વિઘ્નહર્તા ગણેશજી હરી લેશે સઘળા દુઃખ, 31 જાન્યુઆરી છે ગણેશ ચતુર્થી, જાણી લો પૂજા વિધિ.

પોતાના સંતાનોને બધા જ કષ્ટોમાંથી મુક્તિ અપાવનારી સંકષ્ટી ગણેશ ચતુર્થીનું વ્રત મહા મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી 31 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. દેશના ઘણા ભાગોમાં આ વ્રત 1 ફેબ્રુઆરીએનપન ઉજવવામાં આવશે. આ વ્રત વિધિસર પૂર્ણ કરવા માટે બધા ગ્રંથો અનુસાર એક જ નિયમ છે ચન્દ્રનો ઉદય અને ચતુર્થી બંનેમાં સંયોગ હોવો જોઈએ, એટલે કે ચંદ્રને અર્ધ્ય ત્યારે જ આપવામાં આવે છે જ્યારે ચતુર્થી તિથિમાં ચન્દ્રોદય થઈ રહ્યો હોય અને ચંદ્રદેવ અર્ધ્ય ત્યારે જ સ્વીકાર કરશે જ્યારે ચતુર્થી તિથિ હોય.

image source

દિલ્લીના સમય અનુસાર 31 જાન્યુઆરીએ તીજ તિથિ રાતે 8 વાગીને 23 મિનિટે સમાપ્ત થઈ રહી છે અને ચતુર્થી તિથિ શરૂ થાય છે. આ દિવસે ચન્દ્રનો ઉદય રાત્રે 8 વાગીને 39 મિનિટે થઈ રહ્યો છે જેના પરિણામ રૂપે ચતુર્થી અને ચન્દ્રોદયનો સારો સંયોગ મળી રહ્યો છે. એટલે દિલ્લીમક સંકટ ગણેશ ચતુર્થીનું વ્રત 31 જાન્યુઆરીના રોજ જ ઉજવવામાં આવશે.

ગણેશજી અને ચંદ્રનો મળશે આશીર્વાદ.

image source

મનના સ્વામી ચંદ્ર અને બુદ્ધિના સ્વામી ગણેશજીના સંયોગના પરિણામ સ્વરૂપે આ ચતુર્થી વ્રત કરવાથી માનસિક શાંતિ, કાર્ય સફળતા, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ મળે છે. આ દિવસે કરેલું વ્રત અને પૂજા પાઠ આખું વર્ષ સુખ, શાંતિ અને પારિવારિક વિકાસમાં મદદરૂપ સિદ્ધ થાય છે.

image source

આ ઉત્તર ભારતના લોકોનો મુખ્ય તહેવાર છે. શાસ્ત્ર પરંપરા અનુસાર આ દિવસે ગોળ અને તલના પિંડ બનાવીને એને પર્વત રૂપ સમજી દાન કરવામાં આવે છે. ગોળમાંથી ગાયની મૂર્તિ બનાવવામાં આવે છે જેને ગોળ ધેનુ કહેવામાં આવે છે. રાત્રે ચંદ્ર અને ગણેશજીની પૂજા સિવાય બીજા દિવસે પ્રસાદ રૂપે દાન કરવુ જોઈએ. ગંધ, ચોખા, ફૂલ, ધૂપ, દીપ, નૈવેધ, વગેરે ગણેશજીના ષોડશોપચાર વિધિથી પૂજન કરો અને ચંદ્રને અર્ધ્ય પણ આપો.

image source

ચંદ્રને અર્ધ્ય આપતી વખતે ૐ ચંદ્રાય નમઃ, ૐ સોમાય નમઃ, મંત્રનું ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ. વ્રત કરનારને આ દિવસે ચંદ્ર ઉદયની ખાસ રાહ રહે છે. વ્રત કરનાર માટે જો સંભવ હોય તો દસ મહાદાન જેમાં અન્નદાન, મીઠાનું દાન, ગોળનું દાન, સોનાનું દાન, તલનું દાન, વસ્ત્રનું દાન, ગૌધૂતનું દાન, રત્નનું દાન, ચાંદીનું દાન અને દસમુ ખાંડનું દાન કરો.

image source

આવું કરવાથી મનુષ્ય દુઃખ, દરિદ્રતા, કરજ, રોગ અને અપમાનના ઝેરથી મુક્તિ મેળવી શકે છે. જો આ બધા દાન સંભવ ન હોય તો પણ અને ગોળમાંથી બનેલા પિંડનું દાન કરીને ઇષ્ટ કાર્યની પ્રાપ્તિ અને સંકટ હરણ ભગવાનની કૃપાના પાત્ર બની શકે છે.

image source

આ દિવસે ગાય અને હાથીને ગોળ ખવડાવીને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. વિદ્યાર્થી વર્ગ ગણેશ ચતુર્થીના દિવસે ૐ ગં ગણપતયે નમઃનો 108 વાર જપ કરીને પ્રખર બુદ્ધિ અને વિદ્યા મેળવી શકે છે. ૐ એક દનતાય વિદમહે વકરતુંડાય ધી મહીં તનો દન્તિ પ્રચોદયાત નો જપ જીવનના બધા સંકટો અને કાર્ય બધાને દૂર કરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ