો ભયંકર હતો કે 15 લોકોના મોત તો ત્યાં જ નીપજ્યા હતા.

image source

લોકો પણ મદદ કરવા દોડી આવ્યા પરંતુ કંઈ કરી શકે તે પહેલા જ 15 લોકોએ તો જીવ ગુમાવી દીધો હતો. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારબાદ તેમણે એક પછી એક મૃતદેહ બહાર કઢાવવાનું શરુ કર્યું હતું જ્યારે ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ડ્રાઈવરની બેદરકારીના કારણે આ ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાથી ભારે ચકચાર જાગી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી અને તપાસ પણ શરુ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ