Galaxy S21 સિરીઝ આ તારીખે થશે લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં કરાવી શકશો પ્રિ-બુક

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગના આવનારા ફ્લેગશિપ ગેલેક્સી S21 સીરીઝનો ટીઝર હાલમાં જ લીક થયો છે. આ ટીઝરમાં ગેલેક્સી S21, ગેલેક્સી S21+ અને ગેલેક્સી S21 અલ્ટ્રાનો લોન્ચ વિડિયો છે.

image source

એન્ડ્રોઇટ ઓથોરિટીના એક અહેવાલ પ્રમાણે ભારતમાં ગેલેક્સી S21 સીરીઝનું વેચાણ 29 જાન્યુઆરીએ શરૂ થશે. કહેવાઈ રહ્યું છે કે બેંગલુરુના સેમસંગ ઓપેરા હાઉસ રીટેલ સ્ટોરે એ કન્ફર્મ કર્યું છે.

image source

ધ્યાન આપવા જેવી બાબત છે કે ગેલેક્સી S21 સીરીઝને 14મી જાન્યુઆરીએ લોન્ચ કરવામા આવશે. ત્યાર બાદ ભારતમાં તે 29મી જાન્યુઆરીએ આવી શકે છે. આ ગ્લોબલ લોન્ચ હશે અને ભારતમાં વેચાણ પણ જલદી શરૂ થઈ જશે.

એટલું જ નહીં, રિપોર્ટ પ્રમાણે લોન્ચ પહેલાં જ રીટેલ સ્ટોર્સમાં ગેલેક્સી S21, ગેલેક્સી S21 પ્લસ અને ગેલેક્સી S21 અલ્ટ્રા માટે પ્રી બુકિંગ પણ લેવાનું શરૂ કરી દેવામા આવ્યું છે. તેને 2000 રૂપિયા આપીને પ્રી બુક કરાવી શકાય છે.

image source

રિપોર્ટ પ્રમાણે ગેલેક્સી S21ને ગ્રે, પિંક, પર્પલ અને વ્હાઇટ કલર વેરિએન્ટ્સમાં રજુ કરવામાં આવશે. ગેલેક્સી S21 પ્લસને પિંક, પર્પલ, સિલ્વર અને બ્લેકમાં વેચવામા આવશે જ્યારે ગેલેક્સી S21 અલ્ટ્રાને બ્લેક અને સિલ્વરમાં વેચવામાં આવશે.

ગેલેક્સી S21 સીરીઝની તસ્વીરો અને રેંડર છેલ્લા કેટલાક સમયથી લીક થઈ રહ્યા છે. જેમાં તેની ડિઝાઈન ક્લિયર થઈ ગઈ છે. ગેલેક્સી S21 સીરીઝમાં એક નવા પ્રકારનો કેમેરા મોડ્યૂલ જોવા મળશે.

image source

ગેલેક્સી S21 અલ્ટ્રામાં WQHD+LPTO AMOLED ડિસ્પ્લે આપી શકાય છે અને તેની સાથે 12Hz રિફ્રેશ રેટનો પણ સપોર્ટ મળશે. ત્રણે મોડલ્સમાં Snapdragon 888 અને Exynos 2100 પ્રોસેસર્સ આપવામા આવશે. અલગ અલગ દેશમા કંપની અલગ અલગ પ્રોસેસરની સાથે ફોન વેચે છે.

image source

જે ટિઝર વિડિયો લીક થયો હતો તેના આધાર પર કહી શકાય છે કે ગેલેક્સી S21માં સેંટર પંચ-હોલની સાથે ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. ડીવાઇઝના બેકમાં એક કેમેરા બંપને પણ જોઈ શકાય છે. દાવો કરવામા આવી રહ્યો છે કે આ સીરીઝમાં 64 મેગાપિક્સરના ટેલિફોટો સેંસરની સાથે એક 12 મેગાપિક્સરનો પ્રાઇમરી સેંસર અને એક 12 મેગા પિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ શૂટર પણ આપવામાં આવ્યો છે.

image source

શેર કરવામાં આવેલા લીક વડિયોમાં આ સીરીઝના ડિવાઇઝીસનું કલર કોમ્બિનેશન પણ જોઈ શકાય છે. ગેલેક્સી S21 સીરીઝમાં બ્રોન્ઝ બોડી ફિનિશની સાથે ફેંટમ વૉયલેટ અને વૉયલેટ ગ્લાસ્ટિક કલર ઓપ્શન આપવામાં આવ્યા છે.

image source

ગોલેક્સી S21 પ્લસમાં પણ આ જ કેમેરા ડિઝાઈન જોઈ શકાય છે. આ બન્નેમાં સૌથી વધારે મોટો તફાવત ડિસ્પ્લે અને મોટી બેટરીનો છે. કેટલાક દિવસો પહેલાં આવેલા એક અહેવાલમાં કહેવામા આવ્યુ હતું કે ગેલેક્સી S21 પ્લસમાં 6.7 ઇંચના ડિસ્પ્લે સાથે 4800mAhની બેટરી મળશે. તો, ગેલેક્સી S21ની વાત કરીએ તો તેમાં 400mAh ની બેટરી અને 6.2 ઇઁચનો ડિસ્પ્લે મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ